ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વડોદરા એરપોર્ટમાં કારપેટ પર ગરબાનું ચિન્હ મુકી અપમાન

VADODARA : વડોદરા (VADODARA) ના ગરબા (GARBA) આંતર રાષ્ટ્રીય નામના મેળવી ચુક્યા છે. નવરાત્રીમાં તો દેશ વિદેશથી ખેલૈયાઓ અહિંયા ગરબા રમવા આવતા હોય છે, ત્યારે વડોદરા એરપોર્ટ (VADODARA AIRPORT) પર બિછાવેલી કારપેટમાં ગરબાના ચિન્હો અંકિત કરવામાં આવ્યા હોવાનું સામાજીક કાર્યકર (SOCIAL...
05:02 PM Mar 09, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) ના ગરબા (GARBA) આંતર રાષ્ટ્રીય નામના મેળવી ચુક્યા છે. નવરાત્રીમાં તો દેશ વિદેશથી ખેલૈયાઓ અહિંયા ગરબા રમવા આવતા હોય છે, ત્યારે વડોદરા એરપોર્ટ (VADODARA AIRPORT) પર બિછાવેલી કારપેટમાં ગરબાના ચિન્હો અંકિત કરવામાં આવ્યા હોવાનું સામાજીક કાર્યકર (SOCIAL...

VADODARA : વડોદરા (VADODARA) ના ગરબા (GARBA) આંતર રાષ્ટ્રીય નામના મેળવી ચુક્યા છે. નવરાત્રીમાં તો દેશ વિદેશથી ખેલૈયાઓ અહિંયા ગરબા રમવા આવતા હોય છે, ત્યારે વડોદરા એરપોર્ટ (VADODARA AIRPORT) પર બિછાવેલી કારપેટમાં ગરબાના ચિન્હો અંકિત કરવામાં આવ્યા હોવાનું સામાજીક કાર્યકર (SOCIAL WORKER) ના ધ્યાને આવતા વિરોધ નોંધાવ્યો છે. તેઓએ સોશિયલ મીડિયામાં ચીમકી પણ આપી છે કે, 7 દિવસમાં કારપેટ હટાવી લેવામાં નહિ આવે તો આંદોલન સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગરબાના પ્રતિક સમાન ચિન્હોને કારપેટમાં મુકવામાં આવતા વિરોધ

વડોદરાના ગરબાને યુનેસ્કો દ્વારા ઇનટેન્જીબલ હેરીટેજ ની કેટેગરીમાં મુકી સાંસ્કૃતિક વારસાનું બિરૂદ આપવામાં આવ્યું છે. વડોદરાના ગરબા સૌથી અનોખા અને સૌથી લોકપ્રિય છે. સાથે જ હવે વૈશ્વિક ઓળખ બની ગયું છે. ત્યારે વડોદરાના એરપોર્ટમાં જ ગરબાના પ્રતિક સમાન ચિન્હોને કારપેટમાં મુકવામાં આવતા વિરોધ થયો છે. આ વાત સામાજીક કાર્યકર સ્વેજલ વ્યાસના ધ્યાને આવતે તેઓએ સોશિયલ મીડિયા પર સખત શબ્દોમાં આ ઘટનાનો વિરોધ કર્યો છે.

આવું નાસ્તિક કાર્ય પાકિસ્તાનમાં નહિ વડોદરામાં થયું

સ્વેજલ વ્યાસ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવે છે કે, ગરબો એ માતાજી નું ધાર્મિક પ્રતીક છે. તમામ માતાજીની ઉપાસના માટે ગરબે ખેલતા હોય છે. તેવામાં ગરબાનું પ્રતીક કારપેટ પર રાખી તેના પર ચાલવાનું, બુટ પહેરી પગ મુકવાનું, અમુક લોકો તો થુક્તાં પણ હોય છે, આ જોઈ મારી આસ્થા ને ઠેસ પહોંચી છે. આવું નાસ્તિક કાર્ય પાકિસ્તાન માં નહિ આપણા વડોદરા માં થયું છે. જે આજ કાલનું નહિ ખાસા મહિનાઓથી ચાલી રહ્યું છે. જે પણ અતિથિ વડોદરામાં આવે તેને સૌ પ્રથમ આ ગરબા ના પ્રતીક પર ફરજીયાત પગ મુકવો પડે છે. કેમ કે આ કાર્પેટ વડોદરા એરપોર્ટ ના મુખ્ય ભાગમાં લગાવામાં આવી છે.

7 દિવસમાં આ કાર્પેટ નહિ હટાવે તો આંદોલન

વધુમાં સ્વેજલ વ્યાસ લખે છે કે, જો વડોદરા એરપોર્ટ ઓથોરિટી 7 દિવસમાં આ કાર્પેટ નહિ હટાવે તો તેમના વિરુદ્ધ આંદોલન અને કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે.

એરપોર્ટ ઓથોરીટી શું પગલાં લે છે તે જોવું રહ્યું

વડોદરાની આગવી ઓળખ સમા ગરબાના ચિન્હને આ રીતે કારપેટમાં મુકવાની વાતનો વિરોધ આગામી સમયમાં તેજી પકડી શકે તેમ છે. સામાજીક કાર્યકર દ્વારા 7 દિવસનું અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે. ત્યારે હવે આગામી સમયમાં એરપોર્ટ ઓથોરીટી દ્વારા આ મામલે શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.

 

આ પણ વાંચો -- VADODARA: સરકારના પ્લેસમેન્ટ ફેરમાં વાર્ષિક 9 લાખ સુુધીની જોબ ઓફર કરાઇ

Tags :
airportAllegationauthoritycarpetGarbaonraiseSocialsymbolVadodaraworker
Next Article