સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી ઘરના ભોંયરામાં સંતાડેલો 4 લાખ 74 હજારનો દારૂ પકડી પાડ્યો
અહેવાલઃ પ્રદિપ કચીયા, અમદાવાદ
ગુજરાત રાજ્યમાં આમતો દારૂ બંધી છે. પરત્તું તેમ છતાં રાજ્યમાં અલગ અલગ શહેરોમાંથી SMCની ટીમ દ્વારા રેડ કરી દારૂ પકડવામાં આવતો હોય છે...ત્યારે વધુ એક વખત SMC દ્વારા અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાંથી 4 લાખ 74 હજારનો દારૂ પકડવામાં આવ્યો છે.
રાજ્યમાં દારૂ વેચતા બૂટલેગરો આજકાલ નવી-નવી મોડસઓપરેન્ડીથી દારૂને અલગ અલગ જગ્યા પર સંતાડતા હોય છે.તેવામાં અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં SMC દ્વારા એક બુટલેગરના ઘરે રેડ કરીને દેશી બનાવટના ઇંગ્લીશ દારૂની 2758 બોટલ અને 516 બિયરની ટીનનો જથ્થા કબજે કર્યો છે. આરોપી વિનોદ કાંતિલાલ રાણા અને દિલીપ મણીલાલ ડોડીયારે ઘરના રસોડામાં એક ગુપ્ત જગ્યા બનાવી અને ઘરના રૂમમાં એક ભોંયરું બનાવીને દારૂ સંતાડ્યો હતો.
SMCની આ રેડમાં અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા કેમકે આ પ્રકારે ઘરમાં ભોંયરું અને ખુફિયા જગ્યા બનાવીને દારૂ સંતાડવામાં આવ્યો હતો. SMC દ્વારા આ રેડ દરમિયાન 2 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે અને આ દારૂ ક્યાંથી લાવ્યા હતા અને અન્ય કેટલા લોકો તેમની સાથે જોડાયેલા છે તે અંગે તપાસ પણ તેજ કરી છે.


