રાજકોટમાં સામે આવી વકફ બોર્ડની દાદાગીરી, હિંદુઓની દુકાનને ગણાવી વકફની પ્રોપર્ટી
- રાજકોટમાં વકફ બોર્ડના નામે એક ટોળાએ દુકાનમાં ઘૂસીને તોડફોડ કરી
- ટાળાએ દુકાનમાંથી સામાન પણ રોડ પર ફેંકી દીધો
- દુકાનમાં તોડફોડ કરવાંના મામલે પોલીસ દ્વારા 5 શખ્સોની અટકાયત
Rajkot : કેટલાક સમયથી દેશમાં વક્ફ બોર્ડનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. વક્ફ બોર્ડ દ્વારા લોકોની જમીન હડપવાને લઈને દાદાગીરી કરતા ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવી જ એક દાદાગીરીની ઘટના રાજકોટથી સામે આવી છે. જેમાં વકફ બોર્ડના નામે એક ટોળા દ્વારા દુકાનમાં ઘૂસીને તોડફોડ કર્યાની ઘટના સામે આવી છે. ત્યારે આ ઘટનાને લઈને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ હિન્દૂ અને મુસ્લિમ વચ્ચે પણ આ મુદ્દે હવે ગરમા ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે.
વક્ફ બોર્ડનો ઓર્ડર બતાવી ટોળુ દુકાનમાં ઘસી આવ્યુ
રાજકોટના દાણાપીઠ વિસ્તારમાં મસ્જિદની બાજુમાં વર્ષોથી વેપારીઓ ભાડા પેટે દુકાનો ચલાવે છે. આ દુકાનો દ્વારા તેઓ પોતાનુ ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે કાલે સાંજે વક્ફ બોર્ડનો ઓર્ડર બતાવી એક ટોળુ દુકાનમાં ઘસી આવ્યુ હતુ અને હિંદુઓની દુકાનને વકફની પ્રોપર્ટી ગણાવી વેપારીઓ પાસેથી દુકાનો ખાલી કરાવવા દબાણ કર્યું હતુ. આ ટાળાએ દુકાનમાંથી સામાન પણ રોડ પર ફેંકી દીધો હતો અને દુકાન બળજબરીથી ખાલી કરાવવા દબાણ કર્યુ હતુ. ત્યારે દુકાનમાં તોડફોડ કરવાંના મામલે પોલીસ દ્વારા 5 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ વકફ બોર્ડના નામે એક ટોળા દ્વારા દુકાનો જર્જરીત હોવાનુ કહીને દુકાનો ખાલી કરાવી હતી. ત્યારે ગૃહરાજ્યમંત્રીએ દાણાપીઠના દુકાનદારો સાથે મુલાકાત કરી હતી અને વેપારીઓની દુકાનોને તાત્કાલિક પરત અપાવી હતી.
આ પણ વાંચો : Gujarat: ઉત્તરાયણનો પર્વ આ લોકો માટે બન્યો જીવલેણ, અનેક લોકોનું ગળું કપાતા થયું મોત
વેપારીઓમાં રોષ
ત્યારે હવે ફરી આ ઘટના બનતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને વેપારીઓ સવાલ કરી રહ્યા છે કે, આટલા વર્ષો બાદ અચાનક વકફને કેમ પોતાની માલિકી યાદ આવી ? શું આ મુદ્દાને વકફ વોર્ડ ઇન્ટરનેશનલ મુદ્દો બનાવવા માંગે છે ?
પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે, દુકાનો વક્ફ બોર્ડની માલિકીની છે, પણ દુકાન ખાલી કરવા મુદ્દે તમારે કાયદાકીય રીતે દુકાનદારોને પેહલા નોટિસ આપવી પડે છે, ત્યારબાદ પોલીસને સાથે રાખીને દુકાન ખાલી કરવાનીં હોય છે. ત્યારે ટોળા દ્વારા દુકાનમાં ગેરકાયદેસર ઘૂસીને, તોડફોડ કરવાંના મામલે 5 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
આ પણ વાંચો : Gondal: કડિયા લાઈનમાં અજાણ્યા બાઇક ચાલકે કર્યો હુમલો, 4 લોકોને મારી છરી થઈ ગયો ફરાર