Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સાબરકાંઠા : લોકસભા ચૂંટણી સંદર્ભે જિલ્લામાં ખર્ચ મોનિટરીંગ ટીમોની તાલીમ યોજાઇ

સાબરકાંઠા જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ની તૈયારી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં ૦૫ સાબરકાંઠા સંસદીય મતવિસ્તારમાં ખર્ચ મોનિટરીંગ ટીમોની તાલીમ સોમવારે ટાઉન હોલ હિંમતનગર ખાતે યોજાઇ હતી. ખર્ચ મોનિટરીંગ ટીમોની તાલીમ...
સાબરકાંઠા   લોકસભા ચૂંટણી સંદર્ભે જિલ્લામાં ખર્ચ મોનિટરીંગ ટીમોની તાલીમ યોજાઇ
Advertisement
સાબરકાંઠા જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ની તૈયારી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં ૦૫ સાબરકાંઠા સંસદીય મતવિસ્તારમાં ખર્ચ મોનિટરીંગ ટીમોની તાલીમ સોમવારે ટાઉન હોલ હિંમતનગર ખાતે યોજાઇ હતી.
ખર્ચ મોનિટરીંગ ટીમોની તાલીમ

ખર્ચ મોનિટરીંગ ટીમોની તાલીમ

આ તાલીમમાં ચૂંટણી અધિકારી નૈમેષ દવેએ જણાવ્યું હતું કે, જિલ્લામાં મુક્ત, ન્યાયી અને પારદર્શિતા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે જરૂરી છે. આ માટે પરસ્પર તમામને એકબીજા સાથે સંકલન સાધીને જિલ્લા ચૂંટણીતંત્રના સહયોગી તરીકે સોંપાયેલી કામગીરી પૂરી સતર્કતા સાથે જવાબદારીપૂર્વક સુપેરે પાર પડે તે જોવાની ખાસ હિમાયત કરી હતી. આ ઉપરાંત ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબની કાર્યવાહી સમયસર થાય તે જોવાની તાકીદ કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા દ્વારા નોડલ અધિકારીઓ દ્વારા હાથ ધરાનાર કામગીરી ચૂંટણીલક્ષી તાલીમ, ફ્લાઇંગ સ્કવોર્ડ ટીમ, વિડીયો સર્વેલન્સ ટીમ, વિડીયો વ્યુઇંગ ટીમ, સ્ટેટીક સર્વેલન્સ ટીમ, એકાઉન્ટીંગ ટીમ, એમસીસી, એમસીએમસી, મટીરીયલ મેનેજમેન્ટ, ઇવીએમ મેનેજમેન્ટ અંગે માર્ગદર્શક સૂચનાઓ અપાઇ હતી.
જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં ૧૬ એસએસટી, ૦૮ વીએસટી, ૦૪ વીવીટી, ૧૩ એફએસટી અને ૦૪ એકાઉન્ટીંગ ટીમોનો સમાવેશ થાય છે. આ તાલીમમાં વિવિધ ટીમોને કરવાની થતી કામગીરી અંગે વિસ્તારે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
અહેવાલ  - યશ ઉપાધ્યાય 
Advertisement
Tags :
Advertisement

.

×