Thanks to P.M. : આમૂલ પરિવર્તન અને સર્વાંગી વિકાસ માટે પ્રજાની કૃતજ્ઞતા
- Thanks to P.M. : રાજ્યભરમાંથી સહકારી ક્ષેત્રે જોડાયેલા ભાઈઓ-બહેનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા ૧ કરોડ ૧૧ લાખ ૭૫ હજાર પોસ્ટકાર્ડ લખ્યાં
----- - GST સુધારા, સહકારી માળખાનું વિસ્તૃતિકરણ, પશુપાલકો અને ખેડૂતોના આર્થિક હિતનું રક્ષણ, સ્વદેશી અને આત્મનિર્ભર ભારત જેવા વિવિધ વિષયો અંતર્ગત કૃતજ્ઞતા વ્યક્ત કરવા પોસ્ટ કાર્ડ લખાયા
-----
Thanks to P.M. : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાત સહિત સમગ્ર દેશમાં સહકારી માળખાનો અભૂતપૂર્વક વિકાસ થઈ રહ્યો છે, જેના પરિણામે પશુપાલકો-ખેડૂતો આર્થિક અને સામાજિક રીતે ખૂબ સદ્ધર બન્યા છે. સહકારી ક્ષેત્રે લેવાયેલા લોકહિતકારી નિર્ણયો બદલ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, હોદ્દેદારો અને સભાસદો દ્વારા પોસ્ટકાર્ડ મારફત વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત વડાપ્રધાનશ્રીના જન્મ દિવસ તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫થી અત્યારસુધીમાં સમગ્ર રાજ્યમાંથી ૧ કરોડ ૧૧ લાખ ૭૫ હજાર પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે.
પોસ્ટ વિભાગ દ્વારા દર વર્ષે સમગ્ર દેશ માટે અંદાજે ૧.૫૦ કરોડ પોસ્ટકાર્ડ છાપવામાં આવે છે, જ્યારે માત્ર ગુજરાતના સહકાર ક્ષેત્ર દ્વારા ખુબ જ ટૂંકા સમયગાળામાં ૧ કરોડ ૧૧ લાખ ૭૫ હજાર પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. આ લખેલા પોસ્ટકાર્ડોનું, આત્માનિર્ભર ભારત, સ્ટેચ્યુ ઓફ યુનિટી, બુલેટ ટ્રેન, વિકસિત ભારત @ 2047, ઓપરેશન સિંદૂર, અટલ બ્રિજ, આપણી મેટ્રો વગેરે જેવી થીમ ઉપરનું, પ્રદર્શન વલ્લભ સદન, સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેનો જાહેર જનતા તા. ૧૦ ઓકટોબર, ૨૦૨૫ સુધી લાભ લઈ શકશે.
Thanks to P.M. : વડાપ્રધાનશ્રીને કૃતજ્ઞતા વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા
વડાપ્રધાનના નેતૃત્વમાં GSTમાં ઘટાડો, મેક ઇન ઇન્ડિયા, સ્વદેશી પ્રોત્સાહન, આત્મનિર્ભર ભારત અભિયાન જેવા લેવામાં આવેલા વિવિધ પગલાંઓના પરિણામે ગરીબ, મધ્યમવર્ગ અને ખેડૂત સૌ માટે સુખાકારીનો નવો યુગ શરૂ થયો છે. વધુમાં, GST Reform સુધારણાના પગલાંથી ઉપકરણો, ખાતર, બિયારણ બધું જ સસ્તું થયું છે, જેથી ખેડૂતો પાસે પૈસાની વધુ બચત થઈ છે અને આર્થિક રીતે સશક્ત બન્યા છે. આમ, ડેરી અને કૃષિ ક્ષેત્રે થયેલા આમૂલ પરિવર્તનને પરિણામે ગ્રામીણ અર્થવ્યવસ્થાને પણ ખૂબ સારો વેગ મળ્યો છે.
સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા (Jagadish Vishwakarma)ના માર્ગદર્શનમાં રાજ્યમાં આવેલ ૧૨૦૦૦ ગામડાઓમાં આવેલ દૂધ ઉત્પાદક મંંડળીઓ, પ્રાથમિક સેવા સહકારી મંડળીઓ, માર્કેટિંગ સોસાયટીઓ, પ્રોસેસિંગ સોસાયટીઓ,તથા અન્ય મંડળીઓ એમ કુલ ૨૮૦૦૦ થી વધુ સહકારી મંડળીઓ તથા સ્ટેટ કો-ઓપરેટીવ બેંક, સેન્ટ્રલ કો-ઓપ. બેંક, ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન, દૂધ સંધો,ગુજરાત રાજ્ય કો.ઓપ.માર્કેટીંગ ફેડરેશન, ખરીદ-વેચાણ સંધોના સભાસદો દ્વારા વડાપ્રધાનશ્રીને કૃતજ્ઞતા વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે.
Thanks to P.M. :ગુજરાતે સહકારી ક્ષેત્રે અનેક આયામો સર કર્યા
કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ (AMIT SHAH)ના માર્ગદર્શનમાં દેશભરમાં ‘આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ૨૦૨૫’ની ઉજવણી થઈ રહી છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે સહકારી ક્ષેત્રે અનેક આયામો સર કર્યા છે. જે અંતર્ગત PACS કોમ્પ્યુટરાઇઝેશન, ઝીરો ટકા વ્યાજ સહાય, ગોડાઉન બાંધવા માટે સહાય, CSC થી સભાસદોને ગ્રામીણ કક્ષાએ તમામ સુવિધાઓ ઉપલબ્ધ, PACS પાણી સમિતી તરીકે કાર્યરત, ખાતર વિતરણ, PMKSK, વિશ્વનો સૌથી મોટો અનાજ સંગ્રહ કાર્યક્રમ, PACS ઇન્સેટીવ મારફત થતા આર્થિક લાભ, મલ્ટીસ્ટેટ સહકારી મંડળીઓ: NCEL, NCOL, BBSSL ના સભાસદ, પ્રાકૃતિક ખેતી, પમ્પ સિંચાઈ યોજના હેઠળ પિયત સહકારી મંડળીઓને સહાય, દૂધ મંડળીઓને સોલાર રૂફટોપ માટે સહાય, દૂધઘરથી પશુપાલકોને લાભ, કિસાન સન્માન નીધિ, સૌરાષ્ટ્ર માટે પાણી આપતી સૌની યોજના, મહિલાઓને સન્માન, ટેકાના ભાવે MSP, વિધવા સહાય, સ્વદેશી-વોકલ ફોર લોકલ જેવી અનેક ખેડૂતલક્ષી/પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓ (Public welfare schemes)નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Vikas Saptah : યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ


