VADODARA : ડ્રેનેજ લાઇનના રીહેબીલીટેશનથી લોકોને 6 મહિના મુશ્કેલી પડશે
VADODARA : વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં ડ્રેનેજ લાઇનનું રીહેબીલીટેશન (CURRENT DRAINAGE LINE REHABILITATION - AKOTA, VADODARA) કાર્ય હાથમાં લેવામાં આવ્યું છે. જેને લઇને અકોટા બ્રિજ ચાર રસ્તાથી હોટલ વિવાન્તા, આર.સી પટેલ એસ્ટેટ ચાર રસ્તા થઇને મુજમહુડા સર્કલ તરફ જઇ શકાશે નહીં. આગામી 6 મહિના સુધી આ કામગીરી ચાલશે, તે દરમિયાન લોકોએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે. જેને પગલે વૈકલ્પિક રૂટ પર વાહનોનું ભારણ વધશે, તેવી વકી સેવાઇ રહી છે.
આટઆટલો ખર્ચો કર્યા બાદ પણ લોકોને સારા રોડ મળ્યા નથી
ગત વર્ષે વડોદરાવાસીઓએ ત્રણ ત્રણ વખત પૂરની પરિસ્થિતી જોઇ છે. તે બાદ ખાસ કરીને અકોટા બ્રિજ ચાર રસ્તાથી મુજમહુડા સુધીમાં આશરે 16 જેટલા નાનાથી લઇને મસમોટા ભૂવાઓ પડ્યા હતા. જેનું પૂરાણ કરવાનું કરોડો રૂપિયાનું બિલ મુકવામાં આવ્યું છે. આટઆટલો ખર્ચો કર્યા બાદ પણ લોકોને સારા રોડ મળ્યા નથી. જેથી ગતસાંજે અકોટા વિસ્તારની તાત વિવાન્તા હોટલ નજીકમાં રસ્તા પર ભૂવો પડ્યો હતો. અને આ ભૂવામાં રોડ પરથી પસાર થતા ટેમ્પાનું પાછળનું ટાયર ખૂંપી ગયું હતું. જેને પગલે તકલાદી કામગીરી ફરી એક વખત ખુલ્લી પડી હતી.
અકોટા બ્રિજથી મુજમહુડા સર્કલ તરફ જવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું
આજરોજ પાલિકા દ્વારા આ રોડ પર વારંવાર ભૂવા પડતચા હોવાથી હયાત ડ્રેનેજ લાઇનના રીહેબીલીટેશનનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું છે. આ કામગીરી આગામી 6 મહિના સુધી ચાલે તેમ છે. જેને પગલે અકોટા બ્રિજથી મુજમહુડા સર્કલ તરફ જવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા જારી કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : પટેલ રજવાડી ચાય સ્ટોલમાંથી બાળશ્રમિક મુક્ત કરાવાયો


