Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : APMC માર્કેટના ગ્રીન વેસ્ટમાંથી બાયોગેસ અને ખાતરનું ઉત્પાદન

VADODARA : કોઇ ફળો-શાકભાજીનો જથ્થો બગડેલો જણાય કે વેપારી તુરંત ટીમનો સંપર્ક કરે છે. ટીમ જથ્થો એકત્ર કરીને પ્લાન્ટમાં લઇ જાય
vadodara   apmc માર્કેટના ગ્રીન વેસ્ટમાંથી બાયોગેસ અને ખાતરનું ઉત્પાદન
Advertisement

VADODARA : રાજ્યમાં પ્રથમ વખત વડોદરાના એપીએમસી માર્કેટમાં પ્રતિદિન વધતા ગ્રીન વેસ્ટનો સદઉપયોગ કરીને તેમાંથી બાયોગેસ તથા અલગ અલગ ફોર્મેટના ખાતર બનાવવામાં આવે છે. આ પહેલની શરૂઆત વડોદરામાં કરવામાં આવી છે, ત્યાર બાદ તેનું અનુસરણ અન્ય શહેરોમાં કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રતિદીન આશરે 8 ટન જેટલા ગ્રીન વેસ્ટને પ્રોસેસ કરીને તેનો વિવિધ સ્તરે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Advertisement

નિર્ણય આજથી આશરે 12 વર્ષ પહેલા લેવામાં આવ્યો

વડોદરાના સયાજીપુરામાં એપીએમસી માર્કેટ આવેલું છે. અહિંયાથી શહેર અને જિલ્લામાં ફળો તથા શાકભાજી વેચાણ અર્થે જાય છે. આટલા મોટા શહેરમાં શાકભાજી-ફળોનો જથ્થો પુરો પાડતા એપીએમસી માર્કેટમાં ગ્રીન વેસ્ટ પણ મોટી માત્રામાં નીકળે છે. આ વેસ્ટને સદઉપયોગ કરવાનો નિર્ણય આજથી આશરે 12 વર્ષ પહેલા લેવામાં આવ્યો હતો. વડોદરાના એપીએમસી માર્કેટમાં બાયોગેસ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. માર્કેટમાંની પ્રતિદિન નીકળતા આશરે 8 ટન ગ્રીન વેસ્ટનો આ પ્લાન્ટમાં પ્રોસેસ કરવામાં આવે છે.

Advertisement

કેવી હોય છે પ્રક્રિયા

સયાજીપુરા એપીએમસીમાં 180 થી વધુ દુકાનો આવેલી છે. આ દુકાનોના સંચાલકોને વેસ્ટ મેનેજમેન્ટની તાલિમ આપવામાં આવી છે. જેવો કોઇ ફળો-શાકભાજીનો જથ્થો બગડેલો જણાય કે તેઓ તુરંત બાયોગેસ પ્લાન્ટની ટીમનો સંપર્ક કરે છે. આ ટીમ જથ્થો એકત્ર કરીને તેને પ્લાન્ટમાં લઇ જાય છે. પ્રથમ તેમાંથી સ્લરી બને છે, બાદમાં તેને ડાઇજેસ્ટરમાં નાંખીને તેમાંથી બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. આ ગેસનો સ્ટોર કરવા માટે 8 ટનની ક્ષમતા ધરાવતી 3 ટેન્ક છે. આ પ્રક્રિયાથી પ્રતિદિન 400 ક્યુબિક ગેસ ઉતપન્ન થાય છે. જેનાથી ખેડુતોની કેન્ટીન અને એપીએમસીની સ્ટ્રીટ લાઇટ તથા સિવેજ પંપ ચાલે છે.

બાયોગેસની પ્રક્રિયા બાદ ગુણવત્તાયુક્ત ફર્ટિલાઇઝર નીકળે

બાયોગેસના પ્લાન્ટમાંથી જે વેસ્ટ નીકળે તે 10 ટકા સોલીડ હોય છે. તેને છુટ્ટુ પાડીને તેમાં જરૂરી એન્ઝાઇમ અને બેક્ટેરીયા ભેળવી દેવામાં આવે છે. ત્યાર બાદ તેને પ્રોસેસ કરીને ફર્ટિલાઇઝર બનાવવામાં આવે છે. આ ફર્ટિલાઇઝર પાવડર અને લિક્વિડ બે ફોર્મેટમાં હોય છે. બંને જમીનની ગુણવત્તા માટે ખુબ જ ઉપયોગી નિવડે છે. આ ખાતરને રાહતદરે ખેડૂતોને અપાય છે. ખેડુતો ઓર્ગેનિક ખેતી તરફ વળે તેમાટે તેમને વર્ષમાં બે વખત વિશેષ તાલિમ પણ આપવામાં આવે છે.

આ પણ વાંચો -- VADODARA : વિશ્વામિત્રી નદીમાં ભવિષ્યમાં પૂર નિવારણ માટેનો પ્રથમ પડાવ પાર

Tags :
Advertisement

.

×