Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : હજારો-લાખ્ખો ટન કોલસો ખુલ્લી જમીનમાં ગેરકાયદે સંગ્રહ કરાયો

(અહેવાલ : રાબિયા સાલેહ, સુરત) સુરતમાં લોકો ના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભુ,મગદલ્લા પોર્ટની પાસે સરકારી જમીનમાં કોલસાના સંગ્રહને કારણે પ્રદષણ ફેલાતું હોવાની બૂમ પડતાં સ્થાનિકો દ્વારા તેને અટકાવવા ડિમાન્ડ કરાઇ છે.હજારો ટન કોલસો ખુલ્લામાં સંગ્રહ કરવામાં આવી રહ્યો હોવાની સ્થાનિક...
surat   હજારો લાખ્ખો ટન કોલસો ખુલ્લી જમીનમાં ગેરકાયદે સંગ્રહ કરાયો
Advertisement

(અહેવાલ : રાબિયા સાલેહ, સુરત)

સુરતમાં લોકો ના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભુ,મગદલ્લા પોર્ટની પાસે સરકારી જમીનમાં કોલસાના સંગ્રહને કારણે પ્રદષણ ફેલાતું હોવાની બૂમ પડતાં સ્થાનિકો દ્વારા તેને અટકાવવા ડિમાન્ડ કરાઇ છે.હજારો ટન કોલસો ખુલ્લામાં સંગ્રહ કરવામાં આવી રહ્યો હોવાની સ્થાનિક દ્વારા જીપીસીબી ચેરમેનને ફરિયાદ કરવા સાથે સ્થાનિક આગેવાન દ્વારા મુખ્ય મંત્રી ને પણ રજૂઆત કરાઈ છે.

Advertisement

સુરત શહેરના છેવાડે આવેલા મગદલ્લા પોર્ટની આસપાસના ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં પ્રદૂષણ વધતા ત્યાં રહેતા સ્થાનિકો દ્વારા કેટલાક આગેવાન નેતાઓને ફરિયાદ કરાય છે. સમગ્ર મામલે સ્થાનિક આગેવાન દર્શન નાયકે જણાવ્યું હતું કે સદર કોલસાના ઢગોમાંથી કોલસાની ભૂકીઓ ઉડીને ખૂબ મોટા પ્રમાણમાં તેમના ઘરો ઉપર પથરાય છે.જેનાથી લોકોને ખાસી શ્વાસ લેવામાં તકલીફ સાથે જ માંદગી થતી હોવાની ફરીયાદો ઉઠી છે.

Advertisement

એટલુજ નહિ સ્થાનિકો એ આપેલા ચિત્ર એટલે કે ફોટોગ્રાફ્સ માં કોલસો સંગ્રહ થયેલ જમીનની બિલકુલ સાથે લાગીને તાપી નદી પસાર થતી હોવાનું પણ જોવા મળ્યું છે. સાથે જ ત્યાં પવન ફૂંકાય તે વખતે આ કોલસાની ભૂકીઓ ઉડીને સીધે સીધી તાપી નદીમાં ઠલવાય છે. સાથે જ સ્થાનિકો ના ઘર આંગણે ભરેલા પીવાના પાણીમાં જાય છે.જો કે કોલસા ના કારણે તાપી નદીનું પાણી પણ પ્રદૂષિત થઈ રહ્યું છે સાથે જ પર્યાવરણ પણ ખૂબજ ખરાબ થઇ રહયું છે ,જેની સીધી અસર દરિયાઈ જીવ ને પહોંચી રહી છે..દરિયાઈ જીવ સૃષ્ટિને નુકસાન સાથે તેમને ઓન જોખમ છે. આમ તાપી નદી ઉપર નભનાર આશરે ૬૦ લાખ સુરત વાસીઓનું સ્વાસ્થય પણ જોખમાઇ રહ્યું છે.જેને ગંભીરતા થી લેવાની જરૂર છે.

વધુમાં સ્થાનિક આગેવાન દર્શન નાયકે કહ્યું હતું કે આશ્ચર્ય ની વાત તો એ છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કેટલીક ચોક્કસ ગાઇડલાઈન પણ જાહેર કરાઈ છે.છતાં કોલસા નો સંગ્રહ કરતા લોકો તમામ નિયમો ને ગોળી ને પી ગયા હોય તેમ મગદલ્લા પોર્ટ તથા આસપાસની સરકારી તેમજ ખાનગી પ્લોટમાં ગેરકાયદે કામગીરી જોવા મળી રહી છે.

સ્થાનિકો ના જણાવ્યા અનુસાર સુરત શહેર ના નાકે આવેલા મગદલ્લા પોર્ટની નજીકમાં માનવ વસાહતો આવેલી છે.સુરત ના પોર્ટ વિસ્તારમાં ખુલ્લો મેદાન હોય છે સાથે જ એવા સ્થળો એ ખૂબ જોરમાં પવન ફુંકાતા સદર કોલસાના ઢગલો માંથી કોલસાની નાની નાની ભૂકીઓ ઉડીને સ્થળ પર રહેતા માનવ ના સ્વાસ્થ્ય માં જાય છે.જેથી માનવ વસાહતમાં રહેતાં લોકોના સ્વાસ્થ્ય તથા આરોગ્ય સામે પ્રશ્ન ઊભા થયા છે. વહેલી તકે આ સમસ્યાનું સમાધાન કરવામાં આવે તેવી માંગણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો : SAURASHTRA TAMIL SANGAMAM વિશેષ ટ્રેન SURAT પહોંચી, જાણો શું છે ખાસ

Tags :
Advertisement

.

×