VADODARA : બમણી ઉંમરના પુરૂષ જોડે પ્રેમમાં પડેલી સગીરાએ માતાને માર માર્યો
VADODARA : વડોદરા (VADODARA) માં પોતાનાથી બમણી ઉંમરના પુરૂષ જોડે લગ્ન ન કરાવી આપતા સગીરાએ તેની માતાને માર માર્યો હોવાની ઘટના અભયમ (ABHAYAM - VADODARA) પાસે પહોંચી છે. બાદમાં અભયમની ટીમે સ્થળ પર જઇને વધુ માહિતી મેળવીને સગીરાનું અસરકારક કાઉન્સિલીંગ કર્યું હતું. જે બાદ મામલે થાળે પડ્યો હતો.
સગીરા ચીપીયા વડે ડામ આપે
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, સગીરાના માતાએ અભયમની ટીમને ફોન કરીને તેમની મદદ માંગી હતી. મહિલાએ પોતાનું સરમાનું જણાવ્યા બાદ ટીમ સ્થળ પર પહોંચી હતી. અને ઝીણવટભરી રીતે જાણવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સગીરાની માતાએ જણાવ્યું કે, તેઓ વિધવા છે. અને તેમના પતિનું મૃત્યું થયું છે. તે ફુલમાળીનો ધંધો કરીને ગુજરાન ચલાવે છે. તેમને 17 વર્ષિય સગીર દિકરી અને 10 વર્ષિય દિકરો છે. દિકરો મુકબધીર છે. તેને સગીરા ચીપીયા વડે ડામ આપે છે.
ભાઇનું ધ્યાન પણ રાખો
સગીરાને તેનાથી બમણી જેટલી 32 વર્ષની ઉંમરના પુરૂષ સાથે પ્રેમ છે. જે બાદ સગીરાએ તેના ઘરમાંથી પૈસાની ચોરી પણ કરી હતી. તે મોડી રાત સુધી બહાર ફર્યા કરે છે. તેને કંઇ કહે તો તે માર મારે છે. આખરા આ ઘટનાક્રમથી કંટાળીને તેની માતાએ અભયમને ફોન કર્યો હતો. ટીમે સગીરાને જણાવ્યું કે, તારી ઉંમર પુખ્યવયની નથી. હમણાં ભણવા પર ધ્યાન આપો. હમણાં મમ્મીને સપોર્ટ કરવાની જરૂર છે. પપ્પા નથી તો ભાઇનું ધ્યાન પણ રાખો. બોયફ્રેન્ડને પૈસા આપશો નહી.
સુખદ સમાધાન આવ્યું
અસરકારક કાઉન્સિલીંગ કરતા સગીરાની શાન ઠેકાણે આવી હતી. અંતમાં સગીરાએ પોતાની ભુલ સ્વીકારી હતી. અને જણાવ્યું કે, હવે તે બોયફ્રેન્ડનો ક્યારે સંપર્ક નહી કરે. આમ, મામલાનું સુખદ સમાધાન આવ્યું હતું.
આ પણ વાંચો -- VADODARA : જર્જરિત પાણીની ટાંકી મોટી દુર્ધટના નોતરે તેવી સ્થિતીમાં


