Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઝાલોદમાં તકરાર ઉગ્ર થતાં જમાઇએ કરી સાસુની હત્યા 

અહેવાલ--સાબીર ભાભોર, દાહોદ ઝાલોદ તાલુકા ના પીપલેટ ખાતે સાસરીમાં પત્નિ ને લેવા ગયેલા જમાઈ એ તકરાર થતા સાસુ - સસરા ઉપર જીવલેણ હુમલો કરતા સાસુનું કરૂણ મોત થયું છે જ્યારે સસરા ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ ખસેડાયા છે. પત્ની સાથે અણબનાવ...
ઝાલોદમાં તકરાર ઉગ્ર થતાં જમાઇએ કરી સાસુની હત્યા 
Advertisement
અહેવાલ--સાબીર ભાભોર, દાહોદ
ઝાલોદ તાલુકા ના પીપલેટ ખાતે સાસરીમાં પત્નિ ને લેવા ગયેલા જમાઈ એ તકરાર થતા સાસુ - સસરા ઉપર જીવલેણ હુમલો કરતા સાસુનું કરૂણ મોત થયું છે જ્યારે સસરા ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ ખસેડાયા છે.
પત્ની સાથે અણબનાવ હતો
દાહોદ જિલ્લામાં ગુનાખોરીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અલગ અલગ વિસ્તાર માં છેલ્લા ત્રણ દિવસમાં ચાર લોકોની હત્યાથી ચકચાર મચી ગઇ છે. દાહોદના ગોદી રોડ ખાતે આવેલ સિગ્નલ ફળિયામાં રહેતા બીજલ કલમી ને છેલ્લા ઘણાય સમયથી પોતાની પત્ની સાથે અણબનાવ હતો અને અવારનવાર કંકાસના કારણે તેની પત્ની રીસાઈને પિયર જતી રહેતી હતી થોડા દિવસ પહેલા પણ પતિ પત્ની વચ્ચે તકરાર થતા પત્ની ઈજાગ્રસ્ત થઈ હતી અને સારવાર બાદ પિયર લઈ ગયા હતા અને બંને વચ્ચે સમાધાન પછી  પત્ની ને પિયરમાં જ રાખી હતી
સાસુ-સસરા પર હુમલો કરતા સાસુનું મોત 
 જેને પગલે કંકાસનું કારણ સાસુ સસરા હોવાનુ માની બીજલે સાસરીમાં જઈ રોષે ભરાઈ ને પોતાના સાસુ સસરા ઉપર હુમલો કર્યો હતો જેમાં સાસુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જ્યારે સસરાને પણ ઈજાઓ થતા દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયો હતો. બનાવ ને પગલે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક સહિતનો પોલીસ કાફલો ઘટનસ્થળે પહોંચ્યો હતો અને આરોપી જમાઈ બીજલ કલમી વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. બનાવમાં આરોપી પણ ઈજાગ્રસ્ત થતાં આરોપી બીજલને પણ દાહોદની ઝાયડસ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. ઉપરા ઉપરી જિલ્લા મા અલગ અલગ સ્થળે હત્યાના બનાવો થી જિલ્લામાં  ખળભળાટ મચી ગયો છે.
Tags :
Advertisement

.

×