Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mangadh માં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ બે પુરૂષ અને એક મહિલા હત્યારા નીકળ્યા,સગા ભાઇની કરી હતી હત્યા

માનગઢ ગામમાં ત્રણ દુકાન તથા મોબાઇલની ચોરી કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા, સઘન પુછપરછમાં હત્યાનો પણ ભેદ ખુલ્યો
mangadh માં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ બે પુરૂષ અને એક મહિલા હત્યારા નીકળ્યા સગા ભાઇની કરી હતી હત્યા
Advertisement
  • Mangadh માં  ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ બે પુરૂષ અને એક મહિલા હત્યારા નીકળ્યા
  • માનગઢમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતા હત્યાનો ખુલ્યો ભેદ 
  • એલસીબીને સગા ભાઇની હત્યા કરનાર આરોપીઓને રિક્ષા સાથે ઝડપી પાડ્યા

સાબરકાંઠા જિલ્લાના જાદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ માનગઢ ગામમાં ત્રણ દુકાન તથા મોબાઇલની ચોરી કરનાર અને પ્રાંતિજના સોનાસણ પાસેની એક ફેકટરીમાં પણ ચોરી કરનાર ત્રણ જણાને તાજેતરમાં સાબરકાંઠા એલસીબીએ બાતમીને આધારે ધાણધા ફાટક પાસેથી લોડીંગ રિક્ષા સાથે ઝડપી લીધા હતા. જયાં તેમની પુછપરછમાં ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશનની હદમાં ત્રણ મહિના અગાઉ સગા ભાઇની હત્યા કરી લાશ નદીમાં દાટી દીધી હોવાનો ઘટસ્ફોટ કર્યા બાદ એલસીબીએ ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Mangadh માં  ઘરફોડ ચોરીનું ભેદ ખુલ્યું

Advertisement

આ અંગે જિલ્લા પોલીસ વડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઇ એસ.એન. કરંગીયા તથા તેમની ટીમના જણાવ્યા મુજબ તાજેતરમાં તેઓ ભાદરવી પૂનમને લઇને હિંમતનગર-ઇડર રોડ પર પેટ્રોલીંગ કરતા હતા. ત્યારે એવી બાતમી મળી હતી કે સોનાસણ અને માનગઢમાં ચોરી કરનાર રાહુલ લક્ષ્મણ બજાણીયા (રહે.પાણપુર પાટીયા) રિક્ષા નં.જીજે.૦૯.એએક્સ.૯૪૯૧માં બેસી તેની પત્નિ શિતલ ઉર્ફે કાળી તથા મેહુલ ઉર્ફે કાળીયો લક્ષ્મણભાઇ બજાણીયા (બન્ને રહે. વિરપુર) પસાર થઇ રહ્યા હતા. ત્યારે પોલીસે તેમને શંકાસ્પદ ઘણી ધાણધા ફાટક પાસે રોકીને પુછપરછ કરી હતી. જેમાં રાહુલ બજાણીયા પાસેથી મોબાઇલ અને અન્ય બે જણાની ઝડતી લીધી હતી. પરંતુ તે બન્ને પાસેથી કંઇ મળી આવ્યુ ન હતુ. ત્યારબાદ રિક્ષાની તપાસ કરતા કપડાની થેલીમાં ચલણી નોટો નિકળતા રાહુલ બજાણીયા તથા અન્ય બે જણાને હિંમતનગર એલસીબીમાં લાવી પુછપરછ કરાઇ હતી.

Advertisement

જેમાં રાહુલએ દોઢ મહિના અગાઉ મહેસાણા જિલ્લાના પ્રદૂષણનગર નજીક આવેલી એક ફેકટરીમાંથી રૂપિયા ૮ લાખની ચોરી કરી હતી. ત્યારબાદ મળેલ રકમ ત્રણેય જણાએ સરખા ભાગે વહેચી લીધી હતી. સાથો સાથ રાહુલ, અજય ઉર્ફે અજ્જુ તખાજી ઠાકોરએ મહેસાણાના સાંઇ મંદિર પાસેના કસ્બામાં રાત્રે રિક્ષા લઇને નિકળ્યા બાદ જાદર નજીક મુકી બાઇકની ચોરી કરી તેઓ માનગઢ ગામની ત્રણ દુકાનોમાં ચોરી કરીને ભાગી ગયા હતા. જે અંગેની ફરિયાદ જાદર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. પકડાયેલા શખ્સોએ અન્ય કરણ સરતાન પટણી તથા અર્જુન ગાંડા દેવીપૂજકની મદદથી મહેસાણા, પ્રાંતિજ અને જાદરમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. સાથો સાથ તેમણે પાલનપુર, પાટણ, ઉંઝા, બાલીસણા, વિજાપુર, ગાંધીનગર, માણસા, ગાંભોઇ, ઇડર અને કલોલ સહિતના સ્થળે પણ ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત કર્યા બાદ એલસીબીએ સઘન પુછપરછ શરૂ કરી હતી.

