Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યાત્રાધામ Ambajiની નવીન વેબસાઈટનું બીટા વર્ઝન લોન્ચ કરાયું

અહેવાલ - શક્તિસિંહ રાજપુત, અંબાજી બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રીના વરદ હસ્તે આજરોજ યાત્રાધામ અંબાજીની નવીન વેબસાઈટ WWW.AMBAJITEMPLE.IN નું બીટા વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું હતું. ધર્મ, સંસ્કૃતિ અને ટેકનોલોજીના સમન્વય થકી યાત્રાધામ અંબાજીના વિકાસની...
યાત્રાધામ ambajiની નવીન વેબસાઈટનું બીટા વર્ઝન લોન્ચ કરાયું
Advertisement

અહેવાલ - શક્તિસિંહ રાજપુત, અંબાજી

બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રીના વરદ હસ્તે આજરોજ યાત્રાધામ અંબાજીની નવીન વેબસાઈટ WWW.AMBAJITEMPLE.IN નું બીટા વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું હતું. ધર્મ, સંસ્કૃતિ અને ટેકનોલોજીના સમન્વય થકી યાત્રાધામ અંબાજીના વિકાસની દિશામાં વધુ એક પહેલ,નવીન વેબસાઈટથી મંદિરના દર્શન અને વિવિધ ઉત્સવો ઘરે બેઠા માણી શકાશે.

Advertisement

ભાદરવી પૂનમના મેળા સહિતના પ્રસંગો નિહાળી શકશે

Advertisement

આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રીના સંપૂર્ણ માર્ગદર્શન અને ભવિષ્યલક્ષી વિઝન મુજબ તૈયાર કરવામાં આવેલી યાત્રાધામ અંબાજીની નવીન વેબસાઈટ WWW.AMBAJITEMPLE.IN થકી વિશ્વભરમાં વસતા માઇભક્તો ઘરે બેઠા માતાજીના દર્શન, આરતી, પૂનમ અને ભાદરવી પૂનમના મેળા સહિતના પ્રસંગો નિહાળી શકશે.

અંબાજી મંદિરની નવીન વેબસાઈટ લોન્ચ કરવામાં આવી 

ધર્મ, સંસ્કૃતિ અને ટેકનોલોજીના સમન્વય થકી યાત્રાધામ અંબાજીનો વિકાસ થાય અને વિશ્વભરમાં વસતા માં અંબેના ભક્તોને તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય અને ઘરે બેઠા ટેકનોલોજીના માધ્યમથી જોડાઈ રહે તેવા અથાગ પ્રયત્નો અને સુવિધાઓ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે.કલેકટરશ્રીની દીર્ધ દ્રષ્ટીથી અંબાજી મંદિરની નવીન વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે.

અન્ય ધાર્મિક ચીજ વસ્તુઓ મળી રહે તેવી સુવિધા

અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી મંદિરના દર્શન સમય , યાત્રિ સુવિધાઓ,વિવિધ ઉત્સવો,૫૧ શક્તિપીઠ પરિક્રમા ઉત્સવ, અંબાજી આસપાસના સ્થળો, ગબ્બર જ્યોત અખંડ દર્શન, ઓનલાઈન સુવર્ણદાન, ઓનલાઈન જનરલ ડોનેશન, જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આગામી સમયમાં ઓનલાઈન શોપ અને ઘરે બેઠા માં અંબાનો પ્રસાદ અને અન્ય ધાર્મિક ચીજ વસ્તુઓ મળી રહે તેવી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

શક્તિ ઉપાસનાનો અતુલ્ય અવસર પ્રાપ્ત થઇ શકશે

માં અંબાના ભક્તોને ટેકનોલોજીના માધ્યમથી શક્તિ ઉપાસનાનો અતુલ્ય અવસર પ્રાપ્ત થઇ શકશે. કલેકટરશ્રી બનાસકાંઠા ,દાંતા પ્રાંત અધિકારીશ્રી અને અંબાજી મંદિરના વહીવટદારના માર્ગદર્શન હેઠળ અનેક બેઠકો, સૂચનો દ્વારા આ વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે.

૩૬૧ માર્કેટિંગ કંપની દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે

અંબાજી મંદિરના ઇન્ફર્મેશન ટેકનોલોજી વિભાગ દ્વારા અને ૩૬૧ માર્કેટિંગ કંપની દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.અંબાજી મંદિરના સોશિયલ મીડિયાને પણ અપડેટ કરી માં અંબાના ભાવિક ભક્તોને ટેકનોલોજીથી જોડાવાનો વિશેષ પ્રયત્ન કરેલ છે. પોષી પૂનમ માતાજીના પ્રાગટ્ય દિન અને ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૪ પહેલા વેબસાઈટને નવીન થીમ, ટેકનોલોજી અને સુવિધાઓ સાથે કાર્યરત કરવામાં આવેલ છે.

આ પણ વાંચો - AHMEDABAD: મહારાષ્ટ્ર સમાજના શતાબ્દી મહોત્સવનું આયોજન

Tags :
Advertisement

.

×