Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat First ના અહેવાલ બાદ જાગ્યું તંત્ર, ઓખા બેટ દ્વારકામાં ચાલતી 16 બોટોને દંડ

વડોદરામાં હરણી દુર્ઘટના બાદ Gujarat First દ્વારા અલગ અલગ જિલ્લામાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. વડોદરા હરણી ગોઝારી ઘટનામાં 12 માસૂમ અને 2 શિક્ષિકા સહિત કુલ 14 ના મોત નીપજ્યા હતા. જે બાદ Gujarat First દ્વારા રિયાલિટી ચેકની કવાયત હાથ...
gujarat first ના અહેવાલ બાદ જાગ્યું તંત્ર  ઓખા બેટ દ્વારકામાં ચાલતી 16 બોટોને દંડ
Advertisement

વડોદરામાં હરણી દુર્ઘટના બાદ Gujarat First દ્વારા અલગ અલગ જિલ્લામાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. વડોદરા હરણી ગોઝારી ઘટનામાં 12 માસૂમ અને 2 શિક્ષિકા સહિત કુલ 14 ના મોત નીપજ્યા હતા. જે બાદ Gujarat First દ્વારા રિયાલિટી ચેકની કવાયત હાથ ધરવામાં આવી હતી. આ રિયાલિટી ચેકમાં ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી બોટોની ઘોર બેદરકારી સામે આવી હતી.

Gujarat First ના અહેવાલ બાદ જાગ્યું તંત્ર

ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટમાં યાત્રિકોની સલામતીનું સહેજ પણ ધ્યાન રાખવામાં આવતું ના હોવાનું જાણવા મળ્યું હતું. અને અહીં ઓખા બેટ દ્વારકામાં બોટની કેપેસિટી કરતાં પણ 3 થી 4 ગણા લોકોને બેસાડવામાં આવતા હતા. અને આ યાત્રિકોની સલામતી માટે તેમને લાઇફ સેફટી જેકેટ પણ પહેરાવવામાં આવતા ના હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારે આ અહેવાલને ધ્યાનમાં લઈને દ્વારકાનું તંત્ર જાગતું થયું છે.

Advertisement

16 જેટલી બોટને નિયમભંગને લઈને કરાઈ કાર્યવાહી

ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર ઓખા બેટ દ્વારા ખાતે જોવા મળી રહી છે. અહીં ઓખામાં બેટ દ્વારકા ખાતે ચાલતી બોટોને દંડ ફટકારવામાં આવ્યો છે. અહીં 16 જેટલી બોટોને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. અને આ 16 બોટોની માન્યતા રદ કરવામાં આવી છે. સાથે જ તેમણે 500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

Advertisement

યાત્રિકોની સલામતીને લઈને GMB દ્વારા કરાઈ કાર્યવાહી

ઓખા બેટ દ્વારકા ખાતે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં લઈને GMB દ્વારા 16 બોટો વિરુદ્ધ કડક કારયાહી કરવામાં આવી છે. GMB દ્વારા ઓખા બેટ દ્વારકા ખાતે યાત્રિકોની સલામતી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં જાણવા મળી આવ્યું કે બોટ કિનારે પોહચે તે પહેલા જ લાઇફ જેકેટ યાત્રિકો પાસેથી ઉતારી લેવામાં આવે છે. અને આ સહિત ઘણા નિયમો ભંગ કરવામાં આવે છે. જેના અંગે કાર્યવાહી કરવામાં આવી છે. અને 16 બોટોને સસ્પેન્ડ કરવામાં આવી છે. અને તેમના વિરુદ્ધ કડક પગ લઈને તેમણે દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

આ પણ વાંચો - Harani Lake : પેટા કોન્ટ્રાક્ટર નિલેશ જૈનના 7 દિવસના રિમાન્ડ મંજૂર

Tags :
Advertisement

.

×