VADODARA : પ્રાણી પ્રેમી યુવતિનું રહસ્યમય સંજોગોમાં મોત, શ્વાન દેહ પાસે બેસી રહ્યા
VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા ખટંબામાં એક પ્રાણી પ્રેમી યુવતિએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતિનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મંગેતરનો ફોન નહીં ઉપાડતા તે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં યુવતિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે સ્થાનિક પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ મામલે યુવતિનો મંગેતર શંકાના દાયરામાં છે, કારણકે તે ઘટના બાદથી લાપતા થયો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
તેની જોડે એક ઓરડીમાં 10 જેટલા શ્વાન રહેતા હતા
સમગ્ર મામલે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, ખટંબા ગામના બંગ્લા વાળું ફળિયામાં રહેતા શર્મિષ્ઠાબેન દિનેશભાઇ તડવીનો પરિવાર વાઘોડિયા રોડ પર આવેલી સોસાયટીમાં રહે છે. યુવતિ પ્રાણી પ્રેમી હોવાથી પરિવાર દ્વારા તેનો તે છોડીને બીજું કંઇ કરવા જણાવાયું હતું. જો કે, તે પ્રાણી પ્રત્યે સમપર્તિ હોવાથી યુવતિ ઘર છોડીને ખટંબા રહેવા જતી રહી હતી. ત્યાં તેની જોડે એક ઓરડીમાં 10 જેટલા શ્વાન રહેતા હતા. તાજેતરમાં સવારે યુવતિના મંગેતરે તેને ફોન કર્યો હતો. પરંતુ તેણે ફોન કોલ રીસીવ કર્યો ન્હતો. એક પછી એક ફોન કર્યા છતાં પણ સામેથી કોઇ જવાબ આવ્યો ન્હતો. આખરે મંગેતર અપુલ ખટંબા તપાસ કરવા માટે આવી પહોંચ્યો હતો.
મંગેતરના ટોર્ચરીંગની શક્યતાઓ
અહિંયા આવીને જોત તેના ઓરડાના બારી-દરવાજા બંધ હતા. જેથી તેણે કોઇક રીતે અંદર શું થયું છે તે જોવા મથામણ કરી હતી. બાદમાં અંદર જોતા શર્મિષ્ઠાનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. અને તેની પાસે શ્વાન બેસી રહ્યા હોવાનું જવા મળ્યું હતું. બાદમાં મંગેતરે ગામના સરપંચને જાણ કરી હતી. અને સરપંચે પોલીસને જાણ કરતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળે આવી પહોંય્યા હતા. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને વધુ તપાસ અર્થે તેને મોકલી આપ્યો છે. આ કિસ્સામાં યુવતિના પરિવાર દ્વારા મંગેતરના ટોર્ચરીંગની શક્યતાઓ સેવાઇ રહી છે. જો કે, હાલ મૃતકનો મંગેતર અપુલ લાપતા છે. મંગેતર પોલીસ પુત્ર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. પોલીસ દ્વારા શ્વાનને અન્ય સંસ્થાનો સોંપી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : SSG હોસ્પિટલના કોલ્ડ રૂમમાં બે બેરેકની ફાળવણી થતા હાશકારો


