Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પાલિકા દ્વારા કરોડોના ખર્ચે તૈયાર બિલ્ડિંગમાં અનેક ખામી

VADODARA : વડોદરાના કલાકારોને આર્ટ ગેલેરી મળી તે વાતની ખુશી છે, પરંતુ તેના માળખામાં રહી ગયેલી ત્રુતીઓના કારણે રોષ જોવા મળી રહ્યો છે.
vadodara   પાલિકા દ્વારા કરોડોના ખર્ચે તૈયાર બિલ્ડિંગમાં અનેક ખામી
Advertisement

VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) દ્વારા તાજેતરમાં કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. તે પૈકી એક બદામડી બાગ પાસે રૂ. 5.80 કરોડના ખર્ચે તૈયાર ફાયર સ્ટેશન, આર્ટ ગેલેરીનું માળખું છે. આ માળખાના લોકાર્પણ બાદ ધ્યાને આવ્યું કે, તેમાં અનેક ત્રુટીઓ છે. જેથી ભવિષ્યમાં આ માળખાના મહત્તમ ઉપયોગ થઇ શકવા અંગે સવાલો ઉભા કરે તેવા છે. (NEW ART GALLERY WITH INSUFFICIENT FACILITIES AS CLAIMED IN MAP - VADODARA)

માળખામાં રહી ગયેલી ત્રુતીઓના કારણે રોષ

વડોદરાને કલા નગરી અને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે. વડોદરાના કલાકારો પોતાની કલાનું પ્રદર્શન કરી શકે તે માટે બદામડી બાગ ખાતે આર્ટ ગેલેરી હતી. જેને તોડી પાડીને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઉભુ કરી દેવામાં આવ્યું હતું. જે બાદથી કલાકારોએ લાંબી લડત આપી હતી. જેને અંતે બદામડી બાગ ખાતે આર્ટ ગેલેરી, ફાયર સ્ટેશન તથા ફાયર જવાનો રહી શકે તેવી વ્યવસ્થાઓને સમાવતા રૂ. 5.80 કરોડના ખર્ચે તૈયાર બિલ્ડીંગનું તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરાના કલાકારોને આર્ટ ગેલેરી મળી તે વાતની ખુશી છે, પરંતુ તેના માળખામાં રહી ગયેલી ત્રુતીઓના કારણે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

Advertisement

જે તે સમયે લિફ્ટ મંજુર કરવામાં આવી હતી

આર્ટ ગેલેરી માટે લાંબી લડત આપનાર કલાકાર મનીષ વ્યાસે મીડિયાને જણાવ્યું કે, વર્ષોની લડત બાદ અમને આર્ટ ગેલેરી મળી છે, તેનો આનંદ છે. સાથે સાથે તેમ પણ કહીશ કે ઘણીબધી ત્રુટીઓ રહી ગઇ છે. આર્ટ ગેલેરીમાં આવવા માટે મુખ્ય પ્રવેશદ્વાર જ આપવામાં આવ્યો નથી. બિલ્ડિંગના નકશામાં જ્યાં આર્ટ ગેલેરીની મુખ્ય એન્ટ્રી હતી ત્યાં અડધી દિવાલ ચણી દેવામાં આવી છે. આર્ટ ગેલેરી બીજા માળે આવેલી છે. કલાકાર પોતાની વસ્તુઓનું પ્રદર્શન કરી શકે, તે માટે તેના આર્ટવર્ક- સ્કલ્પચરને બીજા માળ સુધી લાવી શકે તે માટે લિફ્ટ નથી. જે તે સમયે લિફ્ટ મંજુર કરવામાં આવી હતી. છતાં લિફ્ટની સુવિધા જણાતી નથી. આ સાથે જ દિવ્યાંગજનો આર્ટ ગેલેરી સુધી જઇ શકે તેવી કોઇ રેમ્પની વ્યવસ્થા કરવામાં આવી નથી.

લકડીપુલ તરફથી ખાસ એન્ટ્રી નકશામાં હતી

આર્ટિસ્ટ પુલકિત દવેએ મીડિયાને જણાવ્યું કે, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શિતલ મિસ્ત્રીએ અમને સરસ નકશો બતાવ્યો હતો. જેમાં આર્ટ ગેલેરી માટે લકડીપુલ તરફથી ખાસ એન્ટ્રી અને લિફ્ટ આપવામાં આવનાર હતી. આ અંગે મેયર પિન્કીબેન સોનીએ જણાવ્યું કે, આપ દ્વારા જાણ કરવામાં આવી છે. આ અંગે ચોક્કસ ચર્ચા વિચારણા કરવામાં આવશે.

રોંગ સાઇડ અથવા તો લાંબો ફેરો મારવો પડે તેવી સ્થિતી

અત્રે ઉલ્લેખનીય છે કે, બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ફાયર સ્ટેશન છે. આ નજીક કોઇ પણ ડિવાઇડર પર કોઇ કટ આપવામાં આવ્યો નથી. જેથી ઇમરજન્સીમાં એક તબક્કે ફાયર બ્રિગેડના વાહને રોંગ સાઇડ જવું પડે અથવા તો લાંબો ફેરો મારીને સામેની તરફ જવું પડે તેવી સ્થિતી છે. આ સાથે આર્ટ ગેલેરી પાછળની કાંસ પર સ્લેબ લગાડીને તેના પર પાર્કિંગની સુવિધાનો વાયદો હતો. જે પુરો થયો નથી.

આ પણ વાંચો --- VADODARA : વિજ કંપનીનો પાલિકાને પત્ર, ખાડા ખોદતા સમયે કેબલનું ધ્યાન રાખજો

Tags :
Advertisement

.

×