Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : અમેરિકાના વિઝાનું સ્વપ્ન બતાવી રૂ. 1.34 કરોડની ઠગાઇ

VADODARA : વડોદરા (VADODARA) શહેરના ગોરવા ગેંડા સર્કલ વિસ્તારમાં ઓફિસ ધરાવતા વિઝા એજન્ટ દ્વારા લેબર કોન્ટ્રાક્ટર અને મહિલા સહિત અન્યને વિદેશમાં નોકરી માટેના વિઝા અપાવવાની લાલચ આપીને રુ. 1.34 કરોડ પડાવી લીધા હતા. મોટી રકમ મેળવ્યા બાદ પણ ગઠીયાએ વિઝા...
vadodara   અમેરિકાના વિઝાનું સ્વપ્ન બતાવી રૂ  1 34 કરોડની ઠગાઇ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) શહેરના ગોરવા ગેંડા સર્કલ વિસ્તારમાં ઓફિસ ધરાવતા વિઝા એજન્ટ દ્વારા લેબર કોન્ટ્રાક્ટર અને મહિલા સહિત અન્યને વિદેશમાં નોકરી માટેના વિઝા અપાવવાની લાલચ આપીને રુ. 1.34 કરોડ પડાવી લીધા હતા. મોટી રકમ મેળવ્યા બાદ પણ ગઠીયાએ વિઝા માટેની કોઈ પ્રોસેસ કરી ન હતી. વિઝા નહી મળતા આખરે લોકોએ તેની પાસે રૂપિયા માંગતા તે પણ તેણે પરત કર્યા ન્હતા. આખરે મામલો ગોરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. જ્યાં મહાઠગના વિરૂદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સારાભાઈ કેમ્પસ ખાતેની ઓફિસે બોલાવ્યા

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા હરિધામ ફ્લેટમાં રહેતા જીગ્નેશકુમાર સુર્યકાંત પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ લેબર કોન્ટ્રાક્ટર છે. 23 એપ્રિલ ના રોજ ન્યુઝ પેપરમાં એક જાહેરાત આવી હતી જેમાં અમેરીકામાં રહેતા પટેલ ફેમીલીને રસોઈ કામ તથા નાનુ બાળક સાચવવા માટે બહેન જોઇએ છે, તેમ જણાવવામાં આવ્યું હતું. જેથી તેઓના પત્ની પ્રતિમા પટેલને અમેરીકા ખાતે નોકરી માટે જવાનું હોવાથી મોબાઈલ નંબર પર ફોન કરતા હેમલ ઉર્ફે મેહુલ મહેંદ્ર પટેલ સાથે વાત કરી હતી. બાદમાં તેણીને અમેરીકા ખાતે નોકરી માટે મોકલવા જણાવી ગેંડા સર્કલ સારાભાઈ કેમ્પસ ખાતેની ઓફિસે બોલાવ્યા હતા.

Advertisement

વેરીફાઈ કરાવતા પે ઓર્ડર ખોટો નીકળ્યો

જેથી દંપતી રૂબરૂ મળવા ગયા હતા. ત્યારે મહિલાને અમેરીકા ખાતે મોકવા અંગેનો ખર્ચ રૂ. 7 લાખ જણાવવામાં આવ્યો હતો. જે બાદ દંપતીએ હેમલ પટેલને ટુકડે ટુકડે સાત લાખ રૂપિયા પુરા ચૂકવી દીધા હતા. પરંતુ દોઢ માસ જેટલો સમય થયો હોવા છતાં હેમલ પટેલે અમેરીકા ખાતે નોકરી માટે મોકલ્યા ન્હતા કે તેઓની કોઈ પ્રોસેસ કરી ન્હતી. જેથી વારંવાર રૂપિયા માંગતા તેણે એમને 1.50 લાખ પરત આપ્યા હતા. બાકીના એક લાખનો સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા સસરા કનુભાઈ પટેલના નામનો પે ઓડર બનાવી આપ્યો હતો. વેરીફાઈ કરાવતા પે ઓર્ડર ખોટો નીકળ્યો હતો અને તે બાકીના રૂ.5.50 લાખ આપતો ન્હતો.

Advertisement

ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ

તેની પાસે રૂપિયાની માંગણી કરતા તેણે ગાળો આપી, અને પૈસા નહી મળે તારાથી પાય તે કરી લેજે, અને મારા હાથમાં આવશો તો તમારે જીવ ગુજાવવાનો વારો આવશે, તેવી મને ધમકી આપી હતી. ઉપરાંત વીઝા એજન્ટ હેમલ પટેલ આણંદ જિલ્લાના દાઓલ ગામે રહેતા સવિતાબેન રમેશભાઈ પટેલ પરીવારના સભ્યોને અમેરીકા ખાતે નોકરી માટેના વર્ક વિઝા અપાવવાના બહાને 1.25 કરોડ તથા સંધ્યા સમીર વૈજાપુરકર (રહે.રાજરત્ન સોસાયટી પોલો ગ્રાઉન્ડ વડોદરા) ને પણ અમેરીકા ખાતે નોકરી માટે વર્ક વિઝા અપાવવાના બહાને તેમની પાસેથી રૂ.4.34 લાખ જેટલી રકમ પડાવી લીધા હોવાનું જાણવા મળ્યું હતું. આમ હેમલ પટેલે બે મહિલા સહિત ત્રણ લોકો સાથે વિદેશમાં નોકરી અપાવવાની લાલાચ આપીને 1.34 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાથી ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપી યુવકની અટકાયત કરી છે.

આ પણ વાંચો -- Mainank Patel: અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા, સગીરના આડેધડ ફાયરિંગમાં યુવકનું મોત

Tags :
Advertisement

.

×