Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક,સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા

સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. સુરતના ઉધનામાં અસામાજિક તત્વોએ 16 વાહનો સળગાવી દીધા હતા. આ ઘટના 13 નવેમ્બરના રોજ બની હતી. જેમાં ઉધનામાં અક્ષરકુંજ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં અસામાજિક તત્વો દ્વારા 16 વાહનો સળગાવી દેવામાં આવ્યા...
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સમગ્ર ઘટનાના cctv ફૂટેજ સામે આવ્યા
Advertisement

સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. સુરતના ઉધનામાં અસામાજિક તત્વોએ 16 વાહનો સળગાવી દીધા હતા. આ ઘટના 13 નવેમ્બરના રોજ બની હતી. જેમાં ઉધનામાં અક્ષરકુંજ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં અસામાજિક તત્વો દ્વારા 16 વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા. જેથી અક્ષરકુંજ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં અજાણ્યા શખ્સોએ વાહનોને આગ ચાંપી દીધી હોય તેવું જણાઈ રહ્યું છે. આ ઘટનામાં DGVCLના 20 ઇલેક્ટ્રિક મીટર સળગીને ખાખ થઈ ગયા હતા.

અવારનવાર આવી ઘટના આપણી સામે આવતી રહેતી હોય છે. જેમાં આ અસામાજિક તત્વો પોલીસના ખોફ વગર આતંક મચાવતા જોવા મળી આવે છે. આમ જે રીતે સુરતમાં ઘટના બની તેવી જ એક ઘટના આણંદના વિદ્યાનગરમાં પણ જોવા મળી હતી જેમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો અને મારામારી અને પથ્થરમારાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

Advertisement

આણંદના વિદ્યાનગરમાં મધ્ય રાત્રીએ અસામાજિક તત્વોનો આતંક જોવા મળી આવ્યો હતો. અસામાજિક તત્વો દ્વારા વિદ્યાનગરના મોટાબજાર વિસ્તારમાં આતંક મચાવવામાં આવ્યો હતો. જેમાં જાહેરમાં ગેંગ વોર જેવા દ્રશ્યો જોવા મળી આવ્યા હતા. મારક હથિયારો સાથે જાહેરમાં ગેંગ વોરના દ્રશ્યો જોવા મળ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - VADODARA : શિનોર તાલુકામાં નર્મદા નદીમાં ચાર યુવાનો તણાયા, જેમાંથી ત્રણ થયાં લાપત્તા 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Tags :
Advertisement

.

×