Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

૨૩૯મો અક્ષર જન્મોત્સવ, અક્ષર મંદિરે ભવ્યતાથી ઉજવાયો

અહેવાલ- વિશ્વાસ ભોજાણી, ગોંડલ અક્ષરમંદિર મંદિર,ગોંડલ ખાતે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના ૨૩૯માં પ્રાગટ્યોત્સવની ઉજવણી ધામધુમથી કરવામાં આવી હતી.રવિવારે સવારથી જ મંદિર પરિસર હરિભક્તોથી ઉભરાવા લાગ્યું હતું.સર્વે ભક્તો અક્ષર દેરી અને મંદિરમાં દર્શનનો ઉત્તમ લાભ લઈ શકે તે માટે દર્શન વ્યવસ્થાનું ખાસ...
૨૩૯મો અક્ષર જન્મોત્સવ  અક્ષર મંદિરે ભવ્યતાથી ઉજવાયો
Advertisement

અહેવાલ- વિશ્વાસ ભોજાણી, ગોંડલ

અક્ષરમંદિર મંદિર,ગોંડલ ખાતે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના ૨૩૯માં પ્રાગટ્યોત્સવની ઉજવણી ધામધુમથી કરવામાં આવી હતી.રવિવારે સવારથી જ મંદિર પરિસર હરિભક્તોથી ઉભરાવા લાગ્યું હતું.સર્વે ભક્તો અક્ષર દેરી અને મંદિરમાં દર્શનનો ઉત્તમ લાભ લઈ શકે તે માટે દર્શન વ્યવસ્થાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Image previewImage preview

Advertisement

શરદોત્સવની મુખ્ય સભા સાંજે પાંચથી આઠ વાગ્યા દરમ્યાન પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ યોજાઇ હતી.જેમાં નામદાર મહારાજા હિમાંશુસિંહજી તથા ઉપેન્દ્રસિંહજી રાજવી પરિવાર ગોંડલ,સાંસદ રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહજી જાડેજા,પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહજી જાડેજા તેમજ ભૂવનેશ્વરી પીઠના રવિદર્શનજી સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Image preview

આ સભામાં ઉત્સવનો મર્મ - અક્ષરબ્રહ્મની આવશ્યકતા, અક્ષરબ્રહ્મના ગુણો, અક્ષરબ્રહ્મના કાર્યો, અક્ષરબ્રહ્મનું સ્વરૂપ, અને પ્રગટ અક્ષરબ્રહ્મનો પ્રભાવ પૂ.સંતોના પ્રવચન દ્વારા સર્વે સભાજનોએ હૃદયસ્થ કર્યો.સાથે જ યુવકો દ્વારા પ્રસ્તુત રસપ્રદ સંવાદ અને રાસની રમઝટથી સભાનો માહોલ વિશેષ પ્રભાવક બન્યો.અને અંતમાં શિખર પર કળશ ચડે તેમ પ્રગટ ગુણાતીત સંત પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશિર્વાદ પ્રાપ્ત કરી સર્વે હરિભક્તોએ કૃતાર્થતાની અનુભુતિ કરી.શરદપૂનમની સભામાં ઠાકોરજીને સંતો - ભકતો દ્વારા પાંચ આરતીના અધર્ય વડે વધાવવામાં આવ્યા.ઠાકોરજીની આરતી વખતે આતશબાજી દ્વારા સમગ્ર વાતાવરણને રંગબિરંગી રોશનીથી છવાઈ ગયું હતું.આ ઉત્સવનો લાભ લેવા માટે સંતો મહંતો તેમજ હજારોની સંખ્યામાં હરિભકતો અહી અક્ષર મંદિરે પધાર્યા હતા.ઉત્સવના અંતમાં સૌ કોઇને ફુડપેકેટ અને દૂધ પૌઆનો પ્રસાદ લઈ શરદોત્સવની સ્મૃતિ હધ્યમાં ધારતા છૂટા પડ્યા હતા.

આ પણ વાંચો -  ગલગોટાના ફૂલને પોષણક્ષમ ભાવ અને સબસીડી આપવા ખેડૂતોની માંગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×