Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : આયુષી ધોળકિયાએ જીત્યો "ફેમિના મિસ ઇન્ડિયા-ગુજરાત"નો ખિતાબ

VADODARA : મિસ ટીન ઇન્ડિયા ૨૦૧૯ અને મિસ ટીન ઇન્ટરનેશનલ ૨૦૧૯ નો ખિતાબ જીતનારી શહેરની દીકરી આયુષી ધોળકિયા (Aayushi Dholakia) એ ફેમિના મિસ ઇન્ડિયા ગુજરાત (Femina Miss India Gujarat) નું ટાઇટલ જીત્યું છે. આવનારા સમયમાં તે ફેમિના મિસ ઇન્ડિયામાં ગુજરાતનું...
vadodara   આયુષી ધોળકિયાએ જીત્યો  ફેમિના મિસ ઇન્ડિયા ગુજરાત નો ખિતાબ
Advertisement

VADODARA : મિસ ટીન ઇન્ડિયા ૨૦૧૯ અને મિસ ટીન ઇન્ટરનેશનલ ૨૦૧૯ નો ખિતાબ જીતનારી શહેરની દીકરી આયુષી ધોળકિયા (Aayushi Dholakia) એ ફેમિના મિસ ઇન્ડિયા ગુજરાત (Femina Miss India Gujarat) નું ટાઇટલ જીત્યું છે. આવનારા સમયમાં તે ફેમિના મિસ ઇન્ડિયામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. જે શહેરવાસીઓ માટે ગર્વની વાત છે.

AAYUSHI DHOLAKIA - VADODARA

Advertisement

મુંબઇમાં ઓડિશન આપીને સ્ટેટ ટાઇટલ જીત્યું

જે વિશે માહિતી આપતા આયુષી ધોળકિયાએ જણાવ્યું હતું કે, ફેમિના દ્વારા જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં ઓડિશન લેવામાં આવ્યા હતા. જેમાં દેશના નોર્થ, સાઉથ, ઇસ્ટ, વેસ્ટ અને નોર્થ ઇસ્ટ એમ પાંચ ઝોનમાંથી ૨૦૦૦ થી વધારે યુવતીઓએ દાવેદારી નોંધાવી હતી. જેમાંથી ફાઈનલ રાઉન્ડમાં રેમ્પ વોક, ઇન્ટ્રોડક્શન અને પ્રશ્નોત્તરી જેવા રાઉન્ડમાં પોતાની પ્રતિભા બતાવીને ૧૫૦ પ્રતિભાગીઓ સિલેક્ટ થઈ હતી. જેઓએ મુંબઇમાં ઓડિશન આપીને સ્ટેટ ટાઇટલ જીત્યું હતું. જેમાં ગુજરાત રાજ્યનું ફેમિના મિસ ઇન્ડિયા ગુજરાતનું ટાઈટલ મને પ્રાપ્ત થયું છે.

Advertisement

જોયેલા સ્વપ્નને સાકાર કરવાનો સમય આવ્યો

વધુમાં તેઓએ જણાવ્યું કે, આવનારા સમયમાં ફેમિના દ્વારા મિસ ઇન્ડિયા ટાઇટલ માટે સ્પર્ધાનું આયોજન કરાશે. જેમાં મને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનો અવસર પ્રાપ્ત થશે. નોંધનીય છે કે, આયુષી ધોળકિયા જ્યારે ૧૦ વર્ષની હતી ત્યારે તેણે મિસ ઇન્ડિયા બનવાનું સ્વપ્ન જોયું હતું. હવે તેણીએ જોયેલા સ્વપ્નને સાકાર કરવાનો સમય આવ્યો છે. બેચલર ઇન મીડિયા એન્ડ કૉમ્યુનિકેશનનો અભ્યાસ પૂર્ણ કરનાર આયુષીએ કનુભાઇ ધ ગ્રેટ અને હેલ્લો જેવી ગુજરાતી ફિલ્મમાં અભિનય પણ કર્યો છે.

આ પણ વાંચો -- VADODARA : વરસતા વરસાદમાં સાંસદ જાંબુઆ બ્રિજની મુલાકાતે પહોંચ્યા

Tags :
Advertisement

.

×