VADODARA : રેઇન વોટર હાર્વેસ્ટીંગનું મહત્વકાંક્ષી લક્ષ્યાંક પાર પાડવા પાલિકા કરશે મોટી સહાય
VADODARA : ગતરોજ કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ (JAL SHAKTI MINISTER OF INDIA C R PATIL) ના હસ્તે વડોદરા શહેર ભાજપના નવા કાર્યાલય નમો કમલમની તક્તીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સી. આર. પાટીલ દ્વારા વડોદરાના કાર્યાલયને તેમના કાર્યાલય જેવા અત્યાધુનિક બનાવવા માટેની સિસ્ટમ ભેંટમાં આપવાની વાત જાહેર મંચ પરથી કહી હતી. ત્યાર બાદ વડોદરા શહેર પ્રમુખ ડો. વિજય શાહ (VADODARA CITY BJP PRESIDENT - DR. VIJAY SHAH) દ્વારા રિટર્ન ગિફ્ટ સ્વરૂપે વડોદરામાં 2 હજાર જગ્યાએ વોટર હાર્વેસ્ટીંગ (WATER HARVESTING - VADODARA) કરવા માટેનો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં પાલિકા દ્વારા સૌથી મોટી સહાય આપવામાં આવનાર હોવાનું સામે આવ્યું છે.
રિટર્ન ગિફ્ટમાં વોટર હાર્વેસ્ટીંગની સુવિધા કરવાનો સંકલ્પ
દેશના જળશક્તિ મંત્રાલય દ્વારા કેચ ધી રેઇન, નામથી વરસાદને ભૂગર્ભમાં ઉતારીને પાણીનું સ્તર ઉંચું લાવવા, તથા ગામડાઓ-ડિસ્ટ્રીક્ટને પાણીદાર બનાવવા માટેનું મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન દિવસેને દિવસે દેશના ખૂણે ખૂણે વેગ પકડી રહ્યું છે. ત્યારે ગતરોજ વડોદરાની મુલાકાતે આવેલા કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલને રિટર્ન ગિફ્ટમાં 2 હજાર જગ્યાએ વોટર હાર્વેસ્ટીંગની સુવિધા કરવાનો સંકલ્પ આપવામાં આવ્યો હતો. જે માટે સૌથી મોટી મદદ મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન તથા પાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટર તરફથી આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
સામાન્ય રીતે 15, એપ્રીલ થી વરસાદની શરૂઆત થતી હોય છે
આ અંગેની ડો. વિજય શાહે જણાવ્યું કે, પાટીલ સાહેબની લાગણી છે કે વોટર હાર્વેસ્ટીંગનું કાર્ય ચોમાસા પહેલા પૂર્ણ થવું જોઇએ. સામાન્ય રીતે 15, એપ્રીલ થી વરસાદની શરૂઆત થતી હોય છે. સાંસદ ડો. હેમાંગ જોષી તેમના માધ્યમથી સાંસદ ફંડમાંથી રૂ. 50 લાખની ગ્રાન્ટ મળશે. ધારાસભ્યો પાસેથી રૂ. 10 થી રૂ. 20 લાખ સુધીની ગ્રાન્ટ મળશે. મેયર અને ચેરમેન તથા પાલિકા ના કોર્પોરેટરના માધ્યમથી રૂ. 10 કરોડની રેઇન વોટર હાર્વેસ્ટીંગ માટે મળશે.
આ પણ વાંચો -- VADODARA : સાયબર માફિયાઓનું નવું હથિયાર બન્યુ "વર્ચ્યુઅલ નંબર"