ડભોઈ નગરમાં રખડતા પશુઓનો આતંક થાવત
અહેવાલ- પીન્ટુ પટેલ ડભોઇ વડોદરા
ડભોઇ માંદભૉવતિ નગરીમાં રખડતાંમાં નધિયાત પશુઓનો ત્રાસ ખૂબ વધી ગયો છે. તેનાથી નાગરિકોએ જીવ ગુમાવવાનો કે ઈજાગ્રસ્ત થવાનો વારો આવે તેમ છે. તેમજ આ પશુઓને કારણે અકસ્માતની ઘટનાઓ પણ વારંવાર બનતી રહે છે. જેથી આ બાબતે નગરજનોમાં તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.
ડભોઈ નગરમાં વડોદરી ભાગોળ પાસે રખડતા પશુઓ મુખ્ય માર્ગ ઉપર અડીંગો જમાવીને બેસી જતા હોય છે. આવવા - જવા માટેનો માર્ગ પણ ખુલ્લો રહેતો નથી. જો ભૂલે ચૂકે કોઈ વ્યક્તિ અંધારામાં આ માર્ગ ઉપરથી પસાર થાય તો ચોક્કસ પણે અકસ્માત સર્જાય તો કોઈ નવાઈ નહીં. આવા અકસ્માતો માટે જવાબદાર કોણ ? એવાં અણીયાળા સવાલ નાગરિકોમાં ઉભાં થઈ રહયાં છે. આમ, છતાં આ બાબતે તંત્ર મૂક પ્રેક્ષક બનીને રહયું છે જેથી નાગરિકો વિમાસણમાં મૂકાયા છે. રખડતા પશુઓના ત્રાસ ઉપર નિયંત્રણ લાવવા તંત્ર ક્યારે જાગશે ?
રખડતા પશુઓનો ત્રાસ પુષ્કળ પ્રમાણમાં વધી ગયો છે
નગરની ચારે ભાગોળે, નગરનાં મુખ્ય માર્ગો ઉપર આ રખડતા પશુઓનો ત્રાસ પુષ્કળ પ્રમાણમાં વધી ગયો છે. રાજ્ય સરકાર દ્વારા રખડતાં પશુઓને બાંધવા માટે ઢોર ડબ્બા બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટથી ઢોર ડબ્બા બનાવવામાં આવ્યા હતા. પરંતુ આ ઢોર ડબ્બા મૃત:પાય અવસ્થામાં આવી ગયાં છે. તંત્ર કયારે આ રખડતા પશુઓના ત્રાસથી નગરજનોને છૂટકારો અપાવશે ?
મુખ્યમાર્ગો ઉપર પશુઓનો જમાવડો
હાલ વરસાદની સિઝનમાં પશુઓ સૂકી જગ્યા શોધીને રોડ ઉપર બેસી જાય છે. ડભોઇ પાલિકા હદ વિસ્તારમાં પશુઓ રસ્તા ઉપર બેસી અડીંગો જમાવી બેસી રહેલાં જોવા મળે છે. કેટલીકવાર તો મુખ્યમાર્ગો ઉપર આ પશુઓ ઝઘડતા હોય છે અને જેનો ભોગ આમ જનતાએ બનવાનો વારો આવે છે.
આપણ વાંચો-પોતાની આગવી શૈલીથી શિક્ષણ આપતા આ શિક્ષક બન્યા બાળકોના પ્રિય


