ધીરધારના લાયસન્સ ઉપર પુત્રને પાવર એટર્ની કરી આપતા માતાનું જ લાઇસન્સ રદ
ભરૂચ જિલ્લામાં વ્યાજખોરી અને ઊંચા વ્યાજે રૂપિયા ફેરવતા વ્યાજખોરો ઉપર ચાલેલી ડ્રાઇવમાં ઘણા દેવાદારો માટે આ ડ્રાઈવ આર્શીવાદરૂપ સાબિત થઈ છે ત્યારે ભરૂચમાં તો માતાના લાઇસન્સ ઉપર ગેરકાયદેસર પાવર એટર્ની મેળવી પુત્ર વ્યાજખડી કરતો હોવાના પ્રકરણમાં પુત્ર સામે ખંડણી અને વ્યાજખોરીના ૨ ગુના દાખલ થતાં માતાનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે
ભરૂચ જિલ્લામાં નાણા ધીરધાર શાહુકારોના નિબંધક અને જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળીઓ ભરૂચની કચેરી બહુ મારી બિલ્ડીંગ માંથી નાણાં ધીરધાર લાઇસન્સ અંગેનો એક હુકમ કરવામાં આવ્યો છે જેમાં લાઇસન્સ ધારક દીનાબેન રમેશચંદ્ર મોદીએ 28 /1/ 2019 થી પુત્રને કુલમુખત્યારનામું( પાવર એટર્ની) લખી આપી ધંધો કરી શકાય કે કેમ તે બાબતનો અભિપ્રાય ભરૂચ શહેર એ ડિવીઝન પોલીસ સ્ટેશન તરફથી માંગવામાં આવ્યો હતો લાઇસન્સ ધારક દીનાબેન રમેશચંદ્ર મોદીને વારંવાર નોટિસ આપવા છતાં હાજર ન રહેતા અને સતત કચેરીમાં ગેરહાજર રહેતા તારીખ 28 /3/ 2023ના રોજ આખરી સુનવણીની નોટિસ આપી 1/4/2023 ના રોજ જરૂરી સુનાવણી અર્થે હાજર રહેવા નોટિસ પાઠવવામાં આવેલ જેમાં તેઓ ગેરહાજર રહ્યા હતા જેના પગલે નાણાં ધીરધાર પત્રક નિયત નમુના 11 ઉપર પાવર એટર્નીના કરી રજૂ કરેલ હોય સબ આમુખ કલમ ચાર પાંચ છ થી પરવાનેદાર દિનાબેન રમેશચંદ્ર મોદીને સહકાર ધારાની કલમ પાંચ એકના ઉલ્લંઘન બદલ લાઇસન્સ રદ કરવામાં આવે છે તે અંગેનો હુકમ કરવામાં આવ્યો છે
ખંડણીના ૨ ગુનામાં ઝડપાયેલો અંકિત મોદી ૧ દિવસ રિમાન્ડ ઉપર..
માતાના લાઇસન્સ ઉપર ઊંચા વ્યાજે રૂપિયા ફેરવતો અંકિત મોદી કે જેને કરોડપતિ બનવાનું સપનું જોયું હતું. પરંતુ કરોડપતિ બનવાના સપનામાં જેલ જોવાનું સપનું હકીકતમાં ફેરવાઈ ગયું છે અને ભરૂચ રૂરલ પોલીસ અને એ ડિવિઝન પોલીસ મથકમાં ખાંડળી અને વ્યાજખોરીના ગુનામાં ધરપકડ થતા એ ડિવિઝન પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતા એક દિવસનું રિમાન્ડ મંજૂર થયો છે ફરિયાદીનો ઓફિસનું પ્રિન્ટર અને અગત્યના દસ્તાવેજ મેળવવા માટે રિમાન્ડ મંજૂર થયા હોય તેવી માહિતી સામે આવી છે
પોલીસે માંગેલા અભિપ્રાય અને અંકિત મોદી સામે સંખ્યાબંધ ફરિયાદો હોવાના કારણે લાયસન્સ રદ કરાયું છે.. પી.બી કણકોટિયા અધિકારી
કોઈપણ લાયસન્સ ધારક પોતાનું લાયસન્સ પાવર એટર્ની કરી કોઈને ઉપયોગ કરવા આપી શકે નહીં જે ગેરકાયદેસર છે લાયસન્સ ધારક દીનાબેન મોદીએ પાવર એટર્ની કરી તેના દીકરાને પાવર આપ્યો હોય તેવી ઘટના સામે આવી હતી અને અંકિત મોદી સામે સંખ્યાબંધ ફરિયાદો હતી અને પોલીસ દ્વારા પણ આ અંગેનો અભિપ્રાય માંગવામાં આવ્યો હતો જેના કારણે લાઇસન્સ ધારક દીનાબેન મોદીનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે
અહેવાલ -દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો- ટેક્સટાઇલ માર્કેટમાં મંદીનું ગ્રહણ, કાપડ મિલોમાં બે દિવસની રજા, ઉત્પાદનમાં 40 ટકાનો કાપ


