Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : સાણંદમાં શહીદ દિન નિમિત્તે વીરાંજલિ કાર્યક્રમ યોજાયો, શહીદોના પરિવારોનું કરાયું ભવ્ય સન્માન

યૂ હી નહીં મીલી આઝાદી, હૈ દામ ચુકાએ વીરો ને , કુછ હર કર ચઢે હૈ ફાંસી પર, કુછ ને જખ્મ સહે શમશીરો કે, આ કવિતા સામે આવતા જ એ વીરોના ચહેરા સામે આવી જાય, જેમને પોતાના પ્રાણ કરતા વધુ વ્હાલ વતનને કર્યો છે,, ગુજરાતમાં પાછલા 16 વર્ષથી ક્રાંતિકારીઓની યાદમાં વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વીસરાયેલા વીરોની સ્મરણાંજલિ 'વીરાંજલિ' આપવામાં આવી હતી.
ahmedabad   સાણંદમાં શહીદ દિન નિમિત્તે વીરાંજલિ કાર્યક્રમ યોજાયો  શહીદોના પરિવારોનું કરાયું ભવ્ય સન્માન
Advertisement
  • શહીદ દિન નિમિત્તે અમદાવાદના સાણંદમાં વીરાંજલિ 2.0 કાર્યક્રમ યોજાયો
  • સતત 18માં વર્ષે કરવામાં આવ્યું ભવ્ય આયોજન
  • શહીદોના પરિવારોનું વિરાંજલી કાર્યક્રમમાં કરાયું ભવ્ય સન્માન
  • દેશ માટે જીવ આપનારા દેશના સપૂતોને અપાઈ શ્રદ્ધાંજલિ

અમદાવાદનાં સાણંદ ખાતે આજે 23 મી માર્ચ શહીદ દિન નિમિત્તે વિરાંજલી 2.0 સાણંદ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. સતત 18માં વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શહીદ પરિવારોનું વીરાંજલી કાર્યક્રમમાં ભવ્ય સન્માનત કરાયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના એમ.ડી. જાસ્મિન પટેલ અને ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ હાજર રહ્યા હતા. 100 થી વધુ કલાકારો દ્વારા ક્રાંતિવીરોની શૌર્ય ગાથાઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્યો, બીજેપી આગેવાનો કાર્યકર્તાઓની રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


શહીદ રાજગુરૂના વર્તમાન પેઢીના વારસદાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

ગુજરાતમાં પણ છેલ્લા 17 વર્ષથી યુવાનોને પ્રેરણા મળે અને તેમનામાં દેશભક્તિની ભાવના જાગે તે માટે વીરાંજલિનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ વખતે વીરાંજલિ 2.0 નામથી અમદાવાદના સાણંદમાં 23 માર્ચની રાત્રે 8 કલાકે વીરાંજલિ નામે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાગલેવા માટે શહીદ રાજગુરૂના વર્તમાન પેઢીના વારસદાર શ્રી સત્યશીલ રાજગુરૂ અને શ્રી આરતીબેન સત્યશીલ રાજગુરૂ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જેમનું સિનિયર નેતા પ્રદિપસિંહ વાઘેલા દ્વારા સહર્ષ આવકાર આપવામાં આવ્યો હતો. આ તકે મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા. અને શહીદો અમર રહો, ભારત માતા કી જય, અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. શહીદ પરિવારના મહાનુભવોને શાલ ઓઢાડી તેમના પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. (THE HEIR OF MARTYR RAJGURU REACH AHMEDABAD TO ATTEND VEERANJALI 2.0)

Advertisement

Advertisement

ક્રાંતિકારી વીરોની યાદમાં વીરાંજલિ કાર્યક્રમ યોજાયો

સ્વતંત્રતા સંગ્રામના ત્રણ મહાન ક્રાંતિકારી એટલે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ. માં ભારતીના આ ત્રણેય સપૂતોએ બ્રિટીશરાજના પાયા હચમચાવી નાંખ્યા હતા. 23 માર્ચસ 1931ના દિવસે પંજાબના હુસૈનીવાલામાં આ ત્રણેય વીર ક્રાંતિકારીઓને ફાંસી અપાઈ હતી. આ ક્રાંતિકારી વીરોની યાદમાં દર વર્ષે 23 માર્ચેને શહીદ દિવસ એટલે કે બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં છેલ્લા 17 વર્ષથી યુવાનોને પ્રેરણા મળે અને દેશભક્તિની ભાવના જાગે તે માટે વીરાંજલિ નામથી દેશભક્તિ જગાવડા મ્યુઝિકલ ડ્રામાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. અમદાવાદના સાણંદમાં 23 માર્ચની રાત્રે 8 કલાકે વીરાંજલિનો કાર્યક્રમ યોજાશે. વીરાંજલિ સમિતિ અને GTPL કાર્યક્રમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દેશના વીર સપૂતોની જાણી અજાણી વાતો જાણવા મળશે.

આર.જે.આકાશે ભગતસિંહનું પાત્ર ભજવ્યું હતું

વીરાંજલિ સમિતિ દ્વારા વર્ષ 2007માં બકરાણામાં વીરાંજલિ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. અત્યાર સુધીમાં ગુજરાતમાં તેમના 16 જેટલા કાર્યક્રમ થયા છે. અને 17મો કાર્યક્રમ સાણંદ ખાતે યોજાયો હતો. જેમાં આર.જે. આકાશ ભગતસિંહનું પાત્ર ભજવ્યું હતું.

ડાયરેક્ટર વિરણ રાચ્છા શું કહ્યું

વર્ષ 2007થી પ્રદીપસિંહ વાઘેલા સાથે વીરાંજલિ સમિતિએ ‘દેશના સપૂતો અને ક્રાંતિકારીઓના અમર બલિદાનની ગાથાને વીરાંજલિ કાર્યક્રમ દ્વારા લોકમાનસ સુધી પહોંચાડવાનું-નવી પેઢીમાં દેશભક્તિ જગાવવાના કાર્યક્રમની શરૂઆત કરી છે. જેને ખુબ પ્રેમ મળ્યો છે.

ત્રણ મહિનાથી 400 લોકો દિવસ રાત મહેનત કરી રહ્યા છે

વીરાંજલિ 2.0ને ઝળહળતો રાખવા માટે છેલ્લા ત્રણ મહિનાથી 400 લોકો દિવસ રાત મહેનત કરી રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ ઉપરાંત વીર સાવરકરજી, શહીદ વિનોદ કિનારીવાલા, દેશના પહેલા મહિલા જાસૂસ કેપ્ટન નીરા આર્યના કિરદાર મંચ પર જોવા મળ્યા હતા. સૌથી અગત્યની વાત એ છે કે આટલા મોટો કાર્યક્રમ લોકો વિનામૂલ્યે નિહાળી શકશે. અમદાવાદ અને સાણંદમાં તેના પાસનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

Tags :
Advertisement

.

×