VADODARA : વગર ચોમાસે મુખ્યમાર્ગ પર મસમોટો ભૂવો પડ્યો
VADODARA : વડોદરા શહેર (VADODARA) ના અકોટા વિસ્તારમાં રોડ-રસ્તાની દશા બગડી હોય તેમ લાગી રહ્યું છે. અકોટા બ્રિજથી મુજમહુડા તરફ જતા રસ્તાને તાજેતરમાં જ 6 મહિના માટે રીહેબીલીટેશન અંતર્ગત બંધ કરવામાં આવ્યો છે. ત્યારે આજે અકોટામાં મુખ્યમાર્ગ પર મસમોટો ભૂવો પડ્યો (HUGE POTHOLES ON AKOTA MAIN ROAD - VADODARA) છે. જેને પગલે કોઇ દુર્ઘટના ના સર્જાય તે માટે સ્થાનિકોએ આડાશ કરીને મુકી દીધી છે. અકોટા વિસ્તારમાં એક પછી એક રસ્તા પર મસમોટો ભૂવો પડવાની ઘટના સામે આવતા લોકોમાં તરહ તરહની ચર્ચાઓએ સ્થાન લીધું છે.
જુની ડ્રેનેજ લાઇનના રીહેબીલીટેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે
વડોદરામાં માનવસર્જિત પૂર બાદ અટોકા વિસ્તારના રોડ-રસ્તાની ભારે દશા બેઠી હતી. અકોટા બ્રિજથી મુંજમહુડા સુધી જતા રસ્તા પર આશરે 16 થી વધુ નાના-મોટા ભૂવાઓ પડ્યા હતા. જેના પૂરાણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તે બાદ પણ તાજેતરમાં મસમોટો ભૂવો પડતા જુની ડ્રેનેજ લાઇનના રીહેબીલીટેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત 6 મહિના માટે આ રસ્તો અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો છે. જેથી વૈકલ્પિસ રસ્તાઓ પર વાહનોનું ભારણ વધ્યું છે.
વાહનનું એક ટાયર આખુ ગરકાવ થઇ જાય તેવી સ્થિતી
ત્યારે આજે અકોટા બ્રિજથી ગાય સર્કલ તરફ જવાના રસ્તે વુડાના મકાન પાસે મુખ્ય માર્ગ પર મસમોટો ભૂવો પડ્યો છે. આ ભૂવામાં કોઇ વાહનનું એક ટાયર આખુ ગરકાવ થઇ જાય તેવી સ્થિતી છે. જેથી કોઇ દુર્ઘટના ના સર્જાય તે માટે સ્થાનિકો તથા કોંગ્રેસના મહામંત્રી ચિરાગ શાહે મળીને આડાશ ઉભી કરી દીધી છે. વગર ચોમાસે પડેલા ભૂવાએ વધુ એક વખત પાલિકાના કોન્ટ્રાક્ટરની પોલ ખોલી નાંખી છે. હવે આ મામલે પાલિકાનું તંત્ર બેજવાબદાર કોન્ટ્રાક્ટર સામે કોઇ પગલાં લે છે કે નહીં તે જોવું રહ્યું.
આ પણ વાંચો --- VADODARA : કોર્પોરેટરનો સગાવાદ : લગ્નપ્રસંગ માટે તાત્કાલિક રોડનું કાર્પેટીંગ કરાવ્યું


