Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat : જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી

Gujarat-વડાપ્રધાન ‘પી.એમ. જનમન અભિયાન’ના લાભાર્થીઓ સાથે કરશે ઈ- સંવાદ તેમજ ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન'નો કરશે શુભારંભ ડાંગના આહવા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા સ્થાને યોજાશે રાજ્યકક્ષાનો કાર્યક્રમ  આદિજાતિ વિકાસ મંત્રી  ડૉ. કુબેરભાઈ ડિંડોર ખાસ ઉપસ્થિત રહેશે રાજ્યમાં...
gujarat   જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી
Advertisement
  • Gujarat-વડાપ્રધાન ‘પી.એમ. જનમન અભિયાન’ના લાભાર્થીઓ સાથે કરશે
    ઈ- સંવાદ તેમજ ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન'નો કરશે શુભારંભ
  • ડાંગના આહવા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા સ્થાને યોજાશે રાજ્યકક્ષાનો કાર્યક્રમ
     આદિજાતિ વિકાસ મંત્રી  ડૉ. કુબેરભાઈ ડિંડોર ખાસ ઉપસ્થિત રહેશે
  • રાજ્યમાં મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે

Gujarat - આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા બિહારના જમુઈ ખાતેથી ‘પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન- પી.એમ.જનમન’ના લાભાર્થીઓ સાથે ઈ- સંવાદ કરશે. આ સાથે જ દેશવ્યાપી ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન'નો શુભારંભ કરાવવામાં આવશે.

જેના ભાગરૂપે રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલે તા. ૧૫મી નવેમ્બરે ડાંગના આહવા ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ ઈ-સંવાદ કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત રાજ્યમાં મંત્રીશ્રી, સાંસદશ્રી તેમજ ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવવામાં આવશે.

Advertisement

આ કાર્યક્રમમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ આહવા ખાતે સવારે ૧૦ કલાકે યોજાનાર અતિથિ વિશેષ તરીકે Gujarat રાજ્યના  આદિજાતિ વિકાસ મંત્રી  ડૉ. કુબેરભાઈ ડિંડોર, વલસાડ- ડાંગ જિલ્લાના સાંસદ તેમજ લોકસભાના દંડક  ધવલભાઈ પટેલ, ડાંગના ધારાસભ્ય અને Gujarat વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ અને ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળાબેન ગાઈન સહિત મહાનુભાવો, અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે.

Advertisement

જનજાતિય વિસ્તારોમાં જીવન સુધારવા, સરકારી યોજના વિષેની લોકજાગૃતિ કેળવવા તેમજ યોજનાનો લાભ અત્યંત અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચાડવાના શુભાશયથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિવિધ રાજ્યોના જનજાતિય લાભાર્થીઓ સાથે ઈ-સંવાદ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આદિવાસી સમાજના મહાન ક્રાંતિકારી લડવૈયા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી અને સમગ્ર આદિવાસી સમાજના લડવૈયાને વિશેષ શ્રદ્ધાંજલિ અર્પિત કરવા વડાપ્રધાન મોદી દ્વારા વર્ષ ૨૦૨૧માં આ દિવસને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો-VADODARA : એક્ટિવિસ્ટના આપઘાત કેસમાં માનેલી પુત્રી-માતા ચાર દિવસના રિમાન્ડ પર

Tags :
Advertisement

.

×