ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amit Shah Gujarat visit: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આણંદમાં NDDB ભવનનો શિલાન્યાસ કર્યો

NDDB ની ડાયમંડ જ્યુબિલીના કાર્યક્રમમાં આપી હાજરી NDDB એ ભારતના ડેરી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવીઃ અમિત શાહ અમિત શાહે નવા NDDB ભવનનો શિલાન્યાસ કર્યો Amit Shah Gujarat visit: કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ છે અને...
02:59 PM Oct 22, 2024 IST | VIMAL PRAJAPATI
NDDB ની ડાયમંડ જ્યુબિલીના કાર્યક્રમમાં આપી હાજરી NDDB એ ભારતના ડેરી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવીઃ અમિત શાહ અમિત શાહે નવા NDDB ભવનનો શિલાન્યાસ કર્યો Amit Shah Gujarat visit: કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ છે અને...
Amit Shah Gujarat Visit
  1. NDDB ની ડાયમંડ જ્યુબિલીના કાર્યક્રમમાં આપી હાજરી
  2. NDDB એ ભારતના ડેરી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવીઃ અમિત શાહ
  3. અમિત શાહે નવા NDDB ભવનનો શિલાન્યાસ કર્યો

Amit Shah Gujarat visit: કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ છે અને તેઓ ગુજરાતની મુલાકાતે આવેલા છે. આ દરમિયાન તેઓ વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યાં છે. આણંદમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ની ડાયમંડ જ્યુબિલી ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, આણંદની હિરક જ્યંતી ઉજવણીના અવસરે કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવા NDDB ભવનનો શિલાન્યાસ કર્યો હતો.

NDDBની ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશનમાં અમિત શાહની હાજરી

નોંધનીય છે કે, NDDB એ ભારતના ડેરી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ અવસરે મંત્રી શાહે આ સંસ્થાના 60 વર્ષ પૂર્ણ થવાના મંગલ પ્રવેશના પ્રસંગની ઉજવણીમાં હાજરી આપી છે. આણંદમાં NDDBની હિરક જ્યંતી ઉજવણીમાં રાજકીય આગેવા અને ઉદ્યોગના પ્રતિનિધિઓ પણ હાજરી આપી હતીં. ત્રિભુવનદાસ પટેલની જન્મજયંતી પણ આજે ઉજવાઈ રહી છે, જેમાં કેન્દ્રિય મંત્રી લલનસિંહ, ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચો: Gujarat: ખેડૂતો માટે આવ્યાં રાહતના સમાચાર, 24 કલાક બાદ વાતાવરણ સૂકું બનશે

અમિત શાહે નવા NDDB ભવનનો શિલાન્યાસ કર્યો

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ની સ્થાપના 1965માં કરવામાં આવી હતી, આજે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ 59 વર્ષ પૂર્ણ કરીને તેના 60માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. નોંધનીય છે કે, અમૂલના આદ્ય સ્થાપક ત્રિભોવનદાસ પટેલની જન્મજયંતિની પણ આજે તારીખ 22 ઓક્ટોબરના રોજ ઉજવણી કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ હાજરી આપી હતી.

આ પણ વાંચો: અમિત શાહના સ્કૂટર પાછળ બેસીને નરેન્દ્ર મોદી પ્રવાસ કરતા, અત્યારે કહેવાય છે રાજકારણની હિટ જોડી

લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ ટ્રેનિંગ કાર્યક્રમમાં પણ હાજરી આપશે

અમિત શાહ ઉપરાંત, ગુજરાત વિધાનસભામાં "લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ ટ્રેનિંગ" કાર્યક્રમમાં પણ હાજરી આપી. આ કાર્યક્રમમાં પાત્રતા ધરાવતા તમામ ઉમેદવારોને કાયદો અને વિધાનસભા પ્રક્રિયાની માહિતી અને કુશળતા પ્રદાન કરી હતી. અમિત શાહ આ કાર્યક્રમ દ્વારા વિધાનસભાના કાર્યક્ષમતા વધારવા માટેના પ્રયાસોને પ્રોત્સાહન આપવા પ્રયત્નશીલ રહેશે. અમિત શાહ આણંદમાં કૃષિલક્ષી યોજનાઓની જાહેરાત કરી છે, જે ખેડૂતોના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થવાની છે. અમિત શાહે સરકારના વિવિધ વિકાસકામો પર પ્રકાશ પાડ્યો અને ખેડૂતોને મળતા લાભો વિશે માહિતી આપી હતી.

આ પણ વાંચો: ભારતમાં કેસરિયો ધ્વજ મજબૂતાઈથી લહેરાવનાર અને ભાજપના ચાણક્ય Amit Shah નો આજે જન્મદિવસ

Tags :
Amit ShahAmit Shah Gujarat VisitAmit Shah Gujarat Visit NewsAmit Shah in AnandGujaratGujarati NewsNDDBNDDB BhavanNDDB Bhavan - AnandUnion Home and Cooperation Minister Amit ShahVimal Prajapati
Next Article