Mangadh માં થયેલી ચોરીનો ભેદ ઉકેલતા હત્યાનો ખુલ્યો ભેદ

જેમાં પકડાયેલા રાહુલ તથા મેહુલના મોટાભાઇ શંકર લક્ષ્મણ બજાણીયા મડર કેસમાં આજીવન કેદની સજા ભોગવતો હતો. ત્યારે પેરોલ પર આવ્યા પછી તેમણે ત્રણેક મહિના અગાઉ પારિવારીક ઝઘડામાં મેહુલ, શંકર અને શિતલે દહેગામ રેલવે ગરનાળા નજીક ચોરી કરવા ભેગા થયા બાદ દહેગામમાંથી બે બાઇકની ચોરી કરી ડભોડા તરફ જઇને વડોદરા ગામમાં વડલા પાસે પાણી પીવા ઉભા હતા. ત્યારે મેહુલની પત્નિ રાખવા બાબતે રાહુલને ઝઘડો થયો હતો.

ત્યારબાદ રાત્રે મેહુલ ઉર્ફે વિકાસ તથા તેના ભાઇ શંકર સાથે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી મારઝુડ કરતા શંકર ખાડામાં પડયો હતો. જેથી શિતલે બહાર કાઢી શંકરના ગળામાં સાડી વિંટાળી રાહુલ અને શિતલે સાડી ખેંચી શંકરને ગળાટુપો આપી મોત નિપજાવ્યુ હતુ. ત્યારબાદ ભાંડો ફુટે નહી તે આશયથી શંકરની લાશ ખાડામાં દાટી દીધી હતી. ત્યારબાદ તેઓ નદીના કોતરમાં ભેખડ બાજુ લઇ જઇ ખાડામાં શંકરની લાશને દાટી દીધી હતી. તે પછી તેઓ દહેગામ રોડે રેલવે ફાટકવાળા પુલે જઇ ત્રણેય જણા વાહનમાં પરત જતા રહ્યા હતા. પરંતુ તત્કાલિન સમયે સમગ્ર ઘટના અંગે ડભોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ પકડાયેલા રાહુલ, મેહુલ અને શિતલ ઉર્ફે કાળીએ કબુલાત કરતા એલસીબીને અનેક ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.

પોલીસે શું કબ્જે લીધું..?
વિવિધ ગુનાઓમાં સપડાયેલા ત્રણેય પાસેથી સાબરકાંઠા એલસીબીએ રૂપિયા ૨ લાખની રિક્ષા, રૂપિયા ૩૦ હજારનું બાઇક નં.જીજે.૦૯.ડીડી.૧૨૭૫, રૂપિયા ૧૫ હજારનો મોબાઇલ મળી રૂપિયા ૩ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

ઘરફોડ ચોરીમાં અન્ય કોણ સપડાયેલ છે
- અજય ઉર્ફે અજ્જુ તખાજી ઠાકોર (રહે.મહેસાણા, સાંઇ મંદિર પાસે)
- કરણ સરતાનભાઇ પટણી (રહે.પ્રદૂષણનગર, મહેસાણા)
- અર્જુન ગાંડાભાઇ દેવીપૂજક (રહે.હાઉસીંગ પાસે, મહેસાણા)

એલસીબીને ૩૬ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી
સાબરકાંઠા એલસીબીને જાણે કે બગાસુ ખાતા પતાસુ મળ્યુ હોય તેમ પકડાયેલા રાહુલ, મેહુલ અને શિતલની પુછપરછ દરમિયાન તેઓ તથા અન્ય ત્રણ જણાએ વર્ષ ૨૦૨૧થી ૨૦૨૫ના સમયગાળા દરમિયાન ગુજરાતના સાબરકાંઠા સહિત અન્ય પોલીસ સ્ટેશનમાં ૩૬ ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. જેથી આગામી દિવસોમાં સાબરકાંઠા એલસીબી પકડાયેલાઓને જેતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તપાસ માટે મોકલી આપશે.

અહેવાલ - યશ ઉપાધ્યાય,સાબરકાંઠા 

આ પણ વાંચો:  Jamnagar : ખરાબ રોડ રસ્તાઓના વિરોધમાં જામજોધપુરના MLA, ગ્રામજનો, ખેડૂતોની પદયાત્રા

Tags :
Advertisement

.

×