Gambhira Bridge: ગંભીરા બ્રિજ પરથી આખરે 27 દિવસ બાદ ટેન્કરને બ્લૂન સિસ્ટમથી ઉતારી લેવામાં આવ્યું
Gambhira Bridge: ગંભીરા બ્રિજ પર આખરે 27 દિવસ બાદ ટેન્કર ઉતારી લેવામાં આવ્યો છે. પ્રશાસને હાશકારો અનુભવ્યો હતો. આ ટેન્કરને કેપ્સૂલ બલૂન સિસ્ટમથી ઉતારી લેવામાં આવ્યો છે. આ લટકતી ટેન્કરને ઉતારવા માટે 2 કેપ્સૂલ બ્લૂનથી ટેન્કર ઉતારવામાં આવ્યું હતું. આ ટેન્કર ઉતારવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
કંટ્રોલ રૂમથી ઓપરેશનનું કરાયું સંચાલન
Gambhira Bridge: અત્રે ઉલ્લેખનીય છે કે લટકતી ટેન્કરને ઉતારવા માટે એર લિફિટંગ રોલરમાં એર ભરીને ટેન્કર ઉંચું કરવામાં આવ્યું , આ કામગીરી દરમિયાન તમામ એજન્સીઓને હટાવી દેવામાં આવી હતી, આ ટેન્કર ઉતારવાના ઓપરેશનને કંટ્રોલ રૂમથી સંચાલન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનનું 4 ડ્રોન કેમેરાથી રેકોડિંગ અને રિયલ ટાઇમિંગ મોનીટરીંગ પણ કરવામાં આવી હતી. કંટ્રોલ રૂમમાં બેઠેલા અધિકારીઓ બારિકાઇથી ટેન્કર ઉતારવાના ઓપરેશન પર ખાસ નજર રાખી રહ્યા હતા.
ગંભીરા બ્રિજ પરથી 27 દિવસ બાદ આ રીતે ટેન્કર ઉતારાયું
2 કેપ્સ્યુલ બલૂનથી ટેન્કર ઉચકવાની કામગીરી હાથ ધરાઈ
એર લિફ્ટિંગ રોલર બેગમાં એર ભરાતા ટેન્કર આગળથી ઊંચું કરાયું#Gujarat #Vadodara #GambhiraBridge #VadodaraBridgeCollapsed #CapsuleBaloon #GujaratFirst pic.twitter.com/mfmflnYrpx— Gujarat First (@GujaratFirst) August 5, 2025
આ રીતે ટેન્કર ઉતારાયું
Gambhira Bridge: નોંધનીય છે કે પોરબંદરની વિશ્વકર્મા ગ્રુપની મરીન સેલ્વેજિંગ એક્સપર્ટ કંપનીને ટેન્કર ઉતારવાની કામગીરી સોંપવામાં આવી હતી. આ કંપનીએ ‘મરીન એર બલુન ટેક્નોલોજી’નો ઉપયોગ કરીને ટેન્કરને બ્રિજની લેવલમાં કર્યું હતું. આ કામગીરીમાં સિંગાપોરના ત્રણ એન્જિનિયર અને મરીન ઈમરજન્સી ટીમ જોડાઇ હતી. ટેન્કરને બહાર કાઢવા માટે કેપ્સૂલ બલુનને ટેન્કરની નજીક લાવીને તેમાં કમ્પ્રેશરથી હવા ભરવામાં આવ્યા બાદ આ કેપ્સૂલ સિસ્ટમથી ટેન્કરને ઉતારી લેવામાં આવી હતી.ટેન્કરને ઉતારવા માટે પહેલા બ્લૂનમાં ખાસ કોમ્પ્રેસરથી હવા ભરવામાં આવી હતી, અને ખાસ સેફટીના સાધનો સાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી, ટેન્કરની પાછળ દોરડા પણ બાંધવામાં આવ્યા હતા. જે બાદ ટેન્કરને બલૂનની મદદથી ઉંચું કરાયું હતુ. જે બાદ પાછળથી ખેંચી બ્રિજના પાછળના સલામત છેડે લઈ જવામાં આવ્યુ હતુ.
આ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોના મોત થઇ ગયા હતા અને એક ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. એટલે ગંભીરા બ્રિજમાં અત્યાર સુધી 22 લોકોના મોત નિપજ્યા છે.
આ પણ વાંચો: Keshod Airport : કેશોદ એરપોર્ટ જાન્યુઆરી-2027 સુધીમાં મોટા AB-320 ટાઇપના વિમાનોનું સંચાલન કરવા સક્ષમ બનશે


