VADODARA : કારના શોરૂમની દિવાલમાં ફીટ કરેલા વજનદાર લોકરની ચોરી
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવેલી અમર કારના વર્કશોપમાંથી દિવાલમાં ફિટ કરેલું લોકર તસ્કરો લઇ ગયા (THIEVES TOOK AWAY LOCKER - AMAR CAR WORKSHOP, KARJAN - VADODARA) છે. આ ઘટનામાં સિક્યોરીટી જવાન સ્થળ પર હાજર હતો. પરંતુ તસ્કરો તેને મારી નાંખશે તેવા ડરે તે સિક્યોરીટી કેબિનમાંથી બહાર નીકળ્યો ન્હતો. આખરે આ મામલે કરજણ પોલીસ મથક (KARJAN POLICE STATION - VADODARA RURAL) માં અજાણ્યા શખ્સો વિરૂદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.
શનિ-રવિની રજા હોવાથી સોમવારે રકમ જમા કરાવવામાં આવે છે
કરજણ પોલીસ મથકમાં વિવેક મહાદેવ તીવરેકર એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ કંડારી ગામે આવેલી અમર કાર પ્રા. લી. માં ત્રણ વર્ષથી વર્કશોપ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમાં કારની સર્વિસ થાય છે. તેમના કામના કલાકો સવારે 9 થી સાંજે 7 સુધીના છે. તેમનું કામ કાર સર્વિસ માટેની જવાબદારી અન્યને સોંપવાનું છે. કાર સર્વિસ માટે ચૂકવણીની રકમ કેટલાક કિસ્સામાં રોકડ સ્વરૂપે આપવામાં આવે છે. જેને વર્કશોપમાં કેશ કાઉન્ટર પર રાખેલા લોકરમાં મુકવામાં આવે છે. જેને બેંકમાં જવા કરાવવામાં આવે છે. જેમાં શનિ-રવિની રજા હોવાથી સોમવારે રકમ જમા કરાવવામાં આવે છે.
રાતના સમયે લોકર તુટ્યું છે
વર્કશોપમાં સિક્યોરીટીનો કોન્ટ્રાક્ટ ઝેડ પ્લસ સિક્યોરીટીને સોંપવામાં આવ્યો છે. તાજેતરમાં 8 ફેબ્રુઆરીના રોજ વર્કશોપમાં રૂ. 1.50 લાખની રકમ આવી હતી. જેને લોકરમાં મુકવામાં આવી હતી. બીજા દિવસે સવારે સ્ટાફના માણસનો તેમના પર ફોન આવ્યો અને જણાવ્યું કે, સિક્યોરીટી હેડ દ્વારા તેમને માહિતગાર કરાયા છે કે, રાતના સમયે લોકર તુટ્યું છે. અને તેમાંથી રકમની ચોરી થઇ છે. જે બાદ તેઓ તુરંત વર્કશોપ પહોંચ્યા હતા. અને જોયું તો લોકર તેની જગ્યાએ ન્હતું. અને કેશ કાઉન્ટર પરનો સામાન વેર-વિખેર પડ્યો હતો.
બીક હોવાથી ચોકીદાર સિક્યોરીટી કેબિનમાંથી બહાર નીકળ્યો ન્હતો
આ અંગે સિક્યોરીટી જવાનને પુછતા તેણે કહ્યું કે, રાત્રે બે વાગ્યે ત્રણ ચોર દિવાલ કુદીને આવ્યા હતા. તેઓ ચોરી કરીને શટરના ભાગેથી જતા રહ્યા હતા. તેઓ મારી નાંખે તેવી બીક હોવાથી ચોકીદાર સિક્યોરીટી કેબિનમાંથી બહાર નીકળ્યો ન્હતો. બાદમાં નજીકમાં તપાસ કરતા લોકર વર્કશોપની પાછળ તુટેલી હાલતમાં મળી આવ્યું હતું. જેમાં એક પણ રૂપિયાની રોકડ રકમ ન્હતી. આખરે અજાણ્યા શખ્સો સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાંં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : તસ્કરોએ ફરસાણ-મીઠાઇની મિજબાની માણી ગલ્લો ખાલી કર્યો


