સુરતમાં PETS માટે કરાયું આ ખાસ કાર્યક્રમનું આયોજન
સુરત શહેરમાં આજે પેટ લવર્સ માટેની ખાસ ઇવેન્ટ યોજાઇ હતી. જેમાં PET લવર્સ પોતાના PETS ને લઈને આવ્યા હતા અને PET ની PETS દોડમાં ભાગ પણ લીધો હતો આ ઇવેન્ટમાં વિવિધ પ્રજાતિના શ્વાન, બિલાડી અને પક્ષીઓ લઈને માલિકો આવ્યા હતા. આ ઈવેન્ટ નો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પ્રાણીઓ પ્રત્યે લાગણી જન્મે એ હતો.
ભારતભરમાં હર હંમેશ કંઈક નવું કરવા ટેવાયેલા સુરત શહેરમાં આજે પણ એક અનોખી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ હતી PETATHON . વર્ષ 2014 થી પેટ લવર્સ સંસ્થા દ્વારા આ પ્રકારની ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ સંસ્થા લોકોમાં પ્રાણીઓ પ્રત્યે લાગણી જન્મે એ હેતુથી આ ઇવેન્ટનું આયોજન કરે છે, આ ઇવેન્ટમાં ભાગ લેવા આવતા લોકો પોતાના પાળતૂ પ્રાણીઓને લઈને આવે છે.
ઇવેન્ટમાં આવતા લોકો પોતાના પાળતું પ્રાણીઓને સારા એવા સજાવીને લઈને આવે છે. જે વાગે ઘરે પાડેલા શ્વાનને તેઓ વિવિધ પ્રકારના કપડાં પહેરાવીને લાવે છે, આ ઉપરાંત શ્વાનના વાળની હેર સ્ટાઇલ પણ કરીને આવે છે. શ્વાન ઉપરાંત અહીંયા બિલાડી અને વિવિધ પ્રકારના પક્ષીઓ લઈને પણ લોકો આવે છે.
સુરતમાં વેસુ ખાતે આવેલા પ્રાઇમ શોપર્સથી લઈને આ PETATHON નું આયોજન કરવામાં આવ્યું હતું આશરે 500 મીટર સુધી પેટ લવર્સ પોતાના પેટને લઈને દોડ્યા હતા. પ્રાઈમ શોપર્સ થી શરૂ થયેલી આ દોડ વાય જંકશન સુધી પહોંચી પરત પ્રાઈમ શોપર્સ સુધી આવી હતી.
આ ઇવેન્ટમાં ભાગ લેતા છાયા સોલંકીએ જણાવ્યું હતું કે સુરતમાં આ ઇવેન્ટ ખૂબ જ સારી રીતે આયોજિત કરવામાં આવે છે અને તમામ પેટ લવર્સ ઉત્સાહભેર આ ઇવેન્ટમાં ભાગ લે છે જેવી રીતે લોકો પોતાના ઘરના પાડેલા સ્વાન નું ધ્યાન રાખે છે તેવી રીતે જ સ્ટ્રીટ ડોગ નું પણ જો ધ્યાન રાખે તો કદાચ ડોગ બાઈકની ઘટનામાં ઘટાડો આવી શકે છે.
અહેવાલ - આનંદ પટણી
આ પણ વાંચો -- DELHI : કાલકાજી મંદિરમાં બની આ મોટી દુર્ઘટના, 1 નું મોત અને 17 થયા ઘાયલ



