Rakesh Rajdev : કેલિફોર્નિયામાં રાકેશ રાજદેવના ઘરે હુમલાની ઘટના ખોટી, પત્નીએ કરી સ્પષ્ટતા!
- USના કેલિફોર્નિયામાં Rakesh Rajdev ના નિવાસસ્થાને હુમલાની વાત ખોટી
- રાકેશભાઈ રાજદેવના પત્ની રૂપલબેને હુમલાની વાત ગણાવી ખોટી
- "મારા પતિના કેલિફોર્નિયા નિવાસસ્થાને હુમલાના સમાચાર પાયાવિહોણા"
- આ સમાચારથી પરિવાર, શુભચિંતકો, મિત્રો, સ્નેહીજનો ચિંતિતઃ રૂપલબેન
- આ માત્ર અફવા છે, કેલિફોર્નિયામાં રાકેશભાઈનું કોઈ ઘર જ નથીઃ રૂપલબેન
Rajkot : અમેરિકાનાં (America) કેલિફોર્નિયામાં રાજકોટનાં રાકેશ રાજદેવના (Rakesh Rajdev) નિવાસસ્થાને હુમલા થયો હોવાનાં સમાચાર વહેતા થયા હતા. જો કે હવે, રાકેશભાઈ રાજદેવના પત્ની રૂપલબેને આ મામલે સ્પષ્ટતા કરી છે અને હુમલા થયાની વાતને તદ્દન ખોટી ગણાવી છે. તેમણે જાહેર સ્પષ્ટતા કરતા લખ્યું કે, "મારા પતિના કેલિફોર્નિયા (California) નિવાસસ્થાને હુમલાના સમાચાર પાયાવિહોણા છે. આ સમાચારથી પરિવાર, શુભચિંતકો, મિત્રો, સ્નેહીજનો ચિંતિત થયા છે. આ માત્ર અફવા છે, કેલિફોર્નિયામાં રાકેશભાઈનું કોઈ ઘર જ નથી. સોશિયલ મીડિયા પર ફેક મેસેજના કારણે ખોટા સમાચાર વહેતા થયા છે. ખોટા સમાચાર કાનૂની કાર્યવાહીને આમંત્રણ આપે છે તેની નોંધ લેવી. તમામ સમાચાર માધ્યમો સત્ય હકીકત જાહેર કરે તેવી વિનંતી છે."
આ પણ વાંચો - Ahmedabad : સુભાષબ્રિજમાં ગંભીર તિરાડ, વાહન વ્યવહાર માટે આગામી પાંચ દિવસ બંધ
Rakesh Rajdev ના પત્નીએ હુમલાની વાત ખોટી ગણાવી
US ના કેલિફોર્નિયામાં રાકેશ રાજદેવના (Rakesh Rajdev) ઘર કેટલાક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનાં સમાચાર થોડા સમય પહેલા વહેતા થયા હતા. જો કે, હવે આ મામલે રાકેશભાઈ રાજદેવના પત્ની રૂપલબેને જાહેર સ્પષ્ટતા કરી હુમલાની વાત ખોટી ગણાવી છે. તેમણે જણાવ્યું કે, મારા પતિના કેલિફોર્નિયા નિવાસસ્થાને હુમલાના સમાચાર તદ્દન પાયાવિહોણા છે. આવા ખોટા સમાચારથી મારા પરિવાર, શુભચિંતકો, મિત્રો, સ્નેહીજનો ચિંતિત થયા છે.
આ પણ વાંચો - Bharuch: હિન્દુ મહિલા પર દુષ્કર્મ આચરનાર મૌલવીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું, જાણો સમગ્ર ઘટના
'આ માત્ર અફવા છે, કેલિફોર્નિયામાં રાકેશભાઈનું કોઈ ઘર જ નથી'
તેમણે આગળ જણાવ્યું કે, આ માત્ર અફવા છે, કેલિફોર્નિયામાં રાકેશભાઈનું કોઈ ઘર જ નથી. સોશિયલ મીડિયા પર ફેક મેસેજનાં કારણે ખોટા સમાચાર વહેતા થયા છે. ખોટા સમાચાર કાનૂની કાર્યવાહીને આમંત્રણ આપે છે તેની નોંધ લેવી. આ સાથે તેમણે તમામ સમાચાર માધ્યમો સત્ય હકીકત જાહેર કરે તેવી વિનંતી પણ કરી છે.
આ પણ વાંચો - “એકપણ વીજ કર્મચારીનો જીવ ના જવો જોઈએ”: ઋષિકેશ પટેલ નો ઝીરો અકસ્માત મહાસંકલ્પ