Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મામાની 20 વર્ષીય દીકરીને ગર્ભવતી બનાવી,પાપ છુપાવવા નવજાત બાળકીને જીવતી દાટી દીધી

અહેવાલઃ ઉદય જાદવ,સુરત  કામરેજના ઘલા ગામે રહી ખેમજૂરી કરતા મામા ફોઈના દીકરા અને દીકરીએ શારીરિક સંબંધ બાંધતા યુવતીએ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો.બાદમાં બંને પરિવારે પાપ છુપાવવા નવજાત બાળકીને જીવતી દાટી દઈ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.સમગ્ર ઘટનાની જાણ...
મામાની 20 વર્ષીય દીકરીને ગર્ભવતી બનાવી પાપ છુપાવવા નવજાત બાળકીને જીવતી દાટી દીધી
Advertisement

અહેવાલઃ ઉદય જાદવ,સુરત 

કામરેજના ઘલા ગામે રહી ખેમજૂરી કરતા મામા ફોઈના દીકરા અને દીકરીએ શારીરિક સંબંધ બાંધતા યુવતીએ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો.બાદમાં બંને પરિવારે પાપ છુપાવવા નવજાત બાળકીને જીવતી દાટી દઈ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.સમગ્ર ઘટનાની જાણ યુવતીના ભાઈને થતા તેણે કામરેજ પોલીસ મથકે ફરિયાદ કરતા કામરેજ પોલીસ ઘલા ગામે દોડી જઈ ગૌચરની જમીનમાં દાટેલી મૃત નવજાત બાળકીને બહાર કાઢી હતી.કામરેજના ઘલા ગામ ખાતે પીન્ટુભાઈની વાડીમાં રહેતા અને મૂળ ભાવનગર જિલ્લાના વતની જયવત બારૈયા પિતા કનુભાઈ માતા ગજરાબેન, અને ભાઈ જીતુ તેમજ 20 વર્ષીય વર્ષાબેન સાથે રહી મજૂરી કામ કરે છે.પરિવારમાં 20 વર્ષીય બહેન વર્ષાને 26 મી મે ના રોજ પેટમાં દુખાવો ઉપડતા તેને તડકેશ્વર ખાતેની શીફા હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવાય હતી.જ્યાં ડોકટરે સોનોગ્રાફી કરતા બહેન વર્ષાને નવેક માસનો ગર્ભ હોવાનું તારણ આવ્યું હતું.વર્ષાને તેના ભાઈ જયવંતે ગર્ભ ધારણ વિશે પૂછતાં તેણે ઘલા ગામમાં જ રહી ખેતમજૂરી કરતા ફુવાના છોકરા મુનેશ સાથે બાંધેલા શારીરિક સંબંધના કારણે ગર્ભ હોવાનું કહ્યું હતું.

Advertisement

Advertisement

બીજી તરફ ઘલા ગામ ખાતે અશોકભાઈની વાડીમાં રહેતા અને મૂળ મહુવા તાલુકાના વતની ફુવા પ્રતાપભાઈ ગોહિલ,ફોઈ ધનુબેન તેમજ તેમનો પુત્ર મૂનેશ ઉર્ફે મુન્નો પ્રતાપ ગોહીલ સાથે પારિવારિક સંબધ હોય તેઓ એકબીજાના ઘરે આવતા જતા હતા.બહેન વર્ષા ફુવાના દીકરા મુનેશ દ્વારા ગર્ભવતી બનતા જયવંતે તેની ફોઈ ધનુબેનને વાત કરતા તેઓ જયવંતના ઘરે ગયા.રાતના નવેક વાગ્યે વર્ષાને પેટમાં દુખાવો ઉપડતા ઘલા ગામના મધુ ઉર્ફે મધલીબેન નામના દાયણ મારફતે પ્રસૂતિ કરાવતા વર્ષાને બાળકી અવતરી હતી.બાદમાં રાત્રે એક વાગ્યાના આસપાસ નવજાત બાળકીને લઈ વર્ષાના પિતા કનુભાઈ,ફોઈ ધનુબેન અને ફોઈનો દીકરો મુનેશ ઉર્ફે મુન્નો પ્રતાપભાઈ ગોહિલ સહિત ત્રણેયે ઘલા ગામની ગૌચરની જમીનમાં ખાડો ખોદી નવજાત બાળકીને જીવતી દાટી દીધી હતી.

બાદમાં ત્રણેય જયવંતના ઘરે જતા જયવંતે નવજાત બાળકી વિશે પૂછતાં તેમણે બાળકીને જીવતી દાટી દીધી હોવાનું જણાવ્યું હતું.સમગ્ર ઘટના અંગે જયવંત બારૈયાએ કામરેજ પોલીસ મથકે ગુનો નોંધવતા કામરેજ પોલીસે ગુનામાં સામેલ (1) કનુ કાબાભાઈ બારૈયા ઉ.વ 49 હાલ રહે.પીન્ટુભાઈ ની વાડીમાં ઘલા ગામ મૂળ રહે.શેવડી વદર જી.ભાવનગર(2) મુનેશ ઉર્ફે મુન્નો પ્રતાપભાઈ ગોહિલ ઉ.વ 28 હાલ રહે.અશોક ભાઈની વાડીમાં ઘલા ગામ મૂળ રહે. ગળથર જી.ભાવનગર(3) ધનુબેન પ્રતાપભાઈ ગોહીલ ઉ.વ 48 હાલ રહે.અશોક ભાઈની વાડીમાં ઘલા ગામ મૂળ રહે.ગળથર તા ભાવનગરની અટક કરી હતી.

Tags :
Advertisement

.

×