Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કિન્નર અખાડાનાં મહામંડલેશ્વર એરપોર્ટ પર સલવાયા

VADODARA : મોટી રકમ રાખવા પાછળનું કારણ, તેનો સ્ત્રોત અને તેને ક્યાં લઇ જવાના હતા સહિતની વિગતો જાણવા સન્માન પૂર્વક સવાલો પુછવામાં આવ્યા
vadodara   કિન્નર અખાડાનાં મહામંડલેશ્વર એરપોર્ટ પર સલવાયા
Advertisement

VADODARA : મૂળ વડોદરાના અને હાલ કિન્નર અખાડાના મહામંડલેશ્વર હિમાંગી સખી એરપોર્ટ પરથી આગમન વેળાએ સલવાયા હોવાની ઘટના સામે આવી છે. તેમની પાસેથી નક્કી કરાયેલી લીમીટ કરતા વધારે માત્રામાં રોકડ મળી આવતા તેમને આગળ જતા સીઆઇએસએફ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. અને તેમની પાસેની રોડક અંગે પુછપરછ કરવામાં આવી હતી. 20 મિનિટની પુછપરછ બાદ સંતોષકારક જવાબ મળતા તેમને આગળ જવા દેવામાં આવ્યા હતા. (KINNAR AKHARA MAHAMANDALESHWAR STOPS AT VADODARA AIRPORT)

મુંબઇથી ફ્લાઇટમાં તેઓ રાત્રે વડોદરા આવી પહોંચ્યા

આજથી ચૈત્ર નવરાત્રીનો શુભારંભ થયો છે. તે નિમિત્તે વડોદરાના ભક્ત દ્વારા વિશેષ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે ગતરોજ મૂળ વડોદરાના અને હાલ કિન્નર અખાડાના મહામંડલેશ્વર હિમાંગી સખીનું હવાઇ માર્ગે વડોદરામાં આગમન થયું હતું. મુંબઇથી ફ્લાઇટમાં તેઓ રાત્રે વડોદરા આવી પહોંચ્યા હતા. વડોદરા એરપોર્ટ પર તેમના સામાનના ચેકીંગ દરમિયાન તેમની બેગમાંથી રૂ. 10 લાખ રોકડ મળી આવ્યા હતા. જેને પગલે તે અંગે તેમની પુછપરછ કરવામાં આવી હતી.

Advertisement

લિમિટથી વધારે રકમ ફ્લાઇટમાં લઇ જવા અંગેના નિયમથી અજાણ

આટલી મોટી રકમ સાથે રાખવા પાછળનું કારણ, તેનો સ્ત્રોત અને તેને ક્યાં લઇ જવાના હતા સહિતની વિગતો જાણવા સીઆઇએસએફ દ્વારા સન્માન પૂર્વક સવાલો પુછવામાં આવ્યા હતા. હિમાંગી સખી મહામંડલેશ્વર હોવાનું જણાવ્યું હતું. અને આ રકમ કિન્નર અખાડાની સેવા માટેની હોવાની સ્પષ્ટતા કરતા પુછપરછ કરતા અધિકારીઓને જવાબ મળી ગયો હતો. આશરે 20 મિનિટ સુધી પુછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમને જવા દેવામાં આવ્યા હતા. હિમાંગી સખીએ તેમ પણ જણાવ્યું કે, તેઓ એક લિમિટથી વધારે રકમ ફ્લાઇટમાં લઇ જવા અંગેના નિયમથી અજાણ હતા. આખરે ફોર્માલીટી પૂર્ણ કરીને તેમને જવા દેવામાં આવ્યા હતા. બાદમાં એરપોર્ટ પર તેમના સમર્થકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : 'વડોદરામાં અધિકારીઓ આવતા ગભરાય છે', સિનિયર ધારાસભ્યનો કટાક્ષ

Tags :
Advertisement

.

×