Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત Himatnagar માં નીકળી તિરંગા યાત્રા

Himatnagar માં કેનાલ રિવરફ્રન્ટ ખાતેથી શરૂ થયેલી તિરંગા યાત્રાને સાંસદ શોભનાબેન બારૈયા અને ધારાસભ્ય વી.ડી ઝાલાએ વંદે માતરમ, ભારત માતા કી જયના નારાઓ સાથે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત himatnagar માં નીકળી તિરંગા યાત્રા
Advertisement
  •   Himatnagar માં બુધવારે તિરંગા યાત્રા યોજાઈ હતી
  • યાત્રામાં શહેરના અનેક લોકો જોડાયા હતા
  • કેશવ કોમ્પલેક્ષ કેનાલ રિવરફ્રન્ટથી યાત્રાનો પ્રારંભ થયો હતો

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત હિંમતનગર ખાતે બુધવારે તિરંગા યાત્રા યોજાઈ હતી. જે અંતર્ગત કેશવ કોમ્પલેક્ષ કેનાલ રિવરફ્રન્ટ ખાતેથી શરૂ થયેલી તિરંગા યાત્રાને સાંસદ શોભનાબેન બારૈયા અને ધારાસભ્ય વી.ડી ઝાલાએ વંદે માતરમ, ભારત માતા કી જયના નારાઓ સાથે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

Advertisement

આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા જણાવ્યું હતું કે શહીદોએ દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે તેમનું બલિદાન આપણું ગૌરવ છે. તિરંગા યાત્રા તેમના સ્મરણને નમન કરવાનો અને રાષ્ટ્રીય એકતા, ભાઈચારો તથા દેશપ્રેમનો સંદેશ ફેલાવવાનો પવિત્ર અવસર છે. તિરંગાની શાન જાળવવીએ આપણું કર્તવ્ય છે.

Advertisement

Himatnagar માં બુધવારે તિરંગા યાત્રા યોજાઈ

આ યાત્રામાં શહેરના અનેક લોકો હર્ષોલ્લાસ સાથે સામેલ થયા હતા. હાથમાં તિરંગા સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી વાતાવરણને દેશભક્તિના રંગથી રંગી દીધું હતું. દેશભક્તિના ગીતો દ્વારા દરેક નગરવાસીઓના દિલમાં દેશભક્તિ જાગૃત કરવાનો પ્રયાસ કરાયા હતા. આ તિરંગા યાત્રા હિંમતનગર ખાતેના કેશવ કોમ્પલેક્ષ કેનાલ રિવરફ્રન્ટથી મહાવીરનગર ચાર રસ્તા થઈ છાપરિયા ચાર રસ્તા ખેડતસીયા રોડ, રામેશ્વર મંદિર થઈ, મોતીપુરા ગાંધી સર્કલ ખાતે પૂરી થઇ હતી. હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા દરમિયાન નાગરિકોમાં દેશપ્રેમ તથા સ્વચ્છતાની ભાવના વિકસે તે હેતુસર ઉપસ્થિત મહાનુભાવો દ્વારા માર્ગોની સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો.

Himatnagar માં  તિરંગા યાત્રા અધિકારીઓ,પદાઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા

આ તિરંગા યાત્રામાં કલેકટર લલિત નારાયણસિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસવડા વિજય પટેલ, નિવાસી અધિક કલેકટર કે.એ.વાઘેલા, હિંમતનગર પ્રાંત, નગરપાલિકા પ્રમુખ ઉપાધ્યાય, નગરપાલિકા ચીફ ઓફીસર ગઢવી, જિલ્લા અગ્રણી કનુભાઇ પટેલ, મહેન્દ્રસિંહ બારૈયા, કૌશલ્યા કુંવરબા સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહયા હતા.

આ પણ વાંચો:  રાજકોટ લોક મેળાને લઈને સૌથી મોટો સમાચાર; પોલીસે કરી પ્રેસ કોન્ફ્રન્સ

Tags :
Advertisement

.

×