Subsidized fertilizer: સબસિડીવાળા ખાતરમાં ચાલતી ગડબડી મામલે રાજ્ય સરકારે કરી મોટી કાર્યવાહી, 6 વિક્રેતાના લાયસન્સ રદ કર્યા
- ખાતરમાં (Subsidized fertilizer) ચાલતી ગડબડી મુદ્દે રાજ્ય સરકાર એકશનમાં
- 400 બોરી ખાતર બારોબાર વેચી મારવાના મામલે પોલીસ ફરિયાદ
- સરકારે 214 સંચાલકો ને શો કોઝ નોટિસ પાઠવી છે
સબસિડીવાળા ખાતર (Subsidized fertilizer) માં ચાલતી ગડબડી મામલે રાજ્ય સરકારે કરી મોટી કાર્યવાહી, ખાતરની 400 બોરી બારોબર વેચી નાંખવાના મામલે નોધાઇ પોલીસ ફરિયાદ કરી છે, સરકારે 214 સંચાલકો ને શો કોઝ નોટિસ પાઠવી છે. સરકારે આ મામલે 6 વિક્રેતાના લાયસન્સ રદ કર્યા છે, અને બે વેપારીઓના પરવાના રદ કર્યા છે.
Subsidized fertilizer મામલે સરકારે કરી મોટી કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે ખાતરની સબસિડીમાં રાજ્યમાં ચાલી રહેલા કૌભાંડ મામલે રાજ્ય સરકારે એકશન મોડમાં જોવા મળી હતી, બારોબાર ખાતર વેચી મારતી એજન્સીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, વડાલી મહેતા નામની એજન્સી સામે પણ ફરિયાદ નોંધાઇ છે. એજન્સીઓ દ્વારા 400 ખાતરની બોરીઓ બારોબાર વેચી નાંખવાનો મામલે સામે આવ્યા બાદ ગુજરાત સરકાર એકશન મોડમાં જોવા મળી હતી અને સત્વરે એજન્સીઓ સામે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા, અને જે એજન્સીઓએ આ કાંડ કર્યું છે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સબસિડીવાળા ખાતરમાં ચાલતી ગરબડ મુદ્દે રાજ્ય સરકાર એકશનમાં
ખાતર બારોબાર વેચી મારનારી એજન્સી સામે ફરિયાદ, અન્યોને નોટિસ
વડાલીની મહેતા મોટર્સે 400 બોરી ખાતર બારોબર વેચી મારતા ફરિયાદ
214 કેન્દ્રના સંચાલકોને પાઠવવામાં આવી શો કોઝ નોટિસ | Gujarat First#FertilizerScam #SubsidyFraud… pic.twitter.com/OW7uW8WWYp— Gujarat First (@GujaratFirst) August 18, 2025
Subsidized fertilizer મામલે સરકારે 6 વિક્રેતાના લાયસન્સ રદ કર્યા
નોંધનીય છે કે સબસિડીવાળા ખાતરમાં ચાલતી ગડબડીનો મામલો ઉજાગર થતા રાજય સરકારે એજન્સીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી, આ મામલે સરકારે 214 કેન્દ્રના સંચાલકોને શો કોઝ નોટિસ પાઠવી હતી,જ્યારે 54 કેન્દ્ર પર ખાતર વેચાણના ખોટા બિલ બન્યા હતા કે પછી બિલ બન્યા જ નહતા. આ સબસિડી ખાતર મામલે સઘન તપાસ કરવામાં આવતા 138 કેન્દ્ર પર ખાતરના સ્ટોકપત્રકમાં ગડબડી સામે આવી હતી. જયારે 117 કેન્દ્ર પર સ્ટોક પત્રક અને POS મશીનનો સ્ટોક મેચ ન થતું હોવાનું સામે આવ્યુ છે. અન્ય 119 કેન્દ્ર પર રજિસ્ટરમાં દર્શાવેલી બોરીઓ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. સઘન તપાસમાં એ પણ ખુલ્યું કે 101 કેન્દ્રના સંચાલકોએ ગોડાઉન કયાં છે તેની જાણ ન કરી હોવાનું બહાર આવ્યું. 214 ખાતરના કેન્દ્રો પર 529 ગરબડી હોવાનું બહાર આવ્યું છે. હાલમાં 18 જિલ્લાના કુલ 904 કેન્દ્રોની તપાસ પરિપૂર્ણ કરવામાં આવી છે. તપાસ દરમિયાન સરકારે મોટી કાર્યવાગી હાથ ધરી છે. 6 વિક્રેતાઓના લાયસન્સ સસ્પેન્ડ કરાયા હતા. જ્યારે બે વેપારીઓના પરવાના રદ કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Significant rainfall in Gujarat: રાજ્યના કુલ ૨૦૭માંથી ૭૬ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા સુધી ભરાયા


