Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ક્રાઇમ બ્રાન્ચે નિકોલ વિસ્તારમાં થયેલી વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલી હત્યારાની ધરપકડ કરી

અમદાવાદના નિકોલ વિસ્તારમાં થયેલી એક વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો છે. વૃદ્ધની હત્યા કરનારા હત્યારાની પોલીસે ધરપકડ કરી છે. મૃતક વૃદ્ધ પોતાના ઘરેથી ચાલીને ટીફીન આપવા જતા હતા તે સમયે અજાણ્યા શખ્સે છરીના ઘા માર્યા હતા અને સારવાર દરમ્યાન વૃદ્ધનું મોત...
ક્રાઇમ બ્રાન્ચે નિકોલ વિસ્તારમાં થયેલી વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલી હત્યારાની ધરપકડ કરી
Advertisement

અમદાવાદના નિકોલ વિસ્તારમાં થયેલી એક વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો છે. વૃદ્ધની હત્યા કરનારા હત્યારાની પોલીસે ધરપકડ કરી છે. મૃતક વૃદ્ધ પોતાના ઘરેથી ચાલીને ટીફીન આપવા જતા હતા તે સમયે અજાણ્યા શખ્સે છરીના ઘા માર્યા હતા અને સારવાર દરમ્યાન વૃદ્ધનું મોત નિપજ્યું હતું. હત્યાનો ભેદ ઉકેલવા નિકોલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હત્યાનો ભેદ ઉકેલી હત્યારાની ધરપકડ કરી છે. જોકે એવું તો શું થયું હશે કે ચાલીને જઈ રહેલા આ વૃદ્ધની હત્યા કરવામાં આવી અને કોણ છે આ હત્યારો.. આવો જાણીએ...

અમદાવાદમાં તારીખ 25 જૂનના રાતના સમયે નિકોલમાં વિસ્તારમાં એક વૃદ્ધની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. નિકોલમાં જ રહેતા અને ટીફીન સર્વિસનું કામ કરતા શ્યામસુંદર નામના વૃદ્ધ પોતાના ઘરેથી ટીફીન આપવા ચાલીને જઈ રહ્યા હતા તે સમયે મંગલપાંડે હોલ પાસે અજાણ્યા વ્યક્તિએ વૃદ્ધને છરીના ઘા માર્યા હતાં. જોકે આ બનાવ ત્યાંથી પસાર થતા લોકો જોઈ જતાં તાત્કાલિક એ વૃદ્ધને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. હત્યાના બનાવની જાણ થતાં નિકોલ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ દ્વારા હત્યારાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગઇકાલે ક્રાઇમ બ્રાન્ચે હત્યારાની ધરપકડ કરી છે. પોલીસે હત્યારાની પૂછપરછ કરતાં સામે આવ્યું છે કે હત્યારાનું નામ મનોજ ઉર્ફે લલ્લુ પટણી છે.

Advertisement

જણાવી દઇએ કે, મનોજ 25 તારીખે રાત્રે તેના મિત્ર હિતેશ ઉર્ફે ભોલાને મળવા ગયો હતો અને બંને રિક્ષામાં બેઠા હતાં. મનોજે હિતેશ પાસે બહાર ફરવા જવું હોવાથી 5 હજાર રૂપિયા માંગ્યા હતા. જોકે મિત્ર હિતેશે પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. જેથી આવેસમાં આવીને મનોજ ત્યાંથી પસાર થઈ રહેલા શ્યામસુંદર નામના રાહદારીને છરીના ઘા માર્યા હતા. મનોજનો ઈરાદો એવો હતો કે તે કોઈ પણ વ્યક્તિ ઉપર હુમલો કરશે અને તેના મિત્ર હિતેશ પર પોતાની રોફ જમાવશે, અને જો પોલીસ પકડશે તો હુમલો તેના મિત્ર હિતેશ દ્વારા કરવામાં આવ્યો હોવાનું જણાવી દેશે.

Advertisement

મનોજ ને તેના મિત્ર હિતેશ 5 હજાર રૂપિયા આપ્યા નહીં તે જ કારણથી મનોજે રોફ જમાવવા રાહદારી વૃદ્ધ પર હુમલો કર્યો હતો. જોકે પોલીસ પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે અગાઉ આરોપી મનોજે હિતેશ પાસે રૂપિયાની ત્યારે આપ્યા હતા અને તે રૂપિયા મનોજે પણ હિતેશને પરત કરી આપ્યા હતા. જેથી આ વખતે હિતેશ પૈસા આપવાના નાં પાડતા મનોજને ગુસ્સો આવ્યો હતો. પોલીસને એવું પણ જાણવા મળ્યું છે કે વૃદ્ધ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે આરોપી મનોજ નશો કરેલી હાલતમાં હતો. આ ઉપરાંત મનોજ ઉપર ભૂતકાળમાં પણ અનેક ગુનાઓ નોંધાઈ ચુક્યા છે અને પાસાની સજા પણ ભોગવી ચુક્યો છે. હાલતો પોલીસે મનોજની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - સામાન્ય ઝઘડાના સમાધાનમાં વેજલપુરના ફતેવાડીમાં એક વ્યક્તિની સરેઆમ હત્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ – પ્રદિપ કચીયા

Tags :
Advertisement

.

×