Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે પર ગોંડલ પાસે બે અકસ્માત, રાહદારી અને બાઇક સવારના મોત

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ  ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે પર છેલ્લા ત્રણ દિવસથી અકસ્માતની વણઝાર જોવા મળી છે. ત્યારે ગોંડલના બિલિયાળા ગામ પાસે બાઈક સવારને કાર ચાલક ટક્કર મારી નાસી જવા પામ્યો હતો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થવા પામી હતી. બીજા બનાવમાં...
રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પર ગોંડલ પાસે બે અકસ્માત  રાહદારી અને બાઇક સવારના મોત
Advertisement

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે પર છેલ્લા ત્રણ દિવસથી અકસ્માતની વણઝાર જોવા મળી છે. ત્યારે ગોંડલના બિલિયાળા ગામ પાસે બાઈક સવારને કાર ચાલક ટક્કર મારી નાસી જવા પામ્યો હતો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થવા પામી હતી. બીજા બનાવમાં ગત મોડી રાત્રે જામવાડી ગામ પાસે રોડ ક્રોસ કરનાર રાહદારીને અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બન્ને બનાવમાં કાર ચાલક ફરાર થવા પામ્યા હતા. સમગ્ર બનાવને લઈને પોલીસે CCTV આધારિત તપાસ હાથ ધરી હતી.

Advertisement

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જેતપુર નેશનલ હાઇવે છેલ્લા ત્રણ દિવસથી અકસ્માતની ચિચિયારીઓ થી ગુંજી રહ્યો છે ત્યારે ફરી એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ગોંડલ તાલુકાના બિલિયાળા ગામ ના પાટિયા પાસે જેરપુર તરફ થી આવતી અને રાજકોટ તરફ જતી એક કાર ચાલકે બાઈક સવાર ને હડફેટે લીધો હતો જેમાં બાઈક સવાર નું બાઈક સવાર હરિભાઈ વશરામભાઇ ચૌહાણ રહે શેમળા વાળા નું મોત નીપજ્યું હતું મૃતક ના મૃતદેહ ને પી.એમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તાલુકા પોલીસે કાર ચાલક ની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

ગોંડલ તાલુકાના જામવાડી ગામ પાસે ગત મોડી રાત્રે એક રાહદારી રોડ ક્રોસ કરતો હતો તે દરમિયાન એક કાર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું રાહદારી પાસે કપડાં ભરેલ બેગ જોવા મળી હતી વધુ તપાસ કરતા એક આધાર કાર્ડ મળી આવ્યું હતું જેમાં બિકાસ પુરતી નામના વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અકસ્માત ની જાણ 108 એમ્બ્યુલન્સ અને તાલુકા પોલીસ ને થતા કાફલો ઘટના સ્થળ પર પોહચ્યો હતો અને અજાણ્યા કાર ચાલક ની શોધખોળ હાથ ધરી હતી.

Tags :
Advertisement

.

×