Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : દિપાવલી પૂર્વે સુશોભન માટે મુકાયેલુ LED લાઇટનું સ્ટેન્ડ નમી પડ્યું

VADODARA : કોઇ ચાલકનો અકસ્માત થાય તે પહેલા આ નમી પડેલા સ્ટેન્ડ સહિતનું માળખું ઉતારી લેવું જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
vadodara   દિપાવલી પૂર્વે સુશોભન માટે મુકાયેલુ led લાઇટનું સ્ટેન્ડ નમી પડ્યું
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં દિપાવલી પૂર્વે સુશોભન માટે મુકવામાં આવેલી એલઇડી લાઇટનું સ્ટેન્ડ રોડ તરફ નમી પડ્યું છે. જો તેને સત્વરે દુર કરવામાં નહીં આવે તો વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જાઇ શકે તેમ છે. શહેરના અતિ વ્યસ્ત રહેતા અટલ બ્રિજના ઓપી રોડ તરફના એન્ટ્રી ગેટ સમયે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોઇ ચાલકનો અકસ્માત થાય તે પહેલા આ નમી પડેલા સ્ટેન્ડ સહિતનું માળખું ઉતારી લેવું જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement

એલઇડી સ્ટેન્ડ સહેજ નમી પડ્યું

વડોદરામાં દિપાવલી પૂર્વે શહેરમાં ઠેર ઠેર પાલિકા દ્વારા રોશની કરવામાં આવી હતી. આ રોશનીમાં આકર્ષક એલઇડી ગેટ બનાવવામાં આવ્યા હતા. જેને જોવા અને તેને પોતાના ફોનના કેમેરેમાં કંડારવા માટે લોકો ખાસ રાત્રીના સમયે ઘરની બહાર નિકળતા હતા. પરંતુ હવે દિવાળી પર્વ પૂર્ણ થયો છે. છતાં રોશની માટે મુકાયેલા એલઇડી સ્ટેન્ડ તેમના તેમ જ છે. તે પૈકી અટલ બ્રિજના ઓપી રોડ તરફની એન્ટ્રી પાસે મુકવામાં આવેલુ એલઇડી સ્ટેન્ડ સહેજ નમી પડ્યું હોય તેમ લાગી રહ્યું છે. જે અકસ્માત સર્જે તો નવાઇ નહીં.

Advertisement

સ્ટેન્ડ હવે હટાવી લેવું જોઇએ

અટલ બ્રિજ પર દિવસભર ભારે વાહનોની અવર-જવર રહે છે. ત્યારે જો આ સ્ટેન્ડ જોડે કોઇ વાહન ભટકાય તો મોટી મુશ્કેલી સર્જાઇ શકે તેમ છે. ત્યારે ગમે ત્યારે જોખમ ઉભુ કરે તેવું એલઇડી સ્ટેન્ડ હવે હટાવી લેવું જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે. જો આ કાર્ય સત્વરે પૂર્ણ કરવામાં નહીં આવે તો કોઇ પણ નિર્દોષ તેનો ભોગ બની શકે છે.

આ પણ વાંચો -- VADODARA : હરિપ્રબોધમ જૂથની પિટિશન ડિસમિસ, જાણો શું થશે અસર

Tags :
Advertisement

.

×