ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : FBI ડાયરેક્ટરના કૌટુંબિક કાકા વડોદરાના રહેવાસી, કહ્યું, 'તેણે આપણી સંસ્કૃતિને જીવંત રાખી'

VADODARA : આવનાર પેઢીએ જોવું જોઇએ કે એક માણસ આટલો આગળ આવી શકે તો આપણે પણ ભણીગણી આગળ વિદેશમાં આવી શકીએ છીએ.
07:39 AM Feb 23, 2025 IST | PARTH PANDYA
VADODARA : આવનાર પેઢીએ જોવું જોઇએ કે એક માણસ આટલો આગળ આવી શકે તો આપણે પણ ભણીગણી આગળ વિદેશમાં આવી શકીએ છીએ.

VADODARA : અમેરિકામાં ચૂંટાયેલી બીજી વખતની ટ્રમ્પ સરકારમાં મૂળ વડોદરાના પરિવારના કાશ પટેલને FBI ના ડાયરેક્ટર (USA FBI DIRECTOR KASH PATEL FAMILY LIVES IN VADODARA) બનાવવામાં આવ્યા છે. જેને પગલે ભારતીયોમાં ઘણો ઉત્સાહ અને ખુશીની લાગણી છે. ત્યારે કાશ પટેલના પરિવારની ત્રીજી પેઢી આજે પણ વડોદરામાં વસે છે. કાશ પટેલની પોતાની જમીન અને ઘરની સંપત્તિ પણ છે. તેમની જમીનો પર આજે પણ ખેતી થાય છે. આ અંગે કાશ પટેલના કાકા કૃષ્ણભાઇ પટેલે વિગતવાર માહિતી મીડિયાને આપી હતી.

ઉમળકાભેર સ્વાગત કરવામાં આવશે

કાશ પટેલના કાકા કૃષ્ણભાઇ પટેલ વડોદરા (FBI DIRECTOR KASH PATEL FAMILY AT VADODARA) ના માંજલપુર વિસ્તારમાં વસે છે. કાશ પટેલે એફબીઆઇ ડાયરેક્ટર તરીકેના શપથ લીધા બાદ તેમણે મીડિયા સાથેની વાતમાં પોતાની ખુશી વર્ણવતા જણાવ્યું કે, કાશ મારો ભત્રીજો થાય, અમારી ત્રીજી પેઢી છે. ઘણા સમયથી સંપર્ક થયો નથી. કાશ પટેલનો પરિવાર મૂળ બોરસદ, ભાદરણનો વતની છે. તે મારા સગા કાકાનો દિકરો છે. અમારા ભાદરણ ગામ અને પાટીદાર સમાજ માટે ખુબ જ મોટી ગૌરવની વાત છે. અમે ઘણી ખુશી અનુભવીએ છીએ. તેઓ ભારતમાં આવશે, ત્યારે તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવશે.

ગીતા પર હાથ મુકીને શપથ લીધી તે મોટી વાત

કૃષ્ણભાઇ પટેલને અમેરિકાથી ડિપોર્ટ કરવા અંગેનો સવાલ પુછતા જવાબમાં જણાવ્યું કે, કાશ પટેલ આ મામલે વિશેષ ધ્યાન રાખશે. ખરેખર જે રીતે લોકો જાય છે, તે સારૂ નથી. તે રીતે ગયા પછી ઘણા પછતાય છે. આ રીતે જવામાં ઘણા ખર્ચા થાય છે, અને પાછું આવવું પડે છે. આજે પણ કાશ પટેલની ગામમાં જમીન છે, તેમનું ઘર છે. તેમની જમીનની પિતરાઇ ભાઇઓ સારસંભાળ રાખે છે. તેમની જમીન પર તમાકુનું ઉત્પાદન થાય છે. કાશ પટેલે ભાગવત ગીતા પર હાથ મુકીને શપથ લીધી તે ગૌરવની વાત છે. તેણે ભારતીય સંસ્કૃતિને આજે પણ વિદેશમાં જીવંત રાખી છે. કાશ પટેલના કારણે ભારત અને અમેરિકાના સંબંધો મજબુત થઇ શકે છે. આવનાર પેઢીએ જોવું જોઇએ કે એક માણસ આટલો આગળ આવી શકે તો આપણે પણ ભણીગણી આગળ વિદેશમાં આવી શકીએ છીએ.

ઇદી અમીનના સમયમાં તેમણે આફ્રિકા છોડ્યું

આખરમાં જણાવ્યું કે, અમે ટુંક સમયમાં સંપર્ક કરીશું. કાશ પટેલના પિતા આફ્રીકાથી ઇંગ્લેન્ડ ગયા હતા. ત્યાંથી અમેરિકા જઇને તેમણે વસવાટ કર્યો હતો. કાશ પટેલનો જન્મ પણ અમેરિકામાં જ થયો છે. ઇદી અમીનના સમયમાં તેમણે આફ્રિકા છોડ્યું હતું. કાશ પટેલને આપણે આમંત્રણ આપીને બોલાવીને તેમનું બહુમાન કરવું જોઇએ. કાશ પટેલના કાકીએ કહ્યું કે, તેની સિદ્ધી બદલ ખુબ ખુબ અભિનંદન. તેઓ ખુબ પ્રગતિ કરતા રહે તેવા આશિર્વાદ પાઠવું છું.

આ પણ વાંચો --- VADODARA : મોક્સીમાં SOG ના દરોડા, શંકાસ્પદ સિન્થેટીક મટીરીયલ જપ્ત

Tags :
AchievementDirectorfamilyFBIGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsinkashlivesmembersPatelPraiseUSAVadodara
Next Article