Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mehsana: ઠાકોર પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો, દોરીથી ગળું કપાઈ જતા યુવકનું મોત

Mehsana: મહેસાણામાં એક વ્યક્તિનું દોરીથી ગળું કપાઈ જતા યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. મહેસાણાના આંબલિયાસણ રેલ્વે ઓવરબ્રિજ પર આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે.
mehsana  ઠાકોર પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો  દોરીથી ગળું કપાઈ જતા યુવકનું મોત
Advertisement
  1. મહેસાણાના આંબલિયાસણ બ્રિજ પર બની આ ઘટના
  2. બલિયાસણના 25 વર્ષીય યુવકનું દોરીના કારણે મોત
  3. ઠાકોર મહેશજી પ્રતાપજી નામના યુવકનું મોત

Mehsana: ઉત્તરાયણની હજી એક મહિના જેટલી વાર છે, છતાં લોકો પતંગો ચગાવવા લાગ્યાં છે. જેના કારણે અત્યારે ફરી એક અહિત ઘટના બની છે. મહેસાણામાં એક વ્યક્તિનું દોરીથી ગળું કપાઈ જતા યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. મહેસાણાના આંબલિયાસણ રેલ્વે ઓવરબ્રિજ પર આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે બલિયાસણના 25 વર્ષીય યુવકનું દોરીના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Amreli: ભાજપ નેતા ડૉ.ભરત કાનાબારે Jio સામે બાંયો ચઢાવી, કહ્યું - શહેરના 33% વિસ્તારમાં...

Advertisement

દોરી ગળામાં આવી જતા યુવકનું ઘટના સ્થળે મોત

નોંધનીય છે કે, યુવક પોતાની પત્ની સાથે બાઈક પર પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન દોરી ગળામાં આવી જતા મોત થયું હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે દોરીના કારણે અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે ઠાકોર મહેશજી પ્રતાજી નામના યુવકનું મોત થયું છે. ઠાકોર પરિવારના એકના એક દિકરાનું મોત થયા પરિવામાં શોકનો માહોલ છવાયો છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: રાજ્યભરમાં વધી રહ્યો છે ઠંડીનો ચમકારો, મોડાસામાં નોંધાયું સૌથી ઓછુ તાપમાન

બાઈક ચાલકનું દોરીથી ગળુ કપાઈ જતા તેનું મોત

અમદાવાદ શહેરમાં પણ બાઈક ચાલકનું દોરીથી ગળુ કપાઈ જતા તેનું મોત નીપજ્યું હતા. તો આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતાં. અગાઉ પણ સુરતમાં ચાઈનીઝ દોરીથી એક યુવકનું ગળુ કપાવાની ઘટના બની હતી. જે બાબતે સુરત પોલીસ દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારે હવે બીજી ઘટના સામે આવતા સવાલો ઉઠ્યા છે કે, ઉત્તરાયણ આવતા પહેલા કેટલાના ભોગ લેશે ચાઈનીઝ દોરી? આ દોરીના કારણે અનેક પક્ષીઓ પણ મોતને ભેટતા હોય છે છતાં તેનો વપરાશ વધી રહ્યો છે.

આ પણ વાંચો:  ખેતી થકી મબલક ઉત્પાદન મેળવતા મુકેશભાઈ રાઠવાનો ખેડૂતો જોગ સંદેશ, જાણો શું કહ્યું...

Tags :
Advertisement

.

×