Aam Adami Party માંથી 5 વર્ષ માટે હકાલપટ્ટી થતાં જ ઉમેશ મકવાણાએ આપી તીખી પ્રતિક્રિયા
- Aam Adami Party ના ડખાથી ગુજરાત રાજકારણમાં ખળભળાટ
- ઈસુદાન ગઢવીએ Umesh Makwana ને કર્યા 5 વર્ષ માટે સસ્પેન્ડ
- સસ્પેન્શન પર ઉમેશ મકવાણાએ આપી તીખી પ્રતિક્રિયા
- મને સસ્પેન્ડ કરવાનો જવાબ કોળી સમાજ આપશે - ઉમેશ મકવાણા
Aam Adami Party : આજે સવારથી જ ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીના ડખાથી ખળભળાટ મચેલો છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા (Umesh Makwana) એ પાર્ટીના દંડક અને નેશનલ જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામું આપ્યું છે. તેમના રાજીનામા બાદ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી (Isudan Gadhvi) એ ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આ સસ્પેન્શન બાદ ઉમેશ મકવાણાએ પ્રતિક્રિયા પણ આપી છે. ઉમેશ મકવાણાએ પ્રદેશ સ્તરેથી સસ્પેન્ડ ન કરી શકાય તેવું નિવેદન આપ્યું છે.
5 વર્ષ માટે સસ્પેન્ડ
આજે ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીના દંડક અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી પદેથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામા બાદ આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi એ ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ઈસુદાન ગઢવીએ આ સસ્પેન્શનની જાહેરાત કરતી એક પોસ્ટ પણ X પર કરી છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, આમ આદમી પાર્ટી અને ગુજરાત વિરોધી કામગીરી બદલ ઉમેશ મકવાણાને પક્ષમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ Aam Aadmi Party : પક્ષના દંડક અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી પદેથી ઉમેશ મકવાણાએ આપ્યું રાજીનામું
સસ્પેન્શન પર પ્રતિક્રિયા
ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટી પ્રમુખ ઈસુદાન ગઢવીએ 5 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. Isudan Gadhvi એ સસ્પેન્ડ કરતી પોસ્ટ પણ X પર કરી છે. X પર ઈસુદાન ગઢવીએ લખ્યું છે કે, પક્ષ અને ગુજરાત વિરોધી કામગીરી બદલ ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. આ ઘટના બાદ ઉમેશ મકવાણાએ પણ પ્રતિક્રિયા આપી છે. ઉમેશ મકવાણાએ જણાવ્યું છે કે, મને સસ્પેન્ડ કરવાનો નિર્ણય રાષ્ટ્રીય સ્તરેથી જ થઈ શકે છે. પ્રદેશ સ્તરેથી મને સસ્પેન્ડ કરી ન શકાય. મને સસ્પેન્ડ કરવાનો જવાબ કોળી સમાજ આપશે. મારા જ રાજકીય હરીફો પક્ષમાં છે. તેમજ ઉમેશ મકવાણાએ અન્ય પક્ષમાં જોડાવાની અટકળો પર પણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, હું ભાજપ-કોંગ્રેસ કોઈને સમર્થન નહીં આપું. આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે યથાવત રહીશ.
આ પણ વાંચોઃ Rajkot: વધુ એક હોસ્પિટલનું ખ્યાતિકાંડ જેવુ કારસ્તાન સામે આવ્યું