Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર, ભરૂચમાં બ્રિજની અંદર પ્રેમી પંખીડાઓના કૃત્યમાં તંત્ર નહિવત જાગ્યું....

ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર : ભરૂચની પવિત્ર નર્મદા નદી ઉપર નેશનલ હાઇવે ઓથોરિટીની હદમાં આવતા ત્રણ બ્રિજની અંદર ગંભીર પ્રકારના કૃત્યો થતા હોવાનો પર્દાફાશ. આ બાદ નેશનલ હાઈવે ઓથોરીટીએ દેખાવા પૂરતી કામગીરી કરી હતી. તેમ ત્રણ બ્રિજ પૈકી માત્ર કેબલ...
ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર  ભરૂચમાં બ્રિજની અંદર પ્રેમી પંખીડાઓના કૃત્યમાં તંત્ર નહિવત જાગ્યું
Advertisement
ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર : ભરૂચની પવિત્ર નર્મદા નદી ઉપર નેશનલ હાઇવે ઓથોરિટીની હદમાં આવતા ત્રણ બ્રિજની અંદર ગંભીર પ્રકારના કૃત્યો થતા હોવાનો પર્દાફાશ. આ બાદ નેશનલ હાઈવે ઓથોરીટીએ દેખાવા પૂરતી કામગીરી કરી હતી. તેમ ત્રણ બ્રિજ પૈકી માત્ર કેબલ બ્રિજના ગુપ્ત દરવાજા બંધ કરી જૂનો સરદાર અને નવો સરદાર બ્રિજ હજુ પણ પ્રેમી પંખીડાઓ માટે ખુલ્લો રાખવામાં આવતા અનેક સવાલો ઊભા થઈ ગયા છે.
ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર

ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર

સમગ્ર અહેવાલો ગુજરાત ફર્સ્ટમાં પ્રકાશિત થતા દેખાઈ અસર 

ભરૂચ નેશનલ હાઈવે 48 ઉપર ભરૂચ અંકલેશ્વરને જોડતા ત્રણ બ્રિજ વાહન વ્યવહાર માટે કાર્યરત છે. જેમાં જુનો સરદાર બ્રિજ અને નવો સરદાર બ્રિજ તથા હાલ કેબલ બ્રિજ પણ વાહન વ્યવહારથી ધમધમી રહ્યો છે. પરંતુ આ ત્રણ બ્રિજની અંદર ગુપ્ત જગ્યામાં પ્રેમી પંખીડાઓ માટે આશ્રય સ્થાન બની ગયું છે. અને સમગ્ર અહેવાલો પણ મીડિયામાં પ્રકાશિત થતાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ પણ દેખાવા પૂરતી કામગીરી કરી હોય, તેમ માત્ર કેબલ બ્રિજના ગુપ્ત દરવાજા બંધ કરી સંતોષ માન્યો છે.
હજુ પણ આ વિસ્તારમાં પ્રેમી પંખીડાઓના દુષણો દૂર કરવાની માંગ પણ મંદિરના મહંતોએ ઉઠાવી છે જોકે મંદિરના મહંતો નર્મદા નદીના કાંઠે આવતા પ્રેમી પંખીડાઓને ટોકે તો તેમની સાથે ઝઘડો કરતા હોય અને મારા મારી શુદ્ધ કરતા હોય અને મારી નાખવાની ધમકી પણ આપતા હોવાના આક્ષેપો પણ મંદિરના મહંતો કરી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટના સમગ્ર અહેવાલ પ્રકાશિત થતા નેશનલ હાઇવે ઓથોરિટી એ પણ ત્રણ બ્રિજ પૈકી કેબલ બ્રિજના ગુપ્ત દરવાજા બંધ કરી સંતોષ માની લીધો છે. જોકે આ સમગ્ર અહેવાલ બાદ નેશનલ હાઈવે ઓથોરિટી નો સંપર્ક કરવાનું પ્રયાસ કરતા ભરૂચની ઓફિસ બંધ કરી દેવામાં આવી હોય અને ઓફિસને કામરેજ લઈ જવામાં આવી હોવાનું જૂની ઓફિસ પરથી જાણવા મળ્યું છે. પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી શંકાના દાયરામાં હોય અને બ્રિજની ગુપ્ત જગ્યાઓ કુટણખાના ચલાવવા માટે આપવામાં આવી હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.
ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ કેબલ બ્રિજના ગુપ્ત દરવાજા બંધ કરાયા. પરંતુ તેની બાજુમાં જ રહેલા જુના અને નવા સરદાર બ્રિજ હજુ પણ પ્રેમી પંખીડાઓ માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે. જેના કારણે આ બ્રિજમાં અઘટીત ઘટના બને અથવા ગેંગરેપ જેવી ઘટના બને અથવા તો બ્રિજને નુકસાન કરવાના હેતુથી અસામાજિક તત્વો દ્વારા ગંભીર પ્રકારનું કૃત્ય કરવામાં આવે તો તેનો જવાબદાર કોણ પરંતુ હાલ તો નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી પણ શંકાના દાયરામાં આવી ગઈ છે.
દિનેશ મકવાણા ભરૂચ
Advertisement
Tags :
Advertisement

.

×