Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : આજવા અને પ્રતાપપુરા સરોવર ઊંડુ કરવાનો ખર્ચ 'શૂન્ય'

VADODARA : આ સરોવરમાંથી નીકળનાર માટી એજન્સીઓ પોતાના ખર્ચે લઇ જશે. જેમાં રોયલ્ટીની માફી આપવામાં આવશે, તેવું આયોજન કરવામાં આવ્યું છે.
vadodara   આજવા અને પ્રતાપપુરા સરોવર ઊંડુ કરવાનો ખર્ચ  શૂન્ય
Advertisement

VADODARA : વડોદરામાં પૂર નિવારણ માટેના પગલાં પાલિકા તંત્ર દ્વારા ભરવામાં આવી રહ્યા (VADODARA FLOOD REMOVAL STEPS) છે. જેના ભાગરૂપે આજવા અને પ્રતાપુરા સરોવરને ઊંડા (AJWA AND PRATAPPURA SAROVAR CAPACITY TO INCREASE - VADODARA) કરવાનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું છે. બંને સરોવરને ઊંડા કરવા માટે પાલિકાને એક પણ રૂપિયાનો ખર્ચન થવાનો નથી. વિવિધ 11 એજન્સીઓ આ કામ માટે આગળ આવી છે. બંને સરોવરમાં મળીને 13 સેક્શનમાં ખોદકામ કરવામાં આવનાર છે. જેમાં 15 જુન સુધી 50 લાખ ક્યુબીક ઘન મીટર માટી ઉલેચવામાં આવનાર છે.

વિવિધ 11 એજન્સીઓ દ્વારા રસ દાખવવામાં આવ્યો

વડોદરામાં ગત વર્ષે ત્રણ વખત પૂરના પાણી લોકોના ઘરમાં પ્રવેશ્યા હતા. જેમાં શહેરવાસીઓએ ઘણું ભોગવ્યું હતું. જે બાદ શહેરમાં પૂર નિવારણ માટેના પગલાં લેવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજવા અને પ્રતાપપુરા સરોવરને ઊંડા કરવામાં આવનાર છે. તાજેતરમાં આ માટે પાલિકા તંત્ર દ્વારા એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવવામાં આવ્યા હતા. જેમાં વિવિધ 11 એજન્સીઓ દ્વારા રસ દાખવવામાં આવ્યો છે. 15, જુન સુધી સરોવરમાંથી 50 લાખ ક્યૂબિક ઘન મીટર માટી કાઢવામાં આવશે.

Advertisement

રોયલ્ટીની માફી આપવામાં આવશે

પાલિકા ટેન્ડરીંગ કરીને આ કાર્યં આપતી તો મોટો ખર્ચ આવી પડે તેમ હતો. જેથી આ સરોવરમાંથી નીકળનાર માટી એજન્સીઓ પોતાના ખર્ચે લઇ જશે. જેમાં રોયલ્ટીની માફી આપવામાં આવશે, તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

એક ટીમ રોજેરોજની કામગીરીનું મોનીટરીંગ કરશે

સુત્રોના જણાવ્યા અનુસાર, આ કામગીરી પર દેખરેખ રાખવા માટે પાલિકા સોલાર સીસીટીવી અને ડ્રોન કેમેરાની મદદ લેશે. આ સાથે જ એક ટીમ રોજેરોજની કામગીરીનું મોનીટરીંગ કરશે. ગેરીના સૂચન મુજબ સરોવરના પાળાથી 200 મીટર દુર ખોદકામ કરવાનું રહેશે. જો કે, પાલિકા દ્વારા પાળાથી 800 મીટર દુર ખોદકામ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો ---  VADODARA : પંડ્યા બ્રિજના મસમોટા પોપડા ખર્યા, વાહનચાલકોના માથે જોખમ

Tags :
Advertisement

.

×