Suratમાં વાહન ચેકિંગ દરમિયાન રૂ.9 કરોડથી વધુના ગોલ્ડ સાથે બે વ્યક્તિઓ ઝડપાયા
- સારોલી પોલીસે કરોડો રુપિયાના ગોલ્ડ (Gold)સાથે બે શખ્સની ધરપકડ કરી
- પોલીસે મુદ્દામાલ અને બંને આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરી
- સોનાનો ભાવ વધ્યો હોવાથી ફરી સોનાની દાણચોરી વધી છે
Suratની સારોલી પોલીસે કરોડો રુપિયાના ગોલ્ડ (Gold)સાથે બે શખ્સને ઝડપ્યા છે. જેમાં વાહન ચેકિંગ દરમિયાન સોના સાથે બે લોકો ઝડપાયા છે. તેમાં રૂપિયા 9 કરોડથી વધુનું 15 કિલો સોનું કબજે કરવામાં આવ્યું છે. જેમાં બંને શખ્સ કારમાં સોનું છૂપાવીને લઇ જતા હતાં ત્યારે પોલીસે કાર્યવાહી કરતા બંને શખ્સની ધરપકડ કરી છે. તેમજ પોલીસે મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
પોલીસે મુદ્દામાલ અને બંને આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરી
શહેરના સારોલી પોલીસે કરોડોના સોના સાથે બે લોકોને ઝડપી પાડ્યા છે. જેમાં કરોડોનું સોનું (Gold)કોનું છે તે બાબતે યોગ્ય જવાબ અને ડોક્યુમેન્ટના મળતા પોલીસે સોનું કબ્જે કર્યું છે. સીમાડા ચેક પોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમ્યાન કરોડોના સોના સાથે બે લોકોને પોલીસે ઝડપ્યા છે. જેમાં બને ઈસમો કારમાં કાપડની અંદર સોનું છુપાવીને લઈ જતા હતા. તેમાં હિરેન ભટ્ટી અને મનજી ધામેલીયા નામના બંને વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. જેમાં બન્ને વ્યક્તિઓએ મહિધરપુરાથી ઉભેળ ખાતે ફેક્ટરીમાં સોનું લઈ જતા હોવાનું જણાવ્યું હતુ. હાલ પોલીસે મુદ્દામાલ અને બંને આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
આ પણ વાંચો : BZ કૌભાંડમાં CID ક્રાઇમે તપાસ કરતા સામે આવ્યા રહસ્યમય કરોડો રૂપિયાના ટ્રાન્જેકશન
DRIએ રૂપિયા 4.72 કરોડની કિંમતના સોનાનું સ્મગલિંગ ઝડપ્યું
તાજેતરમા શહેરમાંથી DRIએ રૂપિયા 4.72 કરોડની કિંમતના સોના (Gold)નું સ્મગલિંગ ઝડપ્યું હતુ. જેમાં શારજાહથી સુરત આવતી ફ્લાઈટમાં સ્મગલિંગ કરવામાં આવતું હતુ તેમાં ડીઆરઆઈની ટીમે 6 કિલો સોના સાથે બે વ્યકિતની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં વિપુલ પાલડિયા અને અભય કુમારની ધરપકડ કરવામાં આવી હતી જેને લઈ મોટા ખુલાસા થયા હતા. જેમાં બેલ્ટમાં પેસ્ટ ફોર્મમાં સોનું છુપાવીને લાવ્યા હતા. ફલાઇટમાં પેસ્ટ ફોમમાં બેલ્ટની અંદર સોનુ લાવાવમાં આવ્યુ હતુ.આરોપીઓ સોનુ કોને આપવાના હતા તેને લઈ હજી કોઈ માહિતી સામે આવી ન હતી. હાલમાં તો તપાસ ચાલી રહી છે, ત્યારે સોનાનો ભાવ વધ્યો હોવાથી ફરી સોનાની દાણચોરી વધી છે.
ગુજરાતમાં સોનાની તસ્કરીના કિસ્સા વારંવાર સામે આવી રહ્યાં છે
દેશ અને દુનિયામાં સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે, તેની સાથે-સાથે સોના(Gold)ની તસ્કરી પણ વધી છે. જેમાં તાજેતરમાં અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીકની એક હોટલમાંથી સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટનો પર્દાફાશ થયો હતો. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટ વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરતા કુલ 10.32 કિલો સોનું જપ્ત કર્યું હતું. જેમાં સોનાની અંદાજીત બજાર રૂ.7.75 કરોડ આંકવામાં આવી હતી. ગુજરાતમાં સોનાની તસ્કરીના કિસ્સા વારંવાર સામે આવી રહ્યાં છે. ત્યારે પોલીસની સતર્કતાથી આરોપીઓ પકડાઇ રહ્યાં છે.
આ પણ વાંચો : Banaskantha: પાલનપુરના 2 ઓપરેટરોએ કર્યું Aadhaar cardમાં સેટિંગ, મોટું કૌભાંડ સામે આવવાની સંભાવના


