Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tapi : CM ભૂપેન્દ્ર પટેલ આદિવાસી ભોજન લઈ થયા તૃપ્ત, કહ્યું- 'સ્વાદિષ્ટ ભોજનથી પેટ ભરાઈ ગયું પણ મન નથી ભરાયું'

વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અને “મારી માટી મારો દેશ” અભિયાનમાં સહભાગી થવા વનબંધુ વિસ્તાર તાપી જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની આગવી સરળતા, સહજ મૃદુ સ્વભાવની અનુભૂતિ આદિજાતિ પરિવારોને થઈ હતી. મહત્વનું છે કે, વિશ્વ આદિવાસી દિવસની રાજયભરમાં...
tapi   cm ભૂપેન્દ્ર પટેલ આદિવાસી ભોજન લઈ થયા તૃપ્ત  કહ્યું   સ્વાદિષ્ટ ભોજનથી પેટ ભરાઈ ગયું પણ મન નથી ભરાયું
Advertisement

વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અને “મારી માટી મારો દેશ” અભિયાનમાં સહભાગી થવા વનબંધુ વિસ્તાર તાપી જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની આગવી સરળતા, સહજ મૃદુ સ્વભાવની અનુભૂતિ આદિજાતિ પરિવારોને થઈ હતી.

મહત્વનું છે કે, વિશ્વ આદિવાસી દિવસની રાજયભરમાં ઉજવણી થઇ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓએ આદિવાસી પરિવારોના નિવાસે જઇને પરંપરાગત ભોજનનો સ્વાદ માણ્યો હતો.

Advertisement

Advertisement

તેમણે બપોરે પોતાના કામો પુરા કર્યા પછી બપોરનું ભોજન સોનગઢ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા આદિજાતિના મહિલા લાભાર્થી સોનલબેન પવારના ત્યાં ભોજન લીધું હતું. લોકો સાથે નીચે બેસીને મુખ્યમંત્રીએ ભોજન લીધુ હતું.

દરમિયાન તેમણે ભોજનની પ્રશંસા પણ કરી હતી. મુખ્યમંત્રીએ ભોજનમાં નાગલીનો રોટલો, ચોખાના બાફેલા રોટલા, જુવારનો રોટલો, દેશી કંકોડાનું શાક, દેશી તુવેરની દાળ, અડદની છોડાવાળી દાળ અને તાપી જિલ્લાના પ્રખ્યાત દેશી લાલ ચોખાનો ભાત, નાગલીનાં પાપડ, છાશ અને શેકેલા લીલા મરચાં આરોગ્યા હતા.

મુખ્યમંત્રીએ આગવી સહજતા સાથે મિલેટ્સની વિવિધ વાનગીઓનો સ્વાદ માણી અહોભાવ વ્યક્ત કર્યો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે “ભોજન એટલુ સ્વાદિષ્ટ હતું કે, પેટ ભરાયું પણ મન ન ભરાયું. આવા જમણ માટે તો મારે હંમેશા તાપીમાં જ આવવું પડશે. મુખ્યમંત્રીશ્રીએ આદિજાતિ લાભાર્થી સોનલબહેને PMAYમાં મળેલા આવાસને પોતાની બચતમાંથી સજાવ્યું છે, તે અંગેની વિગતો પણ સોનલ બહેન અને પરિવારજનો સાથેની વાતચીતથી જાણી હતી.

આ પણ વાંચો : ISKCON Bridge Accident Case :  તથ્ય પટેલનું લાયસન્સ કાયમી ધોરણે રદ

Tags :
Advertisement

.

×