ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પરિણીતાએ લગ્નની ના પડતા પ્રેમીએ ભર્યું આ પગલું

સુરત ના વેસુ વિસ્તારમાં પતિ પત્ની અને વો નો કરુણ અંજામ સામે આવ્યો છે.પરણિત પ્રેમિકા એ પ્રેમી સાથે લગ્ન કરવા માટે ઇન્કાર કરતા પ્રેમી એ પરિણીતાને લાકડાના ફટકા મારી પતાવી દીધી છે..સમગ્ર મામલે પોલીસે હત્યા નો ગુન્હો નોંધી વધુ તપાસ...
09:47 PM May 10, 2023 IST | Hiren Dave
સુરત ના વેસુ વિસ્તારમાં પતિ પત્ની અને વો નો કરુણ અંજામ સામે આવ્યો છે.પરણિત પ્રેમિકા એ પ્રેમી સાથે લગ્ન કરવા માટે ઇન્કાર કરતા પ્રેમી એ પરિણીતાને લાકડાના ફટકા મારી પતાવી દીધી છે..સમગ્ર મામલે પોલીસે હત્યા નો ગુન્હો નોંધી વધુ તપાસ...

સુરત ના વેસુ વિસ્તારમાં પતિ પત્ની અને વો નો કરુણ અંજામ સામે આવ્યો છે.પરણિત પ્રેમિકા એ પ્રેમી સાથે લગ્ન કરવા માટે ઇન્કાર કરતા પ્રેમી એ પરિણીતાને લાકડાના ફટકા મારી પતાવી દીધી છે..સમગ્ર મામલે પોલીસે હત્યા નો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

સુરતના વેસુ વિસ્તાર માં 35 વર્ષીય વૈશાલીબેન રવિભાઇ રાઠોડ ની હત્યા કરી દેવામાં આવતા પોલીસ દોડતી થઇ હતી.મૃતક મહિલા પરિણીત હતી.પોલીસે ફૂટપાથ પર પડેલ મહિલાની લાસ નો કબ્જો લઈ પી એમ અર્થે ખસેડી હતી, મહિલા ની હત્યા કોણે કરી તેની તપાસ કરવામાં આવતા ઘટસ્ફોટ થયો હતો,આ અંગે ડીસીપી સાગર બાગમાર એ જણાવ્યું હતું કે પરણિતા મહિલા ના પ્રેમી એજ આ હત્યા કરી છે.હત્યા કરી પ્રેમી ફરાર થઈ ગયો હતો.મહિલા ની લાશ મળતા પોલીસે તપાસ શરૂ કરતાં પોલીસ ને બાતમી મલી હતી જેના આધારે પોલીસે હત્યારા પ્રેમી ની ધરપકડ કરી છે.મૃતક મહિલા ને ત્રણ સંતાનો છે.

આરોપી ક્રુણાલ ઉર્ફે પપ્પુના વૈશાલી સાથે પ્રેમ સંબંધ હતા. અને તેમના પ્રેમ સંબંધની જાણ થતા તેનો પતિ બે મહિનાથી અલગ રહેતો હતો. કૃણાલે વૈશાલી સાથે બળ જબરીથી લગ્ન કરવાનો પ્રયાસ કર્યો હતો, વૈશાલીએ લગ્નની ના પાડતા આરોપી એ તેને વહેલી સવારે બોલાવી એક લાકડાના ફટકા વડે ઉપરા છાપરી માથાના ભાગે, ડાબી બાજુના કાન ઉ૫૨ તથા કાન પાસે ફટકા વડે જીવલેણ ઘા મારી હત્યા કરી હતી. જેની આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.હાલ પોલીસે આરોપી ના એક દિવસ ના રિમાન્ડ મેળવ્યા છે.સાથે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે..

 

અહેવાલ -રાબિયા સાલેહ ,સુરત

આ પણ  વાંચો- કેનેડામાં રહેતી પુત્રીને મળવા જતાં ડભોઇના વેપારીને પ્લેનમાં આવ્યો હાર્ટ એટેક

Tags :
dead womanLoverMarital murderpoliceSuratVesu area
Next Article