કાલે વાવની હાઇવોલ્ટેજ બેઠકનું પરિણામ, 23 રાઉન્ડના અંતે ખબર પડશે મતદારોનો મિજાજ
- BJP- કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ
- હાઇવોલ્ટેજ મતગણતરી પર છે સમગ્ર ગુજરાતની નજર
- ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ તો માવજી પટેલ માટે જીવન મરણનો સવાલ
ગાંધીનગર : બનાસકાંઠાની વાવ વિધાનસભાની હાઇવોલ્ટેજ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ જાહેર થશે. આવતીકાલે એટલે કે 23 નવેમ્બરે શહેરના જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં શનિવારે કૂલ 23 રાઉન્ડની મતગણતરી બાદ પરિણામ જાહેર થશે.
આવતી કાલે ખબર પડશે મતદારોનો મિજાજ
બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું આવતીકાલે 23 નવેમ્બર, 2024 ના રોજ પરિણામ જાહેર થવાનું છે. આગામી 23 નવેમ્બરે કૂલ 23 રાઉન્ડની મતગણતરી થવાની છે. તેમાં જોવું પડશે કે, આવતીકાલે યોજાનારી હાઇવોલ્ટેજ ડ્રામાનો અંત આવશે. કોંગ્રેસ અને ભાજપ માટેઆ પ્રતિષ્ઠાનો જંગ છે તો અપક્ષ ઉમેદવાર માવજી પટેલ માટે પ્રતિષ્ઠા ઉપરાંત જીવન અને મોતનો સવાલ છે. આ તેમના જીવનની અંતિમ ચૂંટણી હશે. વાવની ધારાસભા પર અનેક દિગ્ગજ નેતાઓનાં ભવિષ્ય ટકેલા છે.
આ પણ વાંચો : Junagadh: ગાદીનો વિવાદ વકર્યો, હરિગીરીએ મહંત બનવા 8 કરોડ આપ્યા - મહેશગીરીનો આરોપ
70.54 ટકા જેટલું મતદાન
બનાસકાંઠા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું 13 નવેમ્બરે મતદાન આયોજીત થયું હતું. જેમાં ભાજપ દ્વારા પોતાનું તમામ જોર લગાવી દેવાયું હતું. મુખ્યમંત્રીથી માંડીને તમામ સમાજના આગેવાનો સહિતના નેતા અને મંત્રીઓને પ્રચારમાં લગાવી દેવાયા હતા. જેના પગલે બમ્પર 70.54 ટકા મદતાન થયું હતું. મતદાન બાદ તમામ ઇવીએમ જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે એસઆરપી અને બીએસએફની નજર હેઠળ મશીન રાખવામાં આવ્યા હતા.
વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખીયો જંગ
વાવ વિધાનસભા પેટા ચૂંટણીના ત્રિપાંખીયા જંગના પગલે રાજકીય રંગ ખુબ જ જામ્યો છે. આ ત્રિપાંખીયા જંગમાં ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર તો કોંગ્રેસ તરફે ગુલાબસિંહ રાજપુત અને અપક્ષ તરીકે ભાજપના જ દિગ્ગજ નેતા માવજી પટેલ ચૂંટણી મેદાને હતા. હાલ તો આ ત્રિપાંખીયા જંગના કારણે વાવ વિધાનસભા ખુબ જ રસપ્રદ બની છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં લાગુ પડી શકે છે રાષ્ટ્રપતિ શાસન, એક નહીં અનેક કારણોથી આ કરવું પડે તેવી શક્યતા


