VADODARA : "નોટ વાંચ્યા પછી બધી ખબર પડી, અમને કોર્ટ પર પૂરો ભરોસો છે", એક્ટિવિસ્ટના પરિજનનું નિવેદન
VADODARA : વડોદરા (VADODARA) ના જાણીતા કન્ઝ્યૂમર એક્ટિવિસ્ટ પી મૂરજાણીએ ગતરાત્રે પોતાના વાઘોડિયા સ્થિત નિવાસ સ્થાને રિવોલ્વસથી લમણે ગોળી મારીને જીવન ટુંકાવી લીધું છે. આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. તેઓ કંપનીના પ્રોડક્ટ તથા સેવાઓથી છેતરાયેલા લોકો માટે લડત આપવા માટે જાણીતા હતા. અચાનત તેમણે ભરેલા અંતિમ પગલાના કારણે સૌ કોઇ વિચારતા થયા છે. ત્યારે આજરોજ તેમના પરિજને મીડિયા સમક્ષ આવીને તે સમયની હકીકત વર્ણવી છે. જેમાં તેઓ જણાવે છે કે, નોટ વાંચ્યા પછી બધી ખબર પડી, અમને કોર્ટ પર પૂરો ભરોસો છે. હાલ, મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેમની અંતિમ ક્રિયા માટેની તૈયારીઓ ચાલી રહી છે.
રિવોલ્વર તેમણે ચૂંટણી સમયે પોલીસ મથકમાં જમા કરાવી હતી
પરિજને મીડિયાને જણાવ્યું કે, ગઇ કાલે રાત્રે મારા કાકીનો ફોન આવ્યો હતો. અને કહ્યું કે, કાકાને કંઇ થઇ ગયું છે. એટલે હું અને મારા પત્ની દોડીને ગયા હતા. ત્યારે માત્ર મારા કાકી જ ત્યાં હતા. પહેલા જોતા મને લાગ્યું કે, બ્રેઇન હેમરેજ થયું છે. પછી તે તેમને દેહને ફેરવ્યો તો મારી નજર રિવોલ્વર પર પડી હતી. જેથી મેં કાકીને પુછ્યું કે, રિવોલ્વર ક્યાંથી આવી, આ તો જમા હતી. તેમણે કહ્યું કે, તેમને ખબર નથી. આજે બપોરે લાવ્યા હોય ત્યારે લાવ્યા હોઇ શકે. આ રિવોલ્વર તેમણે ચૂંટણી સમયે પોલીસ મથકમાં જમા કરાવી હતી. તેમણે આ વાતનો ઉલ્લેખ તેમણે લખેલા અંતિમ મેસેજમાં કર્યો છે.
આરોપીઓ સામે કાર્યવાહી થશે
વધુમાં જણાવ્યું કે, ગઇ કાલે રાત્રે 9 - 51 કલાકે પોલીસ જવાનો હાજર હતા, ત્યારે તેમની લખેલી નોટ બધાય શોધતા હતા. બાદમાં તેઓનો મેસેજ આવ્યો હતો. જેમાં બધાયને ખબર પડી હતી. મૃતકે બધુ નોટમાં લખ્યું જ છે. તે માણસ કોઇ દિવસ ખોટું લખે જ નહીં. આપણા પર જે વિતી હોય, તેમને જે ત્રાસ આપ્યો હશે, તેનાથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હશે. અમને કોર્ટ પર પુરો ભરોસો છે. આરોપીઓ સામે કાર્યવાહી થશે. સ્યુસાઇડ નોટ વાંચ્યા પછી અમને ખબર પડી કે તેમને આટલો ત્રાસ હતો. તેમને કોઇ વસ્તાર નથી. તેઓ મંદિર, ગરીબોની સેવા, આશ્રમો તથા ભક્તિભાવ વાળી પ્રવૃત્તિઓમાં જોડાયેલા હતા.
આ પણ વાંચો -- VADODARA : જાણીતા એક્ટિવિસ્ટએ લમણે ગોળી મારી જીવન ટુંકાવ્યું, વાંચો અંતિમ સંદેશ


