Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પ્રમુખ સ્વામી મહારાજના ૭૩મા પ્રમુખ વરણી દિને હજારો ભક્તોએ કરી પદયાત્રા

અહેવાલઃ વિજય માલી, વડોદરા  આજે જેઠ સુદ ચોથના રોજ તેઓના 73મા પ્રમુખ વરણી દિને પાંચ હજાર થી વધુ આબાલ વૃધ્ધ બાઈ ભાઈ હરિભક્તો એ અટલાદરા મંદિરથી વહેલી સવારે છ વાગ્યે પૂજ્ય સંતોના માર્ગદર્શન તથા રાહબરી હેઠળ ધૂન, ભજન, કીર્તનની રમઝટ...
પ્રમુખ સ્વામી મહારાજના ૭૩મા પ્રમુખ વરણી દિને હજારો ભક્તોએ કરી પદયાત્રા
Advertisement

અહેવાલઃ વિજય માલી, વડોદરા 

આજે જેઠ સુદ ચોથના રોજ તેઓના 73મા પ્રમુખ વરણી દિને પાંચ હજાર થી વધુ આબાલ વૃધ્ધ બાઈ ભાઈ હરિભક્તો એ અટલાદરા મંદિરથી વહેલી સવારે છ વાગ્યે પૂજ્ય સંતોના માર્ગદર્શન તથા રાહબરી હેઠળ ધૂન, ભજન, કીર્તનની રમઝટ બોલાવી અગિયાર કિલોમીટરની પદયાત્રા કરી પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાને ભક્તિ અર્ધ્ય અર્પણ કર્યું હતું વડોદરાના અનેક સતસંગીઓ વહેલી સવાર થી પદયાત્રા માં જોડાયા હતા અને ગુરુભકિત અદા કરી હતી.

Advertisement

Advertisement

કરોડો લોકોના દિલ અને દિમાગમાં જેમણે આદર સહ સ્થાન ધરાવ્યુ છે, લાખો લોકોના ધરે પધરામણીઓ કરીને શાતાસહ સાંત્વના પાઠવી છે,હજારથી વધુ મંદિરો અને સંતો ની ભેટ જેમણે સમાજને આપી છે તેવા વડોદરા જિલ્લાના પાદરાના ચાણસદના પનોતા પુત્ર એવા વિશ્વ વંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ કે જેઓએ બીએપીએસ સંસ્થાના સળંગ ૬૬ વર્ષ સુધી નિર્વિવાદ અને નિર્વિરોધ પ્રમુખ રહીને સમગ્ર વિશ્વમાં એક કિર્તીમાન પણ સ્થાપિત કર્યો છે ( તારીખ ૨૧/૫/૧૯૫૦ થી તારીખ ૧૩/૮/૨૦૧૬).તેઓશ્રીને સંસ્થાના સંસ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આજ થી ૭૩ વર્ષ પહેલા આજના જ દિવસે જેઠ સુદ ચોથ વિક્રમ સવંત ૨૦૦૬ ના રોજ ખોબા જેવડી આ સંસ્થાના પ્રમુખ નિમ્યા ત્યારબાદ અથાક પરિશ્રમ,નિ: સ્વાર્થ પ્રેમ દ્વારા તેઓએ નવખંડ ધરામાં દરેક ઠેકાણે સનાતન સંસ્કૃતિનુ સંરક્ષણ અને સંવર્ધન કરી ને સંસ્થા ને વૈશ્વિક સ્તર ઉપર પંહોચાડી છે.

શાસ્ત્રોમાં કહેવાયું છે કે સંતપુરુષ ના દર્શને જતા એક એક ડગલે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે એ ઉક્તિ અનુસાર કાર્યક્રમમાં વડોદરાના અટલાદરાથી સંતો મહંતો અને ભક્તો સાથે અનેક લોકોએ વહેલી સવારથી પદયાત્રા દ્વારા ચાણસદ ખાતે પહોંચીને પ્રમુખ સ્વામી મહારાજના જન્મ સ્થાને પહોંચીને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અટલાદરા સ્વામી નારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી ભાગ્યસેતુ સ્વામી સહિત અગ્રગણ્ય સંતોએ હાજરી આપી હતી સાથે ચાણસદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ જન્મ સ્થાને વિવિધ કેરીઓનો અન્નકુટ પણ ધરાવવામાં આવ્યો હતો હજારો ભક્તો એ આજ ના પ્રસંગે દર્શન નો લ્હાવો લઈ ધન્યતા અનુભવ્યા હતા

Tags :
Advertisement

.

×