કેન્દ્રીય બજેટ 2025-26 ગુજરાત માટે કેટલું ફાયદાકારક? વાંચો અહેવાલ
- નિર્મલા સીતારમણે સતત આઠમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું
- ટેક્સ માટે પણ સારો એવો સુધારો કરવામાં આવ્યો છે
- આ બજેટ 2025માં ગુજરાત માટે શું જોગવાઈ કરવામાં આવી છે?
Union Budget 2025: આજે ભારતનું કેન્દ્રીય બજેટ રજૂ થયું છે. ભારતના નાણાંમંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) આજે સતત આઠમી વખત કેન્દ્રીય બજેટ (Union Budget 2025) રજૂ કર્યું. જેમાં અનેક બાબતોને આવરી લેવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ બજેટમાં ખેડૂતો, કામદારો, વિદ્યાર્થીઓ અને યુવાનોને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. ટેક્સ માટે પણ સારો એવો સુધારો કરવામાં આવ્યો છે. પરંતુ વાત કરવામા આવે આપણાં રાજ્ય ગુજરાતની, તો ગુજરાત માટે આ બજેટમાં શું જોગવાઈ છે? આ બજેટથી ગુજરાતને કેટલો ફાયદો થવાનો છે? વાંચો આ અહેવાલ...
કેન્દ્રીય બજેટ 2025-26માં ગુજરાત માટે આ જાહેરાતો
ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC): IFSCમાં વધારાની પ્રવૃત્તિઓને આકર્ષવા અને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય બજેટમાં IFSC માં સ્થાપિત વૈશ્વિક કંપનીઓના શિપ-લીઝિંગ યુનિટ્સ, વીમા ઓફિસો અને ટ્રેઝરી સેન્ટર્સને વિશેષ લાભો આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ સાથે સાથે લાભોનો દાવો કરવા માટે, IFSC માં શરૂઆત માટેની કટ-ઓફ તારીખ પણ પાંચ વર્ષ વધારીને 31/03/2030 કરવામાં આવી છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા આજે રજૂ કરવામાં આવેલ નાણાકીય વર્ષ 2025-26 માટેના કેન્દ્રીય બજેટને ‘વિકસિત ભારત @ 2047’ના સંકલ્પને પાર પાડવામાં નવી ચેતના આપનાર બજેટ ગણાવી, Citizen Firstની વિભાવના સાથે તમામ… pic.twitter.com/7pCp0uKsKq
— CMO Gujarat (@CMOGuj) February 1, 2025
આ પણ વાંચો: Union Budget 2025 : પૂર્વ CM વિજય રૂપાણી, GCCI, RCCI ની બજેટ પર પ્રતિક્રિયા
IFSC માટે પ્રોત્સાહનોની વાત કરવામાં આવે તો...
કેન્દ્રીય બજેટમાં દરખાસ્ત કરવામાં આવી હતી કે વિવિધ વિભાગોમાં મુક્તિ, કપાત અને સ્થળાંતર માટે IFSC એકમો સાથે સંબંધિત સનસેટ ડેટ્સ 31 માર્ચ, 2030 સુધી લંબાવવામાં આવશે.
કેન્દ્રીય બજેટમાં IFSC વીમા મધ્યસ્થી કચેરી દ્વારા જારી કરવામાં આવેલી જીવન વીમા પોલિસી પર પ્રાપ્ત થતી આવકને મહત્તમ પ્રીમિયમની રકમની શરત વિના મુક્તિ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
કેન્દ્રીય બજેટમાં શિપ લીઝિંગ ડોમેસ્ટિક કંપનીના ઇક્વિટી શેરના હસ્તાંતરણ પર બિન-નિવાસી અથવા IFSCના એકમ માટે મૂડીનફામાં કલમ 10 (4H)માં છૂટને વધારવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
IFSCમાં શિપ લીઝિંગ કંપની દ્વારા જહાજ ભાડાપટ્ટા સાથે સંકળાયેલા એકમને ચૂકવવામાં આવતા ડિવિડન્ડની કલમ 10 (34B)માં મુક્તિને વધારવાનો પ્રસ્તાવ છે.
Union Budget 2025 Live : કેન્દ્રીય બજેટથી ગુજરાતના ખેડૂતોને થશે ફાયદો । Gujarat First@nsitharaman @FinMinIndia #narendramodi #pmo #unionbudget2025 #budget2025 #budgetlive #budgetsession #budgetlive #financeindia #EconomicGrowth #taxreforms #budgetexpectations #indiaeconomy… pic.twitter.com/JKPN9VTzIE
— Gujarat First (@GujaratFirst) February 1, 2025
કેન્દ્રીય બજેટમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે બે જૂથ સંસ્થાઓ વચ્ચે કોઈપણ એડવાન્સ અથવા લોન, જ્યાં જૂથ સંસ્થાઓમાંથી એક IFSC માં ટ્રેઝરી પ્રવૃત્તિઓ અથવા ટ્રેઝરી સેવાઓ હાથ ધરવા માટે સ્થાપિત થયેલ હોય, તેને ડિવિડન્ડમાંથી બાકાત રાખવામાં આવશે.
કેન્દ્રીય બજેટમાં IFSC સ્થિત ફંડ મેનેજર દ્વારા સંચાલિત રોકાણ ભંડોળ માટે સિમ્પલીફાઇડ સેફ હાર્બર રિજિમ પ્રદાન કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આઈએફએસસી એકમો માટે શરતોમાં છૂટછાટ 31 માર્ચ, 2030 સુધી લંબાવવામાં આવી હતી.
કેન્દ્રીય બજેટમાં કોઈ પણ વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર સાથે કરવામાં આવેલા નોન-ડિલીવરેબલ ફોરવર્ડ કોન્ટ્રાક્ટના હસ્તાંતરણના પરિણામે બિન-નિવાસીને થતી, ઉદ્ભવતી કે તેને પ્રાપ્ત થયેલી કોઈ પણ આવકને મુક્તિ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જે નિર્ધારિત શરતોનું પાલન કરે છે.
મૂળ ભંડોળમાં શેરહોલ્ડર દ્વારા રાખવામાં આવેલા શેર અથવા યુનિટ અથવા વ્યાજનું સ્થાનાંતરણ (IFSCએ રેગ્યુલેશન 2022 હેઠળ નિયંત્રિત રિટેલ સ્કીમ અથવા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ હોવાને કારણે) શેર અથવા યુનિટ અથવા રોકાણમાં પરિણામી ભંડોળમાં હિત માટે વિચારણામાં મૂડી લાભની ગણતરીના હેતુસર સ્થાનાંતરણ તરીકે ગણવામાં આવશે નહીં.
આ પણ વાંચો: Budget 2025 : PM મોદીએ બજેટને ગણાવ્યું ખાસ! જાણો શું કહ્યું
બજેટ રજૂ થયાં પછી અનેક રાષ્ટ્રીય નેતાઓએ એક્સ પર પોતાનો પ્રતિભાવ આપ્યો છે, જેમાં સત્તા પક્ષના નેતાઓએ બજેટનું ખુબ વખાણ કર્યા અને આ બજેટને ગરીબો, મધ્યમ વર્ગ, યુવાઓ અને નારી માટેનું બજેટ ગણાવ્યું છે. જો કે, તેવા થાડોક આંકડાઓ પણ જોવા મળ્યાં છે. ખા કરીને વાત કરવામાં આવે તો, આ બજેટ આજે ખાસ ચર્ચાનો વિષય રહ્યો છે.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


