Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch મનરેગા કૌભાંડમાં ત્રીજી ધરપકડ, હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાની ધરપકડ

ભરૂચના મનરેગા કૌભાંડમાં ત્રીજી ધરપકડ કરવામાં આવી છે. હીરા જોટવાના પુત્રની પણ પોલીસે ધરપકડ કરી છે.
bharuch મનરેગા કૌભાંડમાં ત્રીજી ધરપકડ  હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાની ધરપકડ
Advertisement
  • ભરૂચના મનરેગા કૌભાંડમાં ત્રીજી ધરપકડ
  • હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાની ધરપકડ કરાઈ
  • દિગ્વિજયને લઈ પોલીસ ભરૂચ આવવા રવાના

ભરૂચના મનરેગા કૌભાંડમાં પોલીસ દ્વારા હીરા જોટવાની ધરપકડ કર્યા બાદ દિગ્વિજય જોટવાની પણ ધરપકડ કરી છે. દિગ્વિજયને લઈ પોલીસ ભરૂચ આવવા રવાના થઈ છે. ગઈકાલે કોંગ્રેસના નેતા હીરા જોટવા અને ક્લાર્ક રાજેશ ટેલરની ધરપકડ કરી હતી.

આમોદ, જંબુસર, હાંસોટ તાલુકામાં અત્યંત ચકચારી એવું મનરેગા કૌભાંડ (MNREGA Scam) આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં તપાસ તેજ કરી દેવામાં આવી છે. આ કૌભાંડમાં 50થી વધુ લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરા જોટવા (Hira Jotawa) ની ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટરની પણ ધરપકડ વિશે પણ સંભળાઈ રહ્યું છે. મનરેગા યોજના હેઠળ સ્થળ ઉપર કામ કરાવ્યા વિના જ બિલો રજૂ કરીને 7 કરોડ 30 લાખની છેતરપિંડી કરાઈ હતી.

Advertisement

Advertisement

અનેક અધિકારીની ધરપકડના એંધાણ

ભરુચ જિલ્લાના આમોદ, જંબુસર, હાંસોટ તાલુકામાં મનરેગા યોજના હેઠળ સ્થળ ઉપર કામ કરાવ્યા વિના જ બિલો રજૂ કરીને 7 કરોડ 30 લાખ કરોડ રુપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કોંભાડમાં અત્યાર સુધી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરા જોટવાની ધરપકડ કરાઈ છે. હીરા જોટવા (Hira Jotawa) ની ધરપકડ બાદ હવે હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટરની પણ ધરપકડ થઈ શકે છે. આ ઉપરાંત સમગ્ર મનરેગા યોજના કૌભાંડમાં અનેક સરકારી અધિકારીઓની ધરપકડ થઈ શકે તેવા એંધાણ છે. આ કૌભાંડ સંદર્ભે મુરલીધર એન્ટરપ્રાઈઝ અને જલારામ એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર સામે ફરિયાદ થઈ હતી. કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. કામ થયું ન હોય તેના પણ રૂપિયા સીધા ચૂકવી દેવામાં આવ્યા હોવાના સમાચાર ફેલાતા જ ચકચાર મચી ગઈ હતી. ભરુચના 56 ગામો સુધી મનરેગા કૌભાંડની તપાસનો રેલો પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ LIVE: 148th Rath Yatra: રથયાત્રા પ્રેમ દરવાજા પહોંચી, જગતના નાથના દર્શન કરવા ભકતોનું ઘોડાપુર ઉમટ્યુ

35 એજન્સીઓ સામે નામજોગ ગુનો

ભરુચ જિલ્લાના અત્યંત ચકચારી મનરેગા કૌભાંડમાં પંચાયતના જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ બાદ વચગાળાના અહેવાલના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ બાદ પોલીસે ડીઆરડીએ નિયામકની ફરિયાદના આધારે દેવગઢ બારીયાની 28 તેમજ ધાનપુર તાલુકાની 7 મળી માલ સપ્લાય કરતી કુલ 35 એજન્સીઓ સામે રકમ સહિત નામજોગ ગુનો દાખલ કરતા સમગ્ર જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ પણ વાંચોઃ VADODARA : સંસ્કારી નગરીમાં ભગવાન જગન્નાથજી 'રોબોરથ' માં સવાર થઇને નગરચર્યાએ નીકળ્યા

Tags :
Advertisement

.

